________________
( 5.
પોતાનું સ્વરૂપ ભૂલી પૌદ્ગલિક વૈભવમાં પોતાનું સુખ-દુઃખ માની બેઠા છે અને તેથી જ તે સંસારી કહેવાય છે. સંસારી જીવ સ્વપુરુષાર્થથી આ પુલોને ગ્રહણ કરે છે, તે કર્મ કહેવાય છે અને કર્મ સંયોગે, પુદ્ગલ સહાયે જીવ શરીર બનાવે છે. આવા શરીરધારી જીવો લોકમાં ઠસોઠસ ભર્યા છે.
આ પ્રમાણે વાર્તાલાપ કરતાં જ્ઞાની ભગવંતોએ આ સૂત્રમાં પુદ્ગલને મુખ્ય કરી, દ્વીપ સમુદ્રનું જ્ઞાન કરાવી, ચેતન્ય સ્વરૂપી જીવને પરથી પરાંગમુખ કરાવી, સ્વ સન્મુખ કરવા માટે ઉપદેશ આપ્યો છે. લોકમાં પુગલ સ્કંધો જ્યાં-જ્યાં ગોઠવાયા છે, તેનું નાનકડું સેમ્પલ જંબૂદ્વીપના વર્ણનના માધ્યમે પ્રગટ કર્યું છે. અશુભ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ યુક્ત પુદ્ગલનો પ્રચય નીચે ઊતરતો જાય છે, તેને અધોલોક કહે છે. શુભ વર્ણાદિ યુક્ત પુગલ પ્રચયો ઉપર ઊભરતા જાય છે તેને ઊર્ધ્વલોક કહે છે. તે બંને લોકની મધ્યમાં જે પુલ પ્રચય ઊભરતો-ઊભરતો એક લાખ યોજન પર્વત ઉપર ઊભરેલો છે તેને મેરુ પર્વત કહે છે. તે મેરુ પર્વત સર્વની મધ્યમાં છે. તેને ફરતો જંબૂદ્વીપ છે. ચાલો, આપણે જંબૂદ્વીપની યાત્રાનો પ્રારંભ કરીએ. પ્રથમ વક્ષસ્કાર – આપણું માનસપક્ષી ઊડીને મધ્યલોકના મધ્યભાગમાં નીચે ઉતરી ગયું. જંબૂદ્વીપનો આછેરો ખ્યાલ લેવા માટે તેમણે સીધા પુદ્ગલપ્રચય રાજાનો સંપર્ક સાધ્યો અને પ્રશ્ન કર્યો– આપના દેશમાં કયો માલ પ્રચુર પ્રમાણમાં થાય છે? તેનો ઉપયોગ ક્યાં, કેટલા પ્રમાણમાં થાય છે? જુલપ્રચય રાજાએ ઉત્તર આપ્યો- અમારા રાજ્યમાં પૌદ્ગલિક સામગ્રીનો વૈભવ પ્રચુર પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. તે આખા જગતને લાલાયિત કરી આંદોલિત કરી દે છે. અમારો માલ એકેન્દ્રિય જીવો ગ્રહણ કરે છે, તે નાના નાના શરીરો બનાવી અખિલ વિશ્વમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના રૂપમાં વિકાસ પામી જન્મ-મરણ કરતા રહે છે. અમારા માલથી જ પૃથ્વીકાયના જીવો જંબૂદ્વીપના પર્વતો, ક્ષેત્રો બનાવે છે. અપકાયના જીવો નદીઓ, તળાવો બનાવે છે. અમારા માલની ખૂબી એ છે કે તેની પર્યાયો બદલાય છે. પણ તેનો કદી વિનાશ થતો નથી. દ્રવ્યના રૂપમાં અમારું અસ્તિત્વ કાયમ રાખીને સ્કંધરૂપ વિભાવમાં પરિણત થતાં અમારા માલના આધારે જ તેઓ બધા ક્ષેત્રાદિ રચે છે. તે પૈકીનો આ જંબૂદ્વીપ પણ ત્રણ પ્રકારના પુદ્ગલ સ્કંધોથી આકાર પામે છે.