________________
૨૮૮
શ્રી જંબુદ્વીપ પ્રશપ્તિ સૂત્ર
ઉત્તર- હે ગૌતમ ! મંદરપર્વતના ઉત્તર પશ્ચિમમાં, ગંધમાદન કૂટના દક્ષિણપૂર્વમાં ગંધમાદન વક્ષસ્કાર પર્વત ઉપર સિદ્ધાયતન ફૂટ છે. કૂટનું પ્રમાણ ચુલ્લહિમવંત પર્વતના સિદ્ધાયતન કૂટની સમાન જાણવું.
મંદર પર્વતની વાયવ્ય દિશામાં સિદ્ધાયતન કૂટ છે. સિદ્ધાયતન કૂટની વાયવ્ય દિશામાં ગંધમાદન કૂટ છે. ગંધમાદન કૂટની વાયવ્ય દિશામાં ગંધિલાવતી કૂટ છે. ગંધિલાવતી કૂટની વાયવ્ય દિશામાં અને સ્ફટિક ફૂટની દક્ષિણ દિશામાં ઉત્તરકુરુ કૂટ છે. આ રીતે પ્રથમ ત્રણ ફૂટ વિદિશામાં છે.
ચોથું કૂટ ત્રીજા કૂટની વાયવ્ય દિશામાં અને પાંચમાં કૂટની દક્ષિણમાં છે. શેષ ત્રણ કૂટ ઉત્તર દક્ષિણ શ્રેણીમાં છે. યથા– ઉત્તરકુરુકૂટની ઉત્તર દિશામાં અને લોહિતાક્ષ કૂટની દક્ષિણ દિશામાં સ્ફટિક કૂટ છે. સ્ફટિક ફૂટની ઉત્તર દિશામાં અને આનંદ કૂટની દક્ષિણ દિશામાં લોહિતાક્ષ કૂટ છે. લોહિતાક્ષ કૂટની ઉત્તરમાં અંતિમ આનંદ લૂટ છે.
સ્ફટિક અને લોહિતાક્ષ કૂટ ઉપર ભોગંકરા અને ભોગવતી નામની બે દેવીઓ નિવાસ કરે છે. શેષ કૂટો ઉપર કૂટની સમાન નામવાળા દેવો નિવાસ કરે છે. છ એ કૂટો ઉપર અધિષ્ઠાયક દેવોના ઉત્તમ પ્રાસાદ છે અને વિદિશાઓમાં તેની રાજધાનીઓ છે.
८२ से केणटेणं भंते ! एवं वुच्चइ गंधमायणे वक्खारपव्वए गंधमायणे वक्खारપવ્યા ?
गोयमा ! गंधमायणस्सणं वक्खारपव्वयस्स गंधे से जहाणामए कोट्ठपुडाणं वा जाव पीसिज्जमाणाण वा उक्किरिज्जमाणाण वा विकिरिज्जमाणाण वा पुरिभुज्जमाणाण वा जाव ओराला मणुण्णा मणामा गंधा अभिणिस्सवंति ।
भवे एयारूवे ? णो इणढे समढे, गंधमायणस्स णं इतो इट्ठतराए चेव जाव मणाभिरामतराए गंधे पण्णत्ते । से एएणडेणं गोयमा ! एवं वुच्चइ गंधमायणे वक्खारपव्वए, गंधमायणे वक्खारपव्वए । गंधमायणे अ इत्थ देवे महिड्डीए परिवसइ। अदुत्तरं च णं सासए णामधिज्जे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ગંધમાદન વક્ષસ્કાર પર્વતને, ગંધમાદન વક્ષસ્કાર પર્વત કહેવાનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ! ગંધમાદન વક્ષસ્કાર પર્વતમાંથી પીસેલા, કૂટેલા, વીખેરેલા (એક વાસણમાંથી બીજા વાસણમાં નાખેલા, ઉછાળેલા) કોઠા અને તગરમાંથી નીકળતી સુંગધ જેવી ઉત્તમ, મનોજ્ઞ, મનોરમ સુગંધ નીકળે છે.
પ્રશ્ન- હે ભગવન્! શું તે સુગંધ તગરાદિ જેવી જ હોય છે?