________________
તેમાં પણ ઉપર બેઠેલા ગોળાકાર મેપર્વતની ચારેય બાજુ પરમાણુ પુદ્ગલોની વર્ગણાઓ એક લાખ યોજન પર્યત ગોઠવાઈને ધરતીના રૂપમાં આકારિત બની છે. તે ધરતીના છેડે તે વર્ગણાઓ ઉપર ઊભરાતી-ઊભરાતી ગવાક્ષજાળી સહિત જિલ્લાના રૂપમાં આકારિત થયેલી છે.
તેના ઉપર પદ્મવર વેદિકા(પાળી), વનખંડ ઈત્યાદિ રચનારૂપ પુદ્ગલોનો દ્રવ્યાનુયોગ રચાઈ ગયેલો છે.
પુદ્ગલોની આ કુદરતી રચનાઓ જેટલા આકાશને અવગાહીને રહે છે, તેને માનવો ક્ષેત્ર કહે છે. જંબૂદ્વીપમાં ૧૯૦ ખંડ ગોઠવાયેલા છે. તેમાનો એક ખંડ-વિભાગ ભરત ક્ષેત્રનો છે. તેના દ્વારા ક્ષેત્રાનુયોગ, તે સર્વની લંબાઈ આદિ માપ બતાવતા ગણિતાનુયોગ પ્રગટ કર્યો છે, પુદ્ગલ પ્રચયનું વર્ણન કરતાં, તેના વર્ણાદિગુણો, પર્વત, ભરત ક્ષેત્રાદિના વૃક્ષમાં કેવી રીતે રહ્યા છે, તેનું કથન કરી ભાવાનુયોગ અને તેની સ્થિતિ પ્રગટ કરી કાલાનુયોગનું કથન કર્યું છે. આ રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આ ચાર અનુયોગથી પ્રગટ થતાં જેબૂદ્વીપના પુદ્ગલો પ્રથમ વક્ષસ્કારની ધરતી બની શોભી રહ્યા છે.
અમારા પુદ્ગલોના માલથી શરીર બનાવતા શરીરધારીઓને પુગલો પોતાની ગોદમાં રાખે છે અને ચારે ગતિમાં લઈ જઈને અમારા પુદ્ગલ સામ્રાજ્યના રહેલા ધરતી, કિલ્લા, પર્વત ઉપર રમાડે છે. દેવગતિમાં લઈ જઈને પદ્મવરવેદિકા, વનખંડ, ભરતક્ષેત્ર, વૈતાઢય પર્વત, ગંગા-સિંધુ નદીના રમણીય સ્થાનમાં ફેરવે છે અને પર્વત, ગુફા, નદીઓના અધિષ્ઠાતા દેવ બનાવી ત્યાં ગોઠવી દે છે. અમારા માલમાંથી જ બનાવેલા ઝરૂખા, કૂટ, ઝરણા, કહ, શ્રેણી રૂપ નગરો, મહેલો, પ્રાસાદો વગેરે વિભિન્ન રમણીય સ્થાનોમાં ક્રીડા કરાવે છે અને તેઓને મારા કાળ નામના મિત્રના હાથમાં સોપી દે છે તે કાળ મિત્ર તેને એક પલ્યોપમાદિ કાળ મર્યાદા સુધી જીવન વ્યતીત કરાવે છે.
જે જીવો અમારા માલનો સંગ કનિષ્ઠ રૂપે કરે છે, તેને તેઓ નરક, તિર્યંચના કનિષ્ઠ સ્થાનમાં લઈ જાય છે અને કર્કશ-ઉષ્ણાદિ રૂપ બનાવી રાખેલા ત્યાંના પુગલો ઉપર ખેલકૂદ કરાવે છે.
જે લોકો અમારા માલનો શ્રેષ્ઠરૂપે સંગ કરે છે તેને તેઓ મનુષ્યાદિ સ્થાનમાં