________________
૧૬૪ |
શ્રી જંબુદ્વીપ પ્રશપ્તિ સૂત્ર
માલિકો, મંડલપતિ, પત્તનપતિ આદિ સર્વ લોકો અનેક આભરણ(શરીર પર ધારણ કરવા યોગ્ય અલંકાર), ભૂષણ (ઉપાંગો પર ધારણ કરવા યોગ્ય અલંકાર), રત્ન, બહુમૂલ્ય વસ્ત્ર અને અન્ય પણ અનેક શ્રેષ્ઠ રાજચિત ઇચ્છિત વસ્તુઓ (હાથી, રથ વગેરે) ઉપહારના રૂપમાં લઈને સુષેણ સેનાપતિ પાસે આવે છે અને હાથ જોડી મસ્તક નમાવીને ભેટ રૂપે અર્પણ કરે છે. અર્પણ કરીને ફરી હાથ જોડીને, બંને હાથને અંજલિબદ્ધ કરીને મસ્તકે લગાડી, પ્રણામ કરી ખૂબ જ નમ્રતાથી કહે છે કે- “આપ અમારા સ્વામી છો, દેવતાની જેમ અમે આપના શરણાગત છીએ. આપના દેશવાસી(અધિનસ્થ) છીએ.” આ પ્રમાણે વિજયસૂચક શબ્દ કહે છે. સુષેણ સેનાપતિ તે સર્વ જનોને તેની યોગ્યતા અનુસાર યોગ્ય પદ પર સ્થાપિત કરીને, તેનું સન્માન કરીને વિદાય આપે છે. તેઓ પોત-પોતાના નગરો, પત્તનો આદિ સ્થાનોમાં પાછા જાય છે. | ३८ ताहे सेणावइ सविणओ घेत्तूण पाहुडाई आभरणाणि भूसणाणि रयणाणि य पुणरवितंसिंधुणामधेज्जंउत्तिण्णे अणहसासणबले, तहेव भरहस्सरण्णो णिवेएइणिवेइत्ता य अप्पिणित्ता य पाहुडाई सक्कारिय-सम्माणिए सहरिसे विसज्जिए सगं पडमंडवमइगए। ભાવાર્થ :- ત્યારપછી વિનયશીલ, અક્ષત શાસન અને બળ સંપન્ન સુષેણ સેનાપતિ બધી ભેટો, આભરણો, ભૂષણો અને રત્નો લઈને સિંધુ નદી પાર કરીને ભરતરાજાની પાસે આવીને રાજાને બધી વાત કરે છે. સમાચાર આપીને ભેટમાં આવેલી સર્વ વસ્તુઓ રાજાને આપે છે. રાજા સેનાપતિનો સત્કાર, સન્માન કરી હર્ષ યુક્ત ચિત્તે વિદાય આપે છે. વિદાય લઈને સેનાપતિ તંબૂમાં રહેલા પોતાના આવાસ સ્થાનમાં આવે છે. |३९ तऐ णं सुसेणे सेणावई ण्हाए जाव जिमियभुत्तुत्तरागए समाणे सरसगोसीसचंदणुक्किण्ण-गायसरीरे उप्पिासायवरगए फुट्टमाणेहिं मुइंगमत्थएहिं बत्तीसइबद्धेहिं णाडएहिं वरतरुणीसंपउत्तेहिं उवणच्चिच्जमाणे-उवणच्चिजमाणे उवगिज्जमाणेउवगिज्जमाणे उवलालिज्जमाणे-उवलालिज्जमाणे महयाहयणट्टगीक्वाइय-तंती-तल ताल-तुडिय-घण-मइंग-पडुप्पवाइयरवेणं इतु सद्दफरिसरसरूवगंधे पंचविहे माणुस्सए कामभोगे भुंजमाणे विहरइ । । ભાવાર્થ:- ત્યાર પછી સુષેણ સેનાપતિ સ્નાન કરે છે, યાવતુ સ્નાન સંબંધી સર્વવિધિ કરીને, શરીરાવયવો પર ગોશીર્ષ ચંદનનો લેપ કરીને, પોતાના નિવાસ સ્થાને જાય છે. ત્યાં મૃદંગ વગેરેના ધ્વનિ, બત્રીસ પ્રકારના નાટક અને તરુણ સ્ત્રીઓના નૃત્ય-ગાન વગેરે થાય છે, નૃત્ય ગાનને અનુસરતા વાજિંત્રો, વીણા, તબલા અને ઢોલ વાગે છે, ખૂંદગમાંથી મેઘગર્જના જેવો ગંભીર ધ્વનિ નીકળે છે, નિષ્ણાત વાજિંત્રવાદકો નિપુણતાથી પોત-પોતાનાં વાજિંત્ર વગાડે છે. આ રીતે સુષેણ સેનાપતિ પોતાની ઇચ્છા પ્રમાણે શબ્દ,