________________
ત્રીજો વક્ષસ્કાર
| २२७
સંછડાવાળા સુકોમળ વસ્ત્ર-ટુવાલથી રાજાનું શરીર લૂછે છે યાવત બે દેવદૂષ્ય દિવ્ય વસ્ત્ર ધારણ કરાવી મુગટ પહેરાવે છે.
ત્યાર પછી તે દેવો રાજાના શરીર ઉપર દર્દર અને મલય ચંદનની સુગંધથી સુગંધિત દ્રવ્યો-અત્તર છાંટે છે; દિવ્ય પુષ્પોની માળા પહેરાવે છે; વિશેષ શું કહેવું? પુષ્પાદિ ગૂંથેલી, સુવર્ણના તારાદિ વટેલી માળાઓથી રાજાને વિભૂષિત કરે છે. १२८ तए णं से भरहे राया महया-महया रायाभिसेएणं अभिसिंचिए समाणे कोडं-बियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया! हत्थि खंधवरगया विणीयाए रायहाणीए सिंघाडग-तिग-चउक्क-चच्चर जावमहापहपहेसु महया-महया सद्देणं उग्घोसेमाणा-उग्घोसेमाणा उस्सुक्कं उक्करं जाव सपुरजणवयं दुवालस-संवच्छरियं पमोयं घोसेह घोसेत्ता ममेयमाणत्तियं पच्चप्पिणह ।
तए णं ते कोडुंबियपुरिसा भरहेणं रण्णा एवं कुत्ता समाणा हट्टतुटु जाव विणएणं वयणं पडिसुर्णेति पडिसुणेत्ता जाव घोसंति घासेत्ता एयमाणत्तियं पच्चप्पिणंति । ભાવાર્થ :- આ પ્રમાણે વિશાળ રાજ્યાભિષેક સમારોહમાં અભિષેક થયા પછી ભરતરાજા પોતાના સેવક પુરુષોને બોલાવે છે, બોલાવીને તેઓને કહે છે- “હે દેવાનુપ્રિયો ! હાથી પર સવાર થઈને તમે લોકો વિનીતા રાજધાનીનાં ત્રિકોણ સ્થાનો, ચતુષ્કોણ સ્થાનો, જ્યાં ચારથી વધારે રસ્તા મળતા હોય તેવા સ્થાનો અને વિશાળ રાજમાર્ગો પર ઉઘોષણા કરો કે આ રાજ્યાભિષેક નિમિત્તે રાજ્યને શુલ્કમુક્ત, કરમુક્ત કરવામાં આવે છે. યાવત્ ૧૨ વરસ સુધી વિનીતા નગરી અને કોશલ દેશમાં ઉત્સવ ઉજવો. આવી ઘોષણા કરી મને તે કાર્ય થયાના સમાચાર આપો.”
ભરતરાજા આ પ્રમાણે કહે છે ત્યારે તે સેવકપુરુષો હર્ષિત અને સંતુષ્ટ થઈને વિનયપૂર્વક તે વચનોને સાંભળે છે. સાંભળીને તે પ્રમાણે ઘોષણા કરાવી રાજાને તે વાતથી વિદિત કરે છે. १२९ तए णं से भरहे राया महया-महया रायाभिसेएणं अभिसित्ते समाणे सीहासणाओ अब्भुढेइ, अब्भुढेत्ता इत्थिरयणेणं जावणाडगसहस्सेहिं सद्धिं संपरिखुडे अभिसेय-पेढाओ पुरथिमिल्लेणं तिसोवाणपडिरूवएणं पच्चोरुहइ, पच्चोरुहित्ता अभिसेय-मंडवाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव आभिसेक्के हत्थिरयणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता अंजणगिरिकूडसण्णिभं गयवई णरवई दुरुढे । ભાવાર્થ:- આ રીતે ભવ્ય મહારાજ્યાભિષેક સમારોહમાં અભિષેક થઈ ગયા પછી ભરતરાજા સિંહાસન ઉપરથી ઊઠે છે. સ્ત્રીરત્ન સુભદ્રા, વાવત નાટક મંડળીઓથી ઘેરાયેલા તે રાજા અભિષેકપીઠ ઉપરથી