________________
ચોથો વક્ષસ્કાર
૨૮૭
ઉત્તર- હે ગૌતમ!નીલવાન વર્ષધરપર્વતની દક્ષિણમાં, મંદરપર્વતની વાયવ્ય દિશામાં, ગંધિલાવતી વિજયની પૂર્વમાં અને ઉત્તરકુરુક્ષેત્રની પશ્ચિમમાં મહાવિદેહક્ષેત્રની અંદર ગંધમાદન નામનો વક્ષસ્કાર પર્વત છે.
તે ઉત્તરદક્ષિણ લાંબો અને પૂર્વપશ્ચિમ પહોળો છે. તેની લંબાઈ ત્રીસ હજાર બસો નવ યોજન અને છ કળા (૩૦,૨૦૯ યો.) છે. તે નીલવાન વર્ષધર પર્વતની પાસે ૪00 યોજન ઊંચો, ૪૦૦ ગાઉ જમીનમાં ઊંડો, ૫00 યોજન પહોળો છે. ત્યાર પછી ક્રમશઃ તેની ઊંચાઈ અને ઊંડાઈ વધતી જાય છે, પહોળાઈ ઘટતી જાય છે. આ પ્રમાણે તે મંદર પર્વતની પાસે ૫00 યોજન ઊંચો ૫૦૦ ગાઉ ઊંડો થઈ જાય છે અને તેની પહોળાઈ અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી રહે છે. તેનો આકાર હાથીના દાંત જેવો છે. તે સંપૂર્ણ રત્નમય છે, સ્વચ્છ અને સ્નિગ્ધ છે ભાવતું મનોહર છે. તે બંને બાજુએ બે પદ્મવરવેદિકાઓ અને બે વનખંડથી ઘેરાયેલો છે.
ગંધમાદન વક્ષસ્કાર પર્વતની ઉપર ઘણો સમતલ, સુંદર ભૂમિભાગ છે. તેનાં શિખરો ઉપર ઠેકઠેકાણે અનેક દેવ-દેવીઓ નિવાસ કરે છે. ८० गंधमायणे णं वक्खारपव्वए कइ कूडा पण्णता ?
गोयमा! सत्त कूडा पण्णत्ता, तं जहा- सिद्धाययणकूडे, गंधमायणकूडे, गंधिलावईकूडे, उत्तरकुरुकूडे, फलिहकूडे, लोहियक्खकूडे, आणंदकूडे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ગંધમાદન વક્ષસ્કાર પર્વત ઉપર કેટલા કૂટ છે?
ઉત્તર-હે ગૌતમ ! તેના સાત ફૂટ છે– (૧) સિદ્ધાયતન ફૂટ, (૨) ગંધમાદન કૂટ, (૩) ગંધિલાવતી ફૂટ, (૪) ઉત્તરકુરુ કૂટ, (૫) સ્ફટિક ફૂટ, (૬) લોહિતાક્ષ ફૂટ અને (૭) આનંદ લૂટ. ८१ कहि णं भंते ! गंधमायणे वक्खारपव्वए सिद्धाययणकूडे णामं कूडे पण्णत्ते?
गोयमा ! मंदरस्स पव्वयस्स उत्तरपच्चत्थिमेणं, गंधमायणकूडस्स दाहिणपुरथिमेणं, एत्थ णं गंधमायणे वक्खारपव्वए सिद्धाययणकूडे णामं कूडे पण्णत्ते । जंचेव चुल्लहिमवंते सिद्धाययणकूडस्स पमाणं तं चेव एएसि सव्वेसि भाणियव्वं। एवं चेव विदिसाहिं तिण्णि कुडा भाणियव्वा !
चउत्थेतइयस्स उत्तरपच्चत्थिमेणं पंचमस्स दाहिणेणं, सेसा उत्तरदाहिणेणं। फलिह-लोहियक्खेसु भोगंकरा-भोगवईओ दो देवियाओ, सेसेसु सरिसणामया देवा। छसु वि पासायवर्डेसगा रायहाणीओ विदिसासु। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ગંધમાદન વક્ષસ્કાર પર્વત ઉપર સિદ્ધાયતન કૂટ ક્યાં છે?