________________
મેળવી સંતુષ્ટ થાય અને પોતાના ઘર તરફ વળે. તેવું તેનું ઉત્તમ લક્ષ છે.
જૈન ધર્મના ભૂગોળ તથા ખગોળશાસ્ત્ર આજના વિજ્ઞાન સાથે મેળ ધરાવતા નથી. જૈન દર્શનના ગણિત પ્રમાણે રોજ બદલાવકો સૂર્ય અને બદલાવકો ચંદ્ર આવે છે અર્થાત્ જે સૂર્ય સોમવારે ઉગે છે તેનો વારો બુધવારે આવે છે અને મંગળવારે જે સૂર્ય ઉગે છે તેનો વારો ગુરુવારે આવે છે. આમ બે સૂર્ય વારાફરતી ઉદયમાન થઈ આકાશમાં ફરતા રહે છે. એવી જ રીતે બે ચંદ્રનું પણ ગણિત છે. જે આજના જગતમાં વૈજ્ઞાનિક મનુષ્યને પચે તેવું નથી. ઉપરાંત આજે વૈજ્ઞાનિકો ઉત્તર ધ્રુવ તરફ છ મહિના રાત્રિ અને છ મહિના દિવસનું કથન કરે છે. તેનો પણ જૈન ગણિતમાં મેળ બેસવો મુશ્કેલ છે. આ જ રીતે ગંગા અને સિંધુ જે બંને મહાન નદીઓ ભરતક્ષેત્રમાં આવે છે તે બે ગુફાઓમાંથી પાર થઈને દક્ષિણ ભરતક્ષેત્રમાં આવે છે. તેવી જેનભૂગોળની માન્યતા છે. જ્યારે આવી ગુફાઓનો પત્તો મેળવવો આજના માનવોની સંકુચિત શક્તિના કારણે મુશ્કેલ નહીં પણ અતિ મુશ્કેલ છે. આવા તો અટપટા કેટલાય પ્રશ્નો ઊભા થાય તેમ છે. માટે અહીં બંધુઓ! જૈનભૂગોળને વિજ્ઞાન સાથે મેળ બેસાડવાની કોશિશ કરવી તે લક્ષહીન વાત જેવું છે કારણ કે જૈન ખગોળ અને ભૂગોળ આધ્યાત્મિક દષ્ટિ ધરાવે છે. જ્યારે વૈજ્ઞાનિકો પ્રત્યક્ષ અને શોધ દષ્ટિ ધરાવે છે અને તેઓની શોધ હજુ ચાલુ જ છે. માટે પવિત્ર જૈન આગમના ભાવોને કેવળીગમ્ય સ્વીકારી, તે ભાવો ઉપર માનવની નાની બુદ્ધિથી ટીકા ટીપ્પણી કરવી તે ઉચિત નથી, તેનું વજન કરવા માટે બુદ્ધિ ચલાવવી તે આપણી જ કુપાત્રતાને પ્રગટ કરવા જેવું છે.
વસ્તુતઃ આજે હજારો વરસથી અસ્મલિત ભાવે આ આગમો જળવાઈ રહ્યા છે અને સમસ્ત આગમોનું એક માત્ર લક્ષ ત્યાગ વૈરાગ્ય છે. એટલે આ આપ્તવાણીમાં જરાપણ કુતર્ક કરવા જેવું નથી. જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ કે તે વિષયને સ્પર્શ કરતા સૂર્ય પ્રજ્ઞપ્તિ કે ચંદ્ર પ્રજ્ઞપ્તિ શાસ્ત્રો ગણિત વિજ્ઞાનના આધારે કેટલું ઉચ્ચકોટિનું રેખાંકન કરે છે તે અધ્યયન કર્તાએ શીખવા જેવું છે.
આપણે ત્યાં ચાર અનુયોગનું વર્ણન આવે છે. (૧) દ્રવ્યાનુયોગ (૨) ગણિતાનુયોગ (૩) ચરણકરણાનુયોગ અને (૪) ધર્મકથાનુયોગ આ બધા અનુયોગ આત્મલક્ષી વીતરાગભાવને પ્રગટ કરવા માટે છે. જેમાં ગણિતાનુયોગનો સમગ્ર વિષય મનુષ્યની બુદ્ધિને સ્થિર કરાવવા માટે છે. તે બધુ ગણિતબદ્ધ છે, સંતુલનમાં રહેલું છે. માટે કર્તુત્વ કે રાગ દ્વેષના પરિણામો છોડવા જોઈએ. સંસારના પદાર્થોનું અસ્તિત્વ સ્વયં પોતાની શક્તિના આધારે છે અને તેનું ગણિત અને માપ તોલ સુનિશ્ચિત છે માટે બધા
$(
27 ,