________________
માનસ પક્ષીરાજ ! તમે અત્યારે જોઈ રહ્યા છો તેવા પ્રકારની શુભતમ સ્થિતિયુક્ત એક વિભાગ પૂર્ણ થાય. ત્યાર પછી જીવો કંઈક ન્યૂન પુણ્ય પ્રભાવે મારી પાસેથી શુભતર -બીજા પ્રકારનો માલ ગ્રહણ કરે છે. તે યુગલ દંપતિઓ મારા પ્રભાવે બે ગાઉની ઊંચાઈવાળા થાય છે અને તે જીવોને હું બે પલ્યોપમની સ્થિતિ પ્રદાન કરું છું. તે જીવો કામરાગ પૂર્ણ બની સુખી અવસ્થામાં કાલ વ્યતીત કરે છે. આ રીતે બીજો વિભાગ પૂર્ણ થાય છે.
પક્ષીરાજ ! તમે જૂઓ તો ખરા ! મારા ત્રીજા વિભાગમાં તો અવનવા દશ્યોનું સર્જન થાય છે. પ્રારંભમાં તો ન્યૂનતર પુછ્યવાળા જીવો સુખેથી જીવન જીવવા માટે ત્રીજા પ્રકારનો શુભ માલ ગ્રહણ કરે છે. એક ગાઉના શરીરવાળા જીવો એક પલ્યોપમ સુધી પુણ્ય ભોગવી શકે છે.
ત્યાર પછી મારા રાજ્યનું દશ્ય બદલાય જાય છે.
હું શુભ પુદ્ગલો સાથે થોડા થોડા અશુભ પુદ્ગલોનું મિશ્રણ કરીને માલ આપું છું. તેથી માનવો કાંઈક અશાતા અનુભવતા, ક્ષુધાતુર, અલ્પ સંખ્યક ફળ-ફૂલ માટે ક્લેશ અનુભવતા આર્તધ્યાનના પરિણામવાળા યુગલ દંપતિઓ સર્જાય છે. સાધનોની સુવિધા ન મળતાં અરસ-પરસમાં મારા-તારાનો ભેદ થતાં તે બે ને સમજાવનાર ત્રીજો વ્યક્તિ પ્રવેશ કરે છે. તે ત્રીજો પુરુષ એટલે કુલકર. તે યુગલિક પ્રજા ઉપર કંટ્રોલ કરે છે.
ત્યાર પછી નાભિ કુલકર અને મરુદેવા માતાની કુક્ષિએ ઉજ્જવળ, શાંતરસના પરમાણુનો, તીર્થંકર નામ કર્મ યોગ્ય ઉત્તમોત્તમ માલ લઈને ૠષભકુમાર મારા રાજ્યમાં પ્રવેશ કરે છે. તે ૠષભકુમારને પોતાના ચેતન સ્વરૂપની જાણ-પીછાણ થઈ ગઈ હોવાથી
તે
પુદ્ગલના સંગથી નિસંગી થવા તીર્થંકર નામ કર્મરૂપી પૌદ્ગલિક સાધનને મ્યાનમાં રાખીને જ અવતાર ધારણ કરે છે. જે કર્મ રૂપ પુદ્ગલોના સાધનો પ્રાપ્ત થયા છે તેને ઋષભ અનાસક્તપણે ભોગવીને છોડી દે છે. ૠષભ રાજા પ્રજાને નીતિ-વ્યવહાર, કૃષિ, શિલ્પ શીખવાડી, રાજ્ય વ્યવસ્થાનું સ્થાપન કરી, પુત્રોને રાજ્ય ઉપર આરૂઢ કરી, ભોગમાંથી યોગ તરફ જાય છે. હજાર વર્ષ સુધી સાધના કરી, નિસંગ દશાનો અનુભવ કરતાં, કેવળજ્ઞાન, કેવળ દર્શન, શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરી, તીર્થંકર નામ કર્મના સાધનને બહાર લાવી, તેનો ઉપયોગ કરી, ચાર તીર્થની સ્થાપના કરી, ધર્મરાજ્યનું સ્થાપન કરે
34