________________
૨૭૨ ]
શ્રી જબલીપ પ્રજ્ઞપ્તિ સત્ર
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મહાહિમવંત વર્ષધર પર્વત ઉપર કેટલા કૂટ છે?
ઉત્તર- હે ગૌતમ! મહાહિમવંત વર્ષધર પર્વત ઉપર આઠ ફૂટ છે, જેમ કે– (૧) સિદ્ધાયતનકૂટ (૨) મહાહિમવંતકૂટ, (૩) હેમવતકૂટ, (૪) રોહિતકૂટ, (૫) હી કૂટ, (૬) હરિકંતાકૂટ, (૭) હરિવર્ણકૂટ, (૮) વૈડૂર્યકૂટ. તે કૂટોનું વર્ણન ચલહિમવંત પર્વતના કૂટો પ્રમાણે જાણવું.
५८ से केणटेणं भंते ! एवं वुच्चइ महाहिमवंते वासहरपव्वए, महाहिमवंते वासहरपव्वए?
गोयमा ! महाहिमवंते णं वासहरपव्वए चुल्लहिमवंतं वासहरपव्वयं पणिहाय आयामुच्चत्तुव्वेह-विक्खम्भपरिक्खेवेणं महंततराए चेव दीहतराए चेव । महाहिमवंते य इत्थ देवे महिड्डीए जाव पलिओवमट्ठिइए परिवसइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આ મહાહિમવંત વર્ષધર પર્વતને મહાહિમવંત વર્ષધર પર્વત કહેવાનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ! મહાહિમવંત વર્ષધર પર્વત, ચુલ્લહિમવંત વર્ષધર પર્વતની અપેક્ષાએ લંબાઈ ઊંચાઈ, ઊંડાઈ, પહોળાઈ અને પરિધિમાં મહત્તર અને દીર્ઘતર છે(મોટો છે) તથા પરમ ઋદ્ધિશાળી, એક પલ્યોપમના આયુષ્યવાળા મહાહિમવંત નામના દેવ ત્યાં નિવાસ કરે છે, તેથી તે પર્વતને, મહાહિમવંત વર્ષધર પર્વત કહેવાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મહાહિમવંત પર્વતના ૮ કૂટ-શિખર સંબંધી વર્ણન છે. મહાહિમવંત પર્વત ઉપર પૂર્વ દિશામાં પ્રથમ સિદ્ધાયતનકૂટ છે. તત્પશ્ચાત્ ક્રમશઃ પશ્ચિમ દિશા તરફ એક-એક કૂટ કરતા અંતિમ વૈર્યકૂટ છે.
આ કૂટના માપ, તેના પરના ભવનાદિનું વર્ણન ચલહિમવંત પર્વતના કૂટ સંદેશ જ છે. ચોથા, પાંચમા, છઠ્ઠા કૂટની અધિષ્ઠાયિકા દેવી છે. શેષ કૂટના અધિષ્ઠાયક દેવ છે. હરિવર્ષક્ષેત્ર :५९ कहि णं भंते ! जंबुद्दीवे दीवे हरिवासे णामं वासे पण्णत्ते ?
गोयमा !णिसहस्स वासहरपव्वयस्स दक्खिणेणं, महाहिवंत वासहरपव्वयस्स उत्तरेणं, पुरथिम-लवणसमुहस्स पच्चत्थिमेणं, पच्चत्थिम लवणसमुहस्स पुरथिमेणं, एत्थ णं जंबुद्दीवे दीवे हरिवासे णामं वासे पण्णत्ते । एवं पुरथिमिल्लाए कोडीए