________________
ત્રીજી વક્ષાર
૧૬૫ |
સ્પર્શ, રસ, રૂપ અને ગંધમય પાંચ પ્રકારના મનુષ્ય સંબંધી પ્રિય કામભોગોને ભોગવતા ત્યાં રહે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ચક્રવર્તીના સેનાપતિ રત્ન દ્વારા દક્ષિણાર્ધ ભરતના સિંધુ નિકૂટના વિજયનું વર્ણન છે. તે નિષ્ફટ, સિંધુ નદીની પશ્ચિમમાં કોણવર્તી-ખૂણાના ભાગરૂપે તથા દક્ષિણાર્ધ ભારતના એક ખંડ રૂપે છે. તે ભરતક્ષેત્રના બીજા ખંડ રૂપે પ્રસિદ્ધ છે. દક્ષિણાઈ સિંધુ નિકૂટની ચારે દિશાવર્તી સીમાઓઃ- આ નિકૂટની પૂર્વ દિશા અને દક્ષિણ દિશામાં સિંધુ નદી છે. પશ્ચિમ દિશામાં લવણ સમુદ્ર અને ઉત્તર દિશામાં વૈતાઢય પર્વત છે.
સૂત્રકારે સિંધુ નિખૂટ-બીજા ખંડના વિજય વર્ણનની મધ્યમાં સેનાપતિ રત્ન અને ચર્મરત્નનું વર્ણન કર્યું છે. જે ભાવાર્થથી સ્પષ્ટ છે. અમe૫ :- અચલ, અકંપ, ચર્મરત્નને વર્ણવતા આ બંને શબ્દો સમાનાર્થક છે. સમાનાર્થક બે શબ્દોનો પ્રયોગ અતિશયતાનું સૂચન કરે છે. ચક્રવર્તીની આખી સેના ચર્મરત્નને ચલિત કરવા, કંપિત કરવા પ્રયત્ન કરે તો પણ તે ચર્મરત્ન અંશમાત્ર ચલાયમાન થતું નથી.
સયાનં સતરાં – સતરમું શણ નામનું ધાન્ય. ૧૭ પ્રકારના ધાન્ય. ઉપલક્ષણથી સર્વે ધાન્ય ચર્મરત્ન ઉપર એક દિવસમાં નિષ્પન્ન થાય છે. વૃત્તિમાં પરંપરાનુસાર માન્યતાનું કથન છે કે ગૃહપતિ રત્ન આ ચર્મરત્ન પર સૂર્યોદય સમયે પ્રથમ પ્રહરમાં ધાન્યનું વાવેતર કરે, બીજા પ્રહરે પાણીનું સિંચન કરી વર્ધિત કરે, ત્રીજા પ્રહરમાં તે પરિપક્વ થાય અને ચોથા પ્રહરે તેને લણવામાં આવે છે. તે ૧૭ પ્રકારના ધાન્યના નામ આ પ્રમાણે છે– (૧) શાલી-ચોખા (૨) જવ (૩) વ્રીહિ-એક જાતના ચોખા (૪) કોદ્રવ (૫) રાલા (૬) તલ (૭) મગ (૮) અડદ (૯) ચોળા (૧૦) ચણા (૧૧) તુવેર (૧૨) મસૂર (૧૩) કળથી (૧૪) ઘઉં (૧૫) રાજમા(સોયાબીન) (૧૬) અળસી (૧૭) શણ. અન્ય સ્થાને ૨૪ પ્રકારના ધાન્યનું કથન છે. અહીં ક્ષુદ્ર ધાન્યનું કથન ન કરતાં મુખ્ય ધાન્યોનું જ કથન કર્યું છે.
રયાલિયા :- ઉત્તર વૈતાઢયમાં સંશ્રિત-આશ્રયે રહેતી મ્લેચ્છ જાતિ. અહીં ઉત્તર વૈતાઢયથી દક્ષિણાર્ધસિંધુનિષ્ફટની ઉત્તર દિશામાં સ્થિત વૈતાઢયની તળેટીમાં રહેલી જાતિઓ સમજવી. અહીં દક્ષિણાર્ધ ભરત અને તેના સિંધુ નિષ્ફટ-ખંડનું કથન છે. તે વૈતાઢય પર્વતની દક્ષિણ બાજુ છે.
તિમિસ ગુફા દ્વારા નિર્ગમન :४० तए णं से भरहे राया अण्णया कयाइ सुसेणं सेणावेई सद्दावेइ सहवेत्ता एवं वयासी- गच्छ णं खिप्पामेव भो देवाणुप्पिया ! तिमिसगुहाए दाहिणिल्लस्स दुवारस्स कवाडे विहाडेहि, विहाडेत्ता मम एयमत्तियं पच्चप्पिणाहि ।