________________
૨૭૮]
શ્રી જંબુદ્વીપ પ્રશપ્તિ સૂત્ર
ભાવાર્થ :- તિછિદ્રહની ચારે બાજુ ત્રણ-ત્રણ પગથિયાવાળી સીડીઓ છે વાવલંબાઈ, પહોળાઈને છોડીને તિઝિંચ્છદ્રહનું સંપૂર્ણ વર્ણન મહાપદ્મદ્રહ જેવું છે. તિગિંછદ્રઢગત પધોની સંખ્યા પદ્મદ્રહ પ્રમાણે જાણવી. દ્રહગત ઉત્પલ, પદ્માદિ તિગિંછદ્રહના વર્ણ, આકાર, પ્રભા જેવા જ છે. આ દ્રહગત કમળ ઉપર પરમ ઋદ્ધિશાલિની, એક પલ્યોપમના આયુષ્યવાળી ધૃતિ નામની દેવી નિવાસ કરે છે. તેમાં રહેલાં કમળ આદિનો વર્ણ, પ્રભા વગેરે તિગિંછ- પરિમલ, પુષ્પરજ જેવાં છે. તેથી તે દ્રહ તિગિંચ્છદ્રહ કહેવાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં નિષધ પર્વત પરના તિગિંછ દ્રહનું વર્ણન છે. તિગિંછ દ્રહનું અને તેના કમળનું માપ મહાપાદ્રહથી બમણું છે. દ્રહગત કમળવલયો આદિ શેષ વર્ણન પદ્મદ્રહ પ્રમાણે જાણવું. હરિ, સીતોદા નદી - ६६ तस्स णं तिगिछिद्दहस्स दाहिणिल्लेणं तोरणेणं हरिमहाणई पवूढा समाणी सत्त जोयणसहस्साई चत्तारि य एकवीसे जोयणसए एगं च एगूणवीसइभागंजोयणस्स दाहिणाभिमुही पव्वएणं गंता महया घडमुहवित्तिएणं मुत्तावलिहारसंठिएणं साइरेगचउजोयणसइएणं पवाएणं पवडइ । एवं जा चेव हरिकताए वत्तव्वया सा चेव हरीए विणेयव्वा । जिब्भियाए, कुंडस्स, दीवस्स, भवणस्स तं चेव पमाणं अट्ठोवि भाणियव्वो जाव अहे जगई दालइत्ता छप्पण्णाए सलिलासहस्सेहिं समग्गा पुरत्थिमं लवणसमुदं समप्पेइ । तं चेव पवहे य मुहमूले य पमाणं उव्वेहो य जो हरिकताए जाव वणसंङसंपरिक्खित्ता । ભાવાર્થ :- તિગિંછદ્રહના દક્ષિણી તોરણ(દ્વાર)થી હરિ-હરિસલિલા નામની મહાનદી પ્રવાહિત થઈને, પર્વત ઉપર દક્ષિણમાં સાત હજાર ચારસો એકવીસ યોજન અને એક કળા (૭,૪૨૧ યો.) વહે છે અને તત્પશ્ચાત્ ઘડાના મુખમાંથી નીકળતા પાણીના પ્રવાહની જેમ સાધિક 800 યોજન ઉપરથી ધોધરૂપે મુક્તાવલી હારના આકારે નીચે પડે છે.
શેષ સર્વ વર્ણન હરિકતા મહાનદીની સમાન જાણવું. તેની જિહિકા, કુંડ, દ્વીપ અને ભવનનું માપ વગેરે પણ તે પ્રમાણે જ જાણવું. વાવત જંબુદ્વીપની ગતીને નીચેથી ભેદીને, પદ,૦૦૦ નદીઓથી પરિપૂર્ણ એવી તે મહાનદી પૂર્વી લવણસમુદ્રમાં મળે છે. તેના પ્રવાહ-ઉગમસ્થાન, મુખમૂળ-સમુદ્રમાં મળવું અને ઊંડાઈનું પ્રમાણ વગેરે સર્વ કથન હરિકતા મહાનદીની સમાન છે. યાવતું તે પદ્મવરવેદિકા અને વનખંડથી ઘેરાયેલી છે. | ६७ तस्सणं तिगिंछिद्दहस्स उत्तरिल्लेणं तोरणेणं सीओदा महाणई पवूढा समाणी