SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથો વક્ષસ્કાર [ ૩૦૩ ] १०५ से केणटेणं भंते! एवं वुच्चइ उत्तरकुरा, उत्तरकुरा ? । गोयमा! उत्तरकुराए उत्तरकुरूणामं देवे परिवसइ-महिड्डीए जावपलिओवमटिइ, से तेणट्टेणं गोयमा! एवं वुच्चइ उत्तरकुरा-उत्तरकुरा । अदुत्तरं च णं जावणिच्चे सासए ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ઉત્તરકુરુક્ષેત્રને ઉત્તરકુરુક્ષેત્ર કહેવાનું શું કારણ છે? ઉત્તર- હે ગૌતમ ! ઉત્તરકુરુક્ષેત્રમાં ઉત્તરકુરુ નામના પરમ ઋદ્ધિશાળી, એક પલ્યોપમના આયુષ્યવાળા દેવ નિવાસ કરે છે. હે ગૌતમ! તેથી તે ક્ષેત્ર ઉત્તરકુરુ કહેવાય છે અથવા ઉત્તરકુરુ એવું નામ શાશ્વત છે યાવતું નિત્ય છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં સર્વ વૃક્ષ શિરોમણિ એવા જંબૂસુદર્શના નામના વૃક્ષનું વર્ણન છે. જંબૂ પીઠ, મણિપીઠિકા અને જબૂવૃક્ષ - ઉત્તરકુરુ ક્ષેત્રમાં ઊંધા સરાવલા (કોડીયા)ના આકારનો જિંબૂવૃક્ષનો ઓટલો છે. તેના ઉપર જંબૂવૃક્ષના આસન જેવી જે વૃક્ષ મણિમય મણિપીઠિકા છે. આ મણિપીઠિકા ઉપર જંબૂવૃક્ષ સ્થાપિત છે. આ જંબૂવૃક્ષ પૃથ્વીમય છે, સુવર્ણ રત્ન અને મણિમય છે. જંબૂવૃક્ષ વૃક્ષ હોવા છતાં વનસ્પતિકાયમય નથી. તે વૃક્ષનો આકાર પણ એકદમ વૃક્ષ સંદશ નથી. સામાન્ય માનવીને ઉપલક દષ્ટિ એ તો પહાડ રૂપ જ લાગે, તેમ છતાં તે વૃક્ષની સમાન આકારવાળું હોવાથી જંબૂવૃક્ષ કહેવાય છે. જંબૂવૃક્ષની પૂર્વાદિ ચાર શાખામાંથી પૂર્વી શાખા ઉપર અનાદત દેવનું ભવન છે અને શેષ ત્રણ શાખાઓ ઉપર ક ાપ્રાસાદ છે. છે' V * બૂ પી ઠ - - - - - - - - અહીં ભવન અને પ્રાસાદમાં તફાવત નથી. સામાન્ય રૂપે જેની લંબાઈ-પહોળાઈ વિષમ હોય તેને ભવન અને લંબાઈ-પહોળાઈ સમાન હોય તેને પ્રાસાદ કહેવામાં આવે છે. પરંતુ અહીં પ્રાસાદો પણ ભવનની જેમ વિષમ લંબાઈ-પહોળાઈવાળા હોય છે તેમ સમજવું. જબક્ષની ઊંચાઈ:- જંબૂવૃક્ષ જમીનમાં ૨ ગાઉ ઊંડું + થડ ૨ યોજન ઊંચું + વિડિમા-મુખ્ય શાખા ૬ યોજન ઊંચી છે = આ રીતે જંબૂવૃક્ષ કુલ ૮ યોજન અને ૨ ગાઉ એટલે કે સાડા આઠ ૮ યોજન ઊંચું છે.
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy