________________
**
ં કાંઈ ચિંતન કર્યું છે કે સમાધાન મેળવ્યું છે તે પ્રગટ કરી, શાસ્ત્રની પૂજ્યતાને અખંડ જાળવી રાખી અમે વિરમશું અને પાઠકને કેટલું સમાધાન મળ્યું, તે તેના પર છોડી દેશું. શાસ્ત્ર જે કાંઈ ભૌતિક જગતનું વર્ણન કરે છે. તેમાં શાસ્ત્રનો લક્ષ્યાર્થ શું છે ? તે પ્રથમથી જ અધ્યેતાએ સમજી લેવું જોઈએ.
શાસ્ત્રકારનું લક્ષ અને તેમાં પણ ખાસ કરીને, જૈન શાસ્ત્રનું લક્ષ જરા પણ ભૌતિકવાદી નથી. માનસિક વિકલ્પો દૂર કરી, આત્માનો શુદ્ઘ ઉપયોગ પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થાય, એ જ એકમાત્ર લક્ષ રહ્યું છે. આ લક્ષને સિદ્ધ કરવા માટે બુદ્ધિને છૂટ્ટી મુકી શકાતી નથી. પરંતુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવે બૌદ્ધિક સમાધાન થયા પછી બુદ્ધિ વ્યવહાર ક્ષેત્રથી વેગળી થઈ શુદ્ધ લક્ષ પ્રત્યે વળે છે. જેને જૈન શાસ્ત્રોમાં ધ્યાનયોગ કહેવામાં આવ્યો છે. જ્ઞાન અને ધ્યાન આ બંને ઉપાસનાની મુખ્ય બે બાજુઓ છે. જ્ઞાનમાં વિસ્તાર છે જ્યારે ધ્યાનમાં સંકોચ છે. જ્ઞાનમાં જાણવાનું છે જ્યારે ધ્યાનમાં ભૂલવાનું છે. જ્ઞાન વિશેષ પ્રત્યે વળે છે જ્યારે ધ્યાન સામાન્ય તત્ત્વનો સ્પર્શ કરે છે. અનેક અંશોને સ્પર્શ કર્યા પછી જ્ઞાન પાછું વળે છે અને ધ્યાનમાં પરિણત થાય છે અર્થાત્ એક તત્ત્વ ઉપર આવીને સ્થિર થાય છે.
જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિમાં જૈન શાસ્ત્રકારોએ ક્ષેત્ર સંબંધી અને આકાશીય ગ્રહો સંબંધી સુવ્યવસ્થિત ઘટમાળનું પ્રદર્શન કરી, બુદ્ધિને પૂરો ક્ષેત્રીય ખોરાક આપી દીધો અને આ ક્ષેત્રીય હિસાબ કિતાબ એટલો બધો સચોટ તથા ગણિતબદ્ધ કે જેમાં જોમેટ્રીના બધા સિદ્ધાંતો સમાવિષ્ટ થયેલા છે.
ભગવાન મહાવીરે વૈજ્ઞાનિક ઢંગથી પૂરેપૂરા હિસાબ સાથે જંબૂઢીપની પરિધિનું માપ આપ્યું છે, તે જોમેટ્રીના સિદ્ધાંત પ્રમાણે બરાબર ઠીક ઉતરે છે.
જંબુદ્રીપ પૂર્ણિમાના ચંદ્ર જેવો ગોળ છે. તેનો વ્યાસ એક લાખ યોજનનો છે અને તેની પરિધિ ૩, ૧૬, ૨૨૭ યોજન, ૩ ગાઉ, ૧૨૮ ધનુષ્ય, ૧૩ા આંગુલ, ૫ જવ, ૧જૂ, ૧ લીંખ, ૬ વાલાગ્ર અને ૧ વ્યવહાર પરમાણું જેટલી છે.
જૈન શાસ્ત્રનું આ આખું વર્ણન ધ્યાનયોગને સ્થિર કરવા માટે છે અને અધ્યેતાની બુદ્ધિ સૂક્ષ્મ અને ગણિત બદ્ધ થાય તેમજ તત્ત્વદર્શી બને તે લક્ષે કરવામાં આવ્યું છે. તેમાં નદીઓ, પહાડો અને વનખંડો વગેરેના અતિ રમણીય અને વાસનાઓથી મનને મુક્ત કરે તેવા ભવ્ય વર્ણનો છે. આ બધા વર્ણનો કોઈ માણસને યાત્રા કરવા માટે કે બીજા પ્રદેશની ધન સામગ્રીને ખેંચી લાવવા માટે નથી પરંતુ માનવની બુદ્ધિ ક્ષેત્રીય સમાધાન
400
AB
26