________________
ચોથો વક્ષસ્કાર
૨૪૭
વજમય છેતે સુવર્ણ અને શુભરજતમય રેતીથી યુક્ત છે. તે કિનારાની સમીપના ઉન્નત પ્રદેશો વૈડૂર્યમણિ અને સ્ફટિક રત્નજડિત છે. તે કિનારેથી પાણીમાં પ્રવેશવાનો અને બહાર નીકળવાનો માર્ગ(ઘાટ) સુખકર છે; તે ઘાટ અનેક પ્રકારના મણિઓથી સુબદ્ધ અને વૃત્ત હોય છે, તે ઘાટથી કુંડમાં પ્રવેશતા અનુક્રમે પાણી શીતળ અને અગાધ થતું જાય છે. તે પાણી કમલપત્ર, કમળકંદ અને કમળ નાલથી વ્યાપ્ત હોય છે. તે કેસરાલ યુક્ત ઘણા ઉત્પલ-ચંદ્રવિકસી કમળો, પધ-સૂર્યવિકાસી કમળો, કુમુદ-શ્વેતરક્ત વર્ણવાળા ચંદ્રવિકાસી કમળો, નલિન-ચંદ્રવિકાસી કમળ વિશેષ, સુભગ-કમળ વિશેષ, સૌગંધિક-સુગધીકમળ, પુંડરિક-શ્વેત કમળ, મહાપુંડરિક, સો પાંખડી, હજાર પાંખડી, લાખ પાંખડીવાળા કમળોથી સુશોભિત છે. ભ્રમરો તે કમળોનું રસપાન કરતાં રહે છે; સ્વચ્છ, નિર્મળ અને પથ્યકારી જલથી કુંડ સર્વદા પરિપૂર્ણ રહે છે. તેમાં મત્સ્યો, કાચબાઓ ચારેય તરફ યથેચ્છ વિચરણ કરતા રહે છે; અનેક પક્ષી યુગલો ત્યાં મધુર સ્વરે નાદ કરતા રહે છે. તે કુંડ પ્રસન્નકારક યાવત મનોહર છે.
તે ગંગાપ્રપાતકંડની ચારે ય બાજુ એક પાવરવેદિકા અને એક વનખંડ છે. તે વેદિકા અને વનખંડનું વર્ણન પૂર્વવત્ વક્ષ.—૧ પ્રમાણે જાણવું. | १७ तस्स णं गंगप्पवायकुंडस्स तिदिसिं तओ तिसोवाणपडिरूवगा पण्णत्ता, तंजहा पुरत्थिमेणं दाहिणेणं पच्चत्थिमेणं । तेसि णं तिसोवाणपडिरूवगाणं अयमेयारूवे वण्णावासे पण्णत्ते, तंजहा- वइरामया णेम्मा, रिट्ठामया पइट्ठाणा, वेरुलियामया खंभा, सुवण्णरुप्पमया फलया, लोहियक्खमईओ सूईओ, वयरामया संधी, णाणामणिमया आलंबणा आलंबणबाहाओ । ભાવાર્થ - તે ગંગાપ્રપાત કુંડની પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ, આ ત્રણ દિશામાં ત્રણ ત્રણ પગથિયા- વાળી સોપાન શ્રેણી-સીડી છે. તેનું વર્ણન આ પ્રમાણે છે- તે સોપાન શ્રેણીની નેમ ભાગ-ભૂમિભાગ, ઉન્નત પ્રદેશ વજરત્નમય છે; પ્રતિષ્ઠાન-સોપાન શ્રેણીનો મૂળપ્રદેશ રિઝરત્નમય છે; તેના થાંભલા વૈડૂર્યરત્નમય છે; તેના ફલકો-પાટિયા સુવર્ણ અને ચાંદીનાં છે; બે પાટિયાને જોડતી ખીલીઓ લોહિતાક્ષ રત્નની; પાટિયાની સંધિઓ વજરત્નમય છે; તેની બંને બાજુની આલંબનભૂત દિવાલો અનેક મણિઓની છે. |१८ तेसिणं तिसोवाणपडिरूवगाणं पुरओ पत्तेयं-पत्तेयं तोरणा पण्णत्ता । ते णं तोरणा णाणामणिमया णाणामणिमएसु खंभेसु उवणिविट्ठ-संणिविट्ठा, विविहमुत्तंतरोवचिया, विविहतारारूवोवचिया, ईहामिय-उसह-तुरग-णर-मगर-विहग- वालगकिण्णर-रुरु-सरभ-चमर-कुंजर-वणलय-पउमलय-भत्तिचित्ता, खंभुग्गय-वइरवेइयापरिगयाभिरामा, विज्जाहरजमलजुयलजंतजुत्ताविव, अच्चीसहस्स-मालणीया, रूवगसहस्सकलिया, भिसमाणा, भिब्भिसमाणा, चक्खुल्लोयणलेसा, सुहफासा, सस्सिरीयरूवा, घंटावलि-चलिय-महुर-मणहर-सरा, पासादीया जाव पडिरूवा ।