________________
ત્રીજી વક્ષસ્કાર
[ ૨૨૧] णाइदूरे सुस्सूसमाणा जाव पज्जुवासंति । तए णं तस्स भरहस्स रण्णो सेणावइरयणे जाव सत्थवाहप्पभिईओ तेवि तह चेव णवरं दाहिणिल्लेणं तिसोवाणपडिरूवएणं जाव पज्जुवासंति । ભાવાર્થ :- ભરતરાજાની પાછળ બત્રીસ હજાર મુખ્ય રાજાઓ, અભિષેકમંડપ છે ત્યાં આવીને અભિષેકમંડપમાં પ્રવેશ કરે છે, પ્રવેશ કરીને અભિષેકપીઠની ત્રણવાર પ્રદક્ષિણા કરી, ઉત્તર દિશાના ત્રિસોપાન-પગથિયા ચડીને ભરતરાજા સમીપે આવીને હાથ જોડી થાવત અંજલિ કરીને ભરતરાજાને જય-વિજય શબ્દોથી વધારે છે, વધાવીને ભરતરાજાની ન અતિ દૂર ન અતિ નજીક, પર્યાપાસના કરતાં યથાસ્થાને બેસે છે.
ત્યાર પછી ભરતરાજાના સેનાપતિરત્ન યાવત સાર્થવાહ આદિ ત્યાં આવે છે, તે સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું. તેમાં વિશેષતા એ છે કે તેઓ દક્ષિણ તરફના ત્રિસપાન માર્ગથી અભિષેકપીઠ પર આવે છે અને રાજાની સેવામાં ઉપસ્થિત થાય છે. १२४ तए णं से भरहे राया आभियोगे देवे सद्दावेइ सद्दावेत्ता एवं वयासीखिप्पामेव भो देवाणुप्पिया! तं महत्थं महग्धं महरिहं महारायाभिसेयं उवट्ठवेह । ભાવાર્થ - ત્યાર પછી ભરતરાજા આભિયોગિક દેવોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહે છે કે
હે દેવાનુપ્રિયો! મારા માટે મહાર્થ- જેમાં મણિ, સુવર્ણ, રત્ન આદિનો ઉપયોગ થયો હોય, મહાઈ- બહુ મૂલ્યવાન, મહાઈ- જેમાં વાજિંત્રો સહિત ઘણો મોટો ઉત્સવ મનાવી શકાય, એવા મહારાજ્યાભિષેકની વ્યવસ્થા કરો.” १२५ तए णं ते आभिओगिया देवा भरहेणं रण्णा एवं वुत्ता समाणा हट्टतुट्ठचित्ता जाव उत्तरपुरित्थमं दिसीभागं अवक्कमंति, अवक्कमित्ता वेउव्वियसमुग्घाएणं समोहणंति, एवं जहा विजयस्स तहा इत्थंपि जाव पंडगवणे एगओ मिलायंति ए गओ मिलाइत्ता जेणेव दाहिणड्डभरहे वासे जेणेव विणीया रायहाणी तेणेव उवागच्छंति, उवागच्छित्ता विणीयं रायहाणिं अणुप्पयाहिणी करेमाणा-करेमाणा जेणेव अभिसेयमंडवे जेणेव भरहे राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता तं महत्थं महग्धं महरिहं महारायाभिसेयं उवट्ठति । ભાવાર્થ - ભરત રાજા આ પ્રમાણે કહે છે ત્યારે આભિયોગિક દેવો હર્ષિત અને સંતુષ્ટ થાય છે. યાવતું તેઓ ઉત્તરપૂર્વ દિશામાં જઈને; વૈક્રિય સમુદ્યાત કરીને ક્ષીર સમુદ્ર, સર્વ નદી, તીર્થો, દ્રહોના પાણી, ગોશીર્ષ ચંદન, પર્વતીય ઔષધિઓ લઈ પંડગવનમાં એકત્રિત થાય છે ત્યાં સુધીનું વર્ણન જીવાભિગમ સુત્રગત વિજય દેવના અભિષેકના વર્ણન પ્રમાણે જાણવું. પંડગવનમાં એકત્રિત થઈને તે દેવો દક્ષિણાર્ધ