________________
30%
શ્રી જંબુઢીપ પ્રાપ્તિ સૂત્ર
માલ્યવંતકૂટ, ઉત્તરકુરુકૂટ અને કચ્છકૂટની દિશાઓ અને પ્રમાણ આદિ સિદ્ધાયતન કૂટ પ્રમાણે જાણવા કૂટોના નામ વાળા દેવ તેના ઉપર નિવાસ કરે છે. १०८ कहि णं भंते ! मालवंते सागरकूडे णामं कूडे पण्णत्ते ?
गोयमा ! कच्छकूडस्स उत्तरपुरस्थिमेणं, रययकूडस्स दाहिणेणं, एत्थ णं सागरकूडे णामं कूडे पण्णत्ते- पंच जोयणसयाई उड्टुं उच्चत्तेणं, अवसिटुं तं चेव, सुभोगा देवी, रायहाणी उत्तरपुरस्थिमेणं । रययकूडे भोगमालिणी देवी, रायहाणी उत्तरपुरथिमेणं । अवसिट्ठा कूडा उत्तरदाहिणेणं णेयव्वा एक्केणं पमाणेणं । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! માલ્યવંત વક્ષસ્કાર પર્વત ઉપર સાગર નામનું કૂટ ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! કચ્છકૂટના ઉત્તરપૂર્વમાં અને રજતકૂટની દક્ષિણમાં સાગર નામનું કૂટ છે. તે પાંચસો યોજન ઊંચું છે. શેષ વર્ણન પૂર્વવતુ જાણવું. ત્યાં સુભોગા નામની દેવી નિવાસ કરે છે. ઉત્તર પૂર્વમાં તેની રાજધાની છે. રજતકૂટ ઉપર ભોગમાલિની નામની દેવી નિવાસ કરે છે. ઉત્તરપૂર્વમાં તેની રાજધાની છે. શેષ કૂટ એક સમાન પ્રમાણવાળા અને ઉત્તર-દક્ષિણ શ્રેણી રૂપે રહેલા છે. १०९ कहि णं भंते ! मालवंते हरिस्सहकूडे णामं कूडे पण्णत्ते ?
गोयमा! पुण्णभद्दस्स उत्तरेणं, णीलवंतस्स दाहिणेणं, एत्थ णं हरिस्सहकूडे णामं कूडे पण्णत्ते । एगं जोयणसहस्सं उड्डे उच्चत्तेणं, जमगपमाणेणं णेयव्वं। रायहाणी उत्तरेणं असंखेज्जेदीवे अण्णंमिजंबुद्दीवेदीवे उत्तरेणं बारस जोयणसहस्साई
ओगाहित्ता, एत्थणं हरिस्सहस्स देवस्स हरिस्सहाणामं रायहाणी पण्णत्ता-चउरासीई जोयणसहस्साई आयामविक्खंभेणं, बे जोयणसयसहस्साइं पण्णष्टुिं च सहस्साई छच्च छत्तीसे जोयणसए परिक्खेवेणं, सेसं जहा चमरचंचाए रायहाणीए तहा पमाणं भाणियव्वं जाव सासए णामधेज्जे। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! માલ્યવંત વક્ષસ્કાર પર્વત પર હરિસ્સહ નામનું કૂટ ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! પૂર્ણભદ્ર ફૂટની ઉત્તરમાં, નીલવાન પર્વતની દક્ષિણમાં, હરિસ્સહ નામનું કૂટ છે. તે એક હજાર યોજન ઊંચું છે. તેની લંબાઈ, પહોળાઈ આદિ યમક પર્વતની સમાન છે. મંદિર પર્વતની ઉત્તરમાં અસંખ્ય દ્વીપ-સમુદ્રો પછી બીજા જંબુદ્વીપમાં બાર હજાર યોજન અંદર હરિસ્સહદેવની હરિસ્સહા नामनी २।४धानी छ.८४,०००(योर्यासी ॥२) योन inी-पडोणी छे. तेनी परिविदा પાંસઠ હજાર, છસો છત્રીસ (૨,૫,૩૬) યોજન છે. તે ઋદ્ધિમય અને ધુતિમય છે. તેનું શેષ વર્ણન ચમરેન્દ્રની ચમચંચા નામની રાજધાનીની સમાન જાણવું યાવતુ હરિસ્સહ એ નામ નિત્ય અને શાશ્વત છે.