________________
૧૪૮ ]
શ્રી જંબુદ્વીપ પ્રશપ્તિ સૂત્ર
લિ સુig... – ચક્રવર્તી અંતઃસ્થ, બહિ:સ્થ દેવતાઓને સંબોધિત કરી પ્રણામ કરે છે. કિ શબ્દ પ્રયોગ સંબોધન માટે થયો છે. આ ગાથામાં નમસ્કાર માટે નમો અને પાવયાનિબે શબ્દનો પ્રયોગ છે, તે ચક્રવર્તીની ભક્તિની અતિશયતા દર્શાવે છે.
ચક્રવર્તી બાણને છોડવા તૈયાર થાય છે. ત્યારે તે બાણાધિષ્ઠાયક દેવને નમસ્કાર કરે તે ઉચિત કારણ કે તે બાણાદિ ચક્રવર્તીને વિજય પ્રાપ્ત કરાવે છે. જેમ શસ્ત્રધારી શસ્ત્રની પૂજા કરે છે, તેમ શત્રુના જયમાં સહાયકારી એવા દેવોને તે વંદન કરે છે.
દિગ્વિજય : વરદામતીર્થ વિજય :| २२ तए णं से दिव्वे चक्करयणे वइरामयतुंबे लोहियक्खामयारए जंबूणयणेमीए णाणामणि-खुरप्पथाल-परिगए मणिमुत्ताजालभूसिए सणंदिघोसे सखिखिणीए दिव्वे तरुण-रवि-मंडलणिभेणाणामणिरयणघंटियाजाल-परिक्खित्ते सव्वोउय-सुरभिकुसुम आसत्त-मल्लदामे अंतलिक्खपडिवण्णे जक्खसहस्ससंपरिवुडे दिव्वतुडिय-सद्द सण्णिणादेणं पूरेते चेव अंबरतलं णामेण य सुदंसणे णरवइस्स पढमे चक्करयणे मागहतित्थकुमारस्स देवस्स अट्ठाहियाए महामहिमाए णिव्वत्ताए समाणीए आउहघरसालाओ पडिणिक्खमइ पडिणिक्खमित्ता दाहिणपच्चत्थिमं दिसिं वरदामतित्थाभिमुहे पयाए यावि होत्था । ભાવાર્થ- માગધ તીર્થકુમાર દેવ વિજયનો, અણહ્નિકા મહોત્સવ પૂર્ણ થાય ત્યારે ચક્રરત્ન આયુધશાળામાંથી બહાર નીકળે છે. તે ચરિત્નની નાભિ વજમયી હોય છે; આરા લોહિતાક્ષ રત્નના હોય છે; ધરી જંબૂનદ-સુવર્ણમયી હોય છે; અંદરની પરિધિરૂપ થાળું વિવિધ પ્રકારના મણિઓથી નિર્મિત હોય છે. તે ચક્રરત્નમણિ-મોતીઓની સરોથી વિભૂષિત હોય છે; તે ૧૨ પ્રકારના વાજિંત્રોનોનિનાદ અને ઘૂઘરીઓનો રણકાર કરતું રહે છે, તે દિવ્યપ્રભાથી યુક્ત હોય છે; મધ્યકાલીન સૂર્ય જેવું તેજસ્વી હોય છે; વર્તુળાકાર અને અનેક મણિ-રત્નમય ઘંટડીઓથી વ્યાપ્ત હોય છે; સર્વ ઋતુની સુગંધી માળાઓથી સુશોભિત હોય છે. તે આકાશમાં અવસ્થિત રહે છે; હજાર યક્ષોથી (દેવોથી) અધિષ્ઠિત હોય છે; દિવ્યવાદ્યોના ધ્વનિ અને નિર્દોષથી આકાશને પૂરિત કરે છે. ચક્રવર્તીનું સુદર્શન નામનું આવું પ્રથમ ચક્રરત્ન આયુધશાળામાંથી બહાર નીકળે છે, બહાર નીકળીને તે ચક્રરત્ન દક્ષિણપશ્ચિમ (નૈઋત્ય કોણ) તરફ વરદામ તીર્થાભિમુખ પ્રયાણ શરૂ કરે છે. | २३ तए णं से भरहे राया तं दिव्वं चक्करयणं दाहिणपच्चत्थिमं दिसिं वरदामतित्थाभिमुहं पयातं यावि पासइ पासित्ता हट्टतुट्ठ जाव कोडुंबियपुरिसे सद्दावेइ सद्दावित्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया ! हयगय रहपवर जोहकलियं