________________
ત્રીજો વક્ષસ્કાર
भवणवर-वडिंसगं अईइ जहा कुबेरो व्व देवराया कैलाससिहरसिंगभूया
ભાવાર્થ :- ત્યારપછી ભરત રાજા હજારો નયન પંક્તિઓથી જોવાતાં; હજારો વચન પંક્તિથી સ્તુતિ કરાતાં; હજારો હૃદય પંક્તિમાં સ્થાન મેળવતાં; હજારો મનોરથ પંક્તિ પૂર્ણ કરતાં; કાંતિ, રૂપ અને સૌભાગ્ય ગુણોના કારણે આશ્ચર્ય દૃષ્ટિથી જોવાતા; હજારો અંગુલી પંક્તિથી નિર્દિષ્ટ; જમણી બાજુથી ઘણા હજારો નર-નારીની હજારો અંજલી પંક્તિને સ્વીકારતા; હજારો ભવન પંક્તિઓને પસાર કરતા; ગીત, તંત્રી, તાલ, ત્રુટિત વગેરે વાજિંત્રો સહિતના ગીતોના મધુર, મનોહર, મંજુલ સ્વરોને સાંભળતા-સાંભળતા પોતાના રાજ ભવન અને તેના સર્વોત્તમ પ્રવેશ દ્વાર સમીપે પહોંચે છે. દ્વાર સમીપે આવીને હસ્તિરત્નને ઊભો રાખી, તેના ઉપરથી નીચે ઉતરે છે,
૨૧૫
હાથી ઉપરથી નીચે ઉતરીને ભરત રાજા સહુ પ્રથમ ૧૬,૦૦૦ દેવોનું સત્કારપૂર્વક સન્માન કરે છે. તત્પશ્ચાત્ ૩૨,૦૦૦ રાજાઓનું સત્કાર પૂર્વક સન્માન કરે છે. તત્પશ્ચાત્ અનુક્રમે સેનાપતિરત્ન, ગાથાપતિરત્ન, વર્ધકીરત્ન અને પુરોહિતરત્ન આ ચારે ય પંચેન્દ્રિય રત્નોનું સત્કાર પૂર્વક સન્માન કરે છે.
ય
તત્પશ્ચાત્ અનુક્રમે ૩૬૦ રસોઈયા અને ૧૮ શ્રેણી-પ્રશ્રેણીના મહાજનોનું સત્કારપૂર્વક સન્માન કરે છે. તત્પશ્ચાત્ અન્ય ઘણા રાજાઓ, ઐશ્વર્યશાળી પુરુષો યાવત્ સાર્થવાહ આદિનું સત્કારપૂર્વક સન્માન કરે છે અને તે સર્વને વિદાય આપે છે. દેવો આદિને વિદાય કરીને, સુભદ્રા સ્ત્રીરત્ન, ૩૨,૦૦૦ ઋતુકલ્યાણિકા સ્ત્રીઓ અને ૩૨,૦૦૦ જનપદકલ્યાણિકા સ્ત્રીઓ સાથે; ૩૨-૩ર પાત્રોથી આબદ્ધ ૩૨,૦૦૦ નાટક મંડળીથી વીંટાળાયેલા; કૈલાશ પર્વતના શિખર જેવા ભરત રાજા પોતાના સર્વોત્તમ પ્રાસાદમાં દેવરાજ કુબેરની જેમ પ્રવેશ કરે છે.
११४ तए णं से भरहे राया मित्त णाइ णियग सयण संबंधि परियणं पच्चुवेक्खइ, पुच्चवेक्खित्ता जेणेव मज्जणघरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता जावमज्जणघराओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव भोयणमंडवे तेणेव उवागच्छइ, उवागच्छित्ता भोयणमंडवंसि सुहासणवरगए अट्ठमभत्तं पारेइ, पारेत्ता उप्पि पासायवरगए फुट्टमाणेहिं मुइंगमत्थएहिं बत्तीसइबद्धेहिं णाडएहिं वरतरुणीसंपउत्तेहिं उवलालिज्जमाणे-उवलालिज्जमाणे उवणच्चिज्जमाणे - उवणच्चिज्जमाणे उवगिज्जमाणे-उवगिज्जमाणे महया हय णट्ट जाव भुंजमाणे विहरइ ।
ભાવાર્થ :- ત્યારપછી રાજા પોતાના મિત્રો, જ્ઞાતિજનો, માતા, પિતા, ભાઈ, બહેનાદિ પરિવારજનો શ્વસુર, સાળા આદિ સ્વજનો, સંબંધીઓ, આસપાસના પાડોશી વગેરેને કુશળ-સમાચાર પૂછે છે. ત્યારપછી સ્નાનગૃહમાં જાય છે. સ્નાન આદિ કરીને સ્નાનઘરમાંથી બહાર નીકળીને ભોજન મંડપમાં આવે છે. ભોજન મંડપમાં આવીને સુખાસન ઉપર બેસીને અઠ્ઠમ તપનું પારણું કરે છે. પારણું કરીને પોતાના મહેલમાં જાય છે. મૃદંગોનો અવિરલ ધ્વનિ થઈ રહ્યો છે, તેવા ૩૨ પ્રકારના નાટકોથી આનંદ