________________
૩૩૨ ]
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
વિવેચન :
મહાવિદેહ ક્ષેત્રની દક્ષિણે સૌમનસ અને વિધુતપ્રભ વક્ષસ્કાર પર્વતની વચ્ચે અર્ધચંદ્રાકાર દેવકુરુ નામનું યુગલિક-અકર્મભૂમિનું ક્ષેત્ર છે. તેનું સંપૂર્ણ વર્ણન ઉત્તરકુરુ જેવું જ છે.
દેવદુરુનું પ્રમાણ:
સ્થાન | પહોળાઈ
જીવા
ધનુ પૃષ્ઠ
પર્વત
નદી
સંસ્થાન
કાળ
અર્ધચંદ્ર | સુષમસુષમા
મેરુ | ૧૧,૮૪૨ | પ૩,000 | પર્વતની | યો. | યો. | દક્ષિણમાં| ૧૨ કળા નિષધ પર્વતની ઉત્તરમાં
0,૪૧૮
યો. ૧૨ કળા ૧૦૦
ચિત્ર | સીતોદા વિચિત્ર | અને તેના પર્વતો અને | પરિવારરૂપ ૧00
૮૪,૦૦૦ કાંચનક પર્વતો
દેવકુરુક્ષેત્રમાં ચિત્ર-વિચિત્ર કૂટ પર્વત:१५३ कहि णं भंते ! देवकुराए चित्तविचित्तकूडा णाम दुवे पव्वया पण्णत्ता?
गोयमा ! णिसहस्स वासहरपव्वयस्स उत्तरिल्लाओ चरिमंताओ अट्ठचोत्तीसे जोयणसए चत्तारि य सत्तभाए जोयणस्स अबाहाए सीओयाए महाणईए पुरत्थिम पच्चत्थिमेणं उभओ कूले, एत्थ णं चित्त-विचित्तकूडा णाम दुवे पव्वया पण्णत्ता । एवं जच्चेव जमगपव्वयाणं वत्तव्वया सच्चेव भाणियव्वा । एएसिं रायहाणीओ
ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! દેવકુરુ ક્ષેત્રમાં ચિત્ર-વિચિત્ર ફૂટ નામના બે પર્વત કયાં છે?
ઉત્તર- હે ગૌતમ! નિષધ વર્ષધર પર્વતના ઉત્તરવર્તી ચરમાંતથી(મૂળભાગથી) આઠસો ચોત્રીસ અને એક યોજનાના ચાર સપ્તમાંશ ભાગ (૮૩૪ ૐ યોજન) દૂર છે. સીતાદા મહાનદીની પૂર્વ પશ્ચિમ બંને બાજુએ ચિત્ર-વિચિત્ર કૂટ નામના બે પર્વત છે અર્થાત્ સીતોદા નદીની પૂર્વમાં ચિત્ર અને પશ્ચિમમાં વિચિત્ર પર્વત છે. તેનું વર્ણન યમક પર્વતોની સમાન જાણવું. તેના અધિષ્ઠાતા દેવોની રાજધાનીઓ મેરુથી દક્ષિણમાં છે.
વિવેચન :
ઉત્તરકુરુક્ષેત્રમાં જેમ સીતા મહાનદીના પૂર્વ-પશ્ચિમી કિનારે યમક નામના પર્વત છે, તેમ દેવકુરુ ક્ષેત્રમાં સીતોદા નદીના પૂર્વ કિનારે ચિત્ર અને પશ્ચિમી કિનારે વિચિત્ર નામનો પર્વત છે.