________________
ત્રીજી વક્ષસ્કાર
| १७ |
|४२ तए णं तस्स सुसेणस्स सेणावइस्स बहूईओ खुज्जाओ चिलाइयाओ जावइंगियचिंतिय-पत्थिय-वियाणियाओ णिउणकुसलाओ विणीयाओ अप्पेगइयाओ कलसहत्थगयाओ सुसेणं सेणावई अणुगच्छंति ।। ભાવાર્થ :- ત્યારપછી સુષેણ સેનાપતિની પાછળ-પાછળ ચિંતિત અને અભિલષિત ભાવને, સંકેતને ચેષ્ટામાત્રથી સમજી લેવામાં, જાણવામાં સમર્થ, સ્વભાવથી જ વિનયશીલ ચિલાત દેશની કુન્ધા વગેરે દાસીઓ હાથમાં કળશ વગેરે લઈને ચાલે છે. ४३ तए णं से सुसेणे सेणावई सव्विड्डीए सव्वजुईए जाव णिग्घोसणाइएणं जेणेव तिमिसगुहाएदाहिणिल्लस्सदुवारस्सकवाडा तेणेव उवागच्छइ, उवागच्छित्ता आलोए पणामं करेइ, करेत्ता लोमहत्थगं परामुसइ, परामुसित्ता तिमिसगुहाए दाहिणिल्लस्सदुवारस्स कवाडे लोमहत्थेणं पमज्जइ, पमज्जित्ता दिव्वाए उदगधाराए अब्भुक्खेइ, अब्भुक्खेत्ता सरसेणं गोसीसचंदणेणं पंचंगुलितले चच्चए दलइ, दलइत्ता अग्गेहिं वरेहिं गंधेहि य मल्लेहि य अच्चिणेइ, अच्चिणेत्ता पुप्फारुहणं वत्थारुहणं करेइ, करेत्ता आसत्तोसक्तविउलवट्ट करेइ, करेत्ता अच्छेहि सण्णेहिं रययामएहिं अच्छरसा-तंडुलेहिं तिमिसगुहाए दाहिणिल्लस्स दुवारस्स कवाडाणं पुरओ अट्ठट्ठमंगलए आलिहइ, तं जहा- सोत्थिय सिरिवच्छ जाव मत्थए अंजलि कट्ट कवाडाणं पणामं करेइ, करेत्ता दंडरयणं परामुसइ । ભાવાર્થ :- સર્વ પ્રકારની સમૃદ્ધિ અને ધુતિથી યુક્ત સુષેણ સેનાપતિ વાદ્ય-ધ્વનિની સાથે તિમિસ ગુફાના દક્ષિણી દ્વાર સમીપે આવે છે, આવીને તિમિસ ગુફાના દ્વારને જોતાં જ સેનાપતિ તેને પ્રણામ કરે છે. મયૂરપીંછને હાથમાં ગ્રહણ કરી તિમિસ ગુફાના તે દક્ષિણી દ્વારના દરવાજાને પોંજે છે. તેના પર દિવ્યજળનો અભિષેક કરે છે, ઘસીને ઉતારેલા ભીના ગોશીર્ષ ચંદનવાળી પાંચ આંગળીઓ સહિત હથેળીના થાપા મારે છે; નવા ઉત્તમ, સુગંધિત પદાર્થોથી અને માળાઓથી તેની પૂજા કરે છે; તેનાં ઉપર પુષ્પ માળાઓ, વસ્ત્ર વગેરે ચઢાવે છે અને ચંદરવો બાંધે છે. પાસે મૂકેલી વસ્તુઓનું પ્રતિબિંબ પડે તેવા સ્વચ્છ, નિર્મળ, શ્વેત, રજતમય ચાંદીના ચોખાથી તિમિસ ગુફાના દરવાજાની આગળ સ્વસ્તિક, શ્રીવત્સ વગેરે અષ્ટ માંગલિક પ્રતીકોનું આલેખન કરે છે યાવતું મસ્તક પર બંને હાથની અંજલિ કરી, દરવાજાને પ્રણામ કરે છે, પ્રણામ કરીને દંડરત્નને ગ્રહણ કરે છે. ४४ तए णं तं दंडरयणं पंचलइयं, वइरसारमइयं, विणासणं सव्वसत्तुसेण्णाणं खंधावारे णरवइस्स गड-दरि-विसम-पब्भारगिरिवर-पवायाणं समीकरणं संतिकरं सुभकरं हितकरं रण्णो हिय-इच्छिय-मणोरहपूरगं दिव्वमप्पडिहयं दंडरयणं गहाय