________________
ચોથો વક્ષસ્કાર
૨૫૭
મણિ–રત્નોના કારણે તે અદ્ભુત લાગે છે. પવનથી લહેરાતી વિજય વૈજયંતીઓ-વિજયસૂચક ધ્વજાઓ, પતાકાઓ, છત્રો અને અતિછત્રોથી અતીવ સુંદર દેખાય છે. તેના શિખરો જાણે ગગનતલનું ઉલ્લંઘન કરતાં હોય તેમ ઊંચા છે. જાલાન્તરગત રત્નસમુદાયના કારણે જાણે તે પ્રાસાદે પોતાના નેત્રો ખોલ્યા હોય તેવો દેખાય છે. તેની સ્તુપિકાઓ-નાના શિખરો, નાના ઘુમ્મટો મણિ અને રત્નમય છે. તે પ્રાસાદના શિખરો વિકસિત શતપત્ર પુંડરીક કમળો, તિલક અને અર્ધચંદ્રના ચિત્રથી ચિત્રિત છે. તે પ્રાસાદ મણિમાળ
ઓથી અલંકૃત છે. તેની અંદર અને બહારની દિવાલો વજ-સુવર્ણમયી સ્નિગ્ધ રેતીથી આચ્છાદિત છે. તે સુખપ્રદ સ્પર્શવાળો, સશ્રીક-શોભાયુક્ત, આનંદપ્રદ વાવનું મનોહર છે. તે પ્રાસાદાવર્તાસકમાં સમતલ અને રમણીય ભૂમિભાગ સિંહાસન વગેરેનું વર્ણન પૂર્વવત્ જાણવું. ३४ से केणटेणं भंते ! एवं वुच्चइ चुल्लहिमवंतकूडे चुल्लहिमवंतकूडे ?
गोयमा ! चुल्लहिमवंते णामं देवे महिड्डिए जाव परिवसइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે ચુલ્લહિમવંત ફૂટને ચુલ્લહિમવંત કૂટ કહેવાનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ! પરમ ઋદ્ધિશાળી ચુલ્લહિમવંત નામના દેવ ત્યાં નિવાસ કરે છે. તેથી તે કૂટ ચુહિમવંત કૂટ કહેવાય છે. |३५ कहिं णं भंते ! चुल्लहिमवंतगिरिकुमारस्स देवस्स चुल्लहिमवंता णामं रायाहाणी पण्णत्ता?
गोयमा ! चुल्लहिमवंतकूडस्स दक्खिणेणं तिरियमसंखेज्जे दीवसमुद्दे वीइवईत्ता अण्णं जंबुद्दीवं दीवं दक्खिणेणं बारस जोयणसहस्साइं ओगाहित्ता, ए त्थ णं चुल्लहिमवंतगिरिकुमारस्स देवस्स चुल्लहिमवंता णामं रायहाणी पण्णत्ता, बारस जोयणसहस्साइं आयामविक्खंभेणं, एवं विजयरायहाणीसरिसा भाणियव्वा।
एवं अवसेसाणविकूडाणं वक्तव्वया णेयव्वा, आयामविक्खंभपरिक्खेक्पासाय देवयाओ सीहासणपरिवारो अटो य देवाण य देवीण य रायहाणीओ णेयव्वाओ। चउसु देवा चुल्लहिमवंत भरह हेमवय वेसमणकूडेसु, सेसेसु देवियाओ । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ચુલ્લહિમવંતગિરિકુમારદેવની ચુલ્લહિમવંત નામની રાજધાની ક્યાં
ઉત્તમ- હે ગૌતમ ! ચલહિમવંતકૂટની દક્ષિણમાં, તિર્યમ્ લોકમાં અસંખ્યદ્વીપ-સમુદ્રોને પાર કર્યા પછી જંબુદ્વીપ નામનો અન્ય એક દ્વીપ છે. તે દ્વીપની દક્ષિણ દિશામાં બાર હજાર યોજન દૂર ચલહિમવંત- ગિરિમારદેવની ચુલ્લહિમવંત નામની રાજધાની આવે છે. તે બાર હજાર યોજન લાંબી,