________________
૩૨૮ ]
શ્રી જતીપ પ્રજ્ઞપ્તિ સુત્ર
विजए, पम्हावई रायहाणी । उम्मत्तजला महाणई, वण्णओ । रमणिज्जे विजए, सुभा रायहाणी । मायंजणे वक्खारपव्वए, वण्णओ । मंगलावई विजए, रयणसंचया रायहाणीति । एवं जह चेव सीयाए महाणईए उत्तरं पासं तह चेव दाहिणिल्लं भाणियव्वं, दाहिणिल्लसीयामुहवणाइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જેબૂદ્વીપના મહાવિદેહક્ષેત્રમાં વત્સ નામની વિજય ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ ! જંબુદ્વીપના મહાવિદેહક્ષેત્રમાં નિષધ વર્ષધર પર્વતની ઉત્તરમાં, સીતા મહાનદીની દક્ષિણમાં, દક્ષિણી સીતામુખ વનની પશ્ચિમમાં, ત્રિકૂટ વક્ષસ્કાર પર્વતની પૂર્વમાં વત્સ નામની વિજય આવેલી છે. તેનું વર્ણન પૂર્વવતુ છે. તેની સીમા નામની રાજધાની છે અર્થાત્ દક્ષિણવર્તી સીતામુખ વન પછી પશ્ચિમમાં સુસીમા રાજધાનીથી યુક્ત પ્રથમ વત્સ નામની વિજય છે અને તે વિજય પછી ત્રિકૂટ નામનો વક્ષસ્કાર પર્વત છે.
ગાથાર્થ :- વક્ષસ્કાર પર્વત પછી કંડલા રાજધાનીથી યુક્ત સંવત્સ નામે બીજી વિજય છે અને તે વિજય પછી તત્તજલા નામની મહાનદી(અંતર નદી) છે. તે અંતર નદી પછી અપરાજિત રાજધાનીથી યુક્ત મહાવત્સ નામની ત્રીજી વિજય છે અને તે વિજય પછી વૈશ્રમણ કૂટ નામનો વક્ષસ્કાર પર્વત છે. તે વક્ષસ્કાર પર્વત પછી પ્રભંકરા રાજધાનીથી યુક્ત વત્સાવતી નામની ચોથી વિજય છે અને તે વિજય પછી મરજલા નામની મહાનદી(અંતર નદી) છે.
તે અંતર નદી પછી અંકાવતી રાજધાનીથી યુક્ત રમ્ય નામની પાંચમી વિજય છે અને તે વિજય પછી અંજન નામે વક્ષસ્કાર પર્વત છે. તે વક્ષસ્કાર પર્વત પછી પદ્માવતી રાજધાનીથી યુક્ત રમ્યક નામની છઠ્ઠી વિજય છે અને તે વિજય પછી ઉન્મત્તજલા નામની અંતર નદી છે. તે અંતર નદી પછી શુભા રાજધાનીથી યુક્ત રમણીય નામની સાતમી વિજય છે અને તે પછી માતંજન નામનો વક્ષસ્કાર પર્વત છે. તે વક્ષસ્કાર પર્વત પછી રત્નસંચયા રાજધાનીથી યુક્ત મંગલાવતી નામની આઠમી વિજય છે.
આ રીતે સીતા મહાનદીની ઉત્તર ભાગનું જે વર્ણન છે, તે જ પ્રમાણે આ દક્ષિણ ભાગનું દક્ષિણી સીતામુખ વનથી પ્રારંભ કરીને સર્વ વર્ણન કહેવું જોઈએ. १४५ इमे वक्खार कूडा, तं जहा- तिउडे, वेसमण कूडे, अंजणे, मायंजणे । ભાવાર્થ - વક્ષસ્કાર કૂટના નામ આ પ્રમાણે છે- (૧) ત્રિકૂટ (૨) વૈશ્રમણકૂટ (૩) અંજનકૂટ (૪) માતંજનકૂટ. १४६ इमा महाणईओ, तं जहा- तत्तजला, मत्तजला, उम्मत्तजला । ભાવાર્થ :- અંતર નદીઓના નામ આ પ્રમાણે છે– (૧) તખુજલા (૨) મત્તલા (૩) ઉન્મતજલા.