________________
ત્રીજો વક્ષસ્કાર
૧૪૭
પૂર્વ સમુદ્રમાં મળે છે. ચક્રરત્ન વિનીતા નગરમાંથી પૂર્વીદ્વારથી બહાર નીકળી, ગંગાનદીના દક્ષિણી તટદક્ષિણ દિશા તરફના કિનારે-કિનારે પૂર્વ તરફ આગળ વધે છે. ચક્રરત્ન અંતરિક્ષમાં માર્ગ બતાવતું આગળ ચાલે ત્યારે ચક્રવર્તી અને સૈન્ય તેનું અનુસરણ કરે છે.
માગધતીર્થના અધિપતિ :– ભવનપતિના નાગકુમાર જાતિના માગર્ધકુમાર દેવ માગધતીર્થના અધિપતિ છે. તેઓ નાગકુમાર જાતિના હોવાથી કુમાર કહેવાય છે.
આ સૂત્રોમાં પ્રસંગાનુરૂપ ચક્રવર્તીની સ્નાનવિધિ, ચક્રવર્તીના ધનુષ્ય અને બાણનું વર્ણન દૃષ્ટિગોચર થાય છે. તે સૂત્રાર્થથી સ્પષ્ટ છે. સૂત્રગત કેટલાક વિશિષ્ટ શબ્દના ભાવ આ પ્રમાણે છે– નોયળતરિયાäિ :- દિગ્વિજય માટે નીકળેલા ચક્રવર્તી એક-એક યોજનના અંતરે પડાવ કરતાં આગળ વધે છે. પ્રયાણના પહેલા દિવસે પ્રમાણાંગુલ પ્રમાણ એક યોજન જઈને ચક્ર સ્થિર થાય છે. દરરોજ ચક્ર તેટલું જ ચાલે છે. જ્યાં ચક્ર સ્થિર થાય ત્યાં રાજા પડાવ નાંખે. ચક્રવર્તીઓ અને તેના સૈનિકો ભિન્ન ભિન્ન અવગાહના અને શક્તિવાળા હોય છે. અલ્પ શરીરી, અલ્પ શક્તિવાળા સૈનિકો પણ દિવ્ય શક્તિના કારણે તેટલું ક્ષેત્ર ચાલી શકે છે.
યોજનના માપનો વ્યવહાર ચક્રના ચાલવાના આધારે નિશ્ચિત થયેલો છે. વૃત્તિકાર કહે છે– પ્રયાગ પ્રથમવિને યાવત્ ક્ષેત્રમતિમ્ય સ્થિત તાવણ્ યોબનમિતિ વ્યવક્રિયન્તે । પ્રયાણના પ્રથમ દિવસે ચક્રરત્ન જેટલા ક્ષેત્રનું અતિક્રમણ કરીને સ્થિત થાય તેટલા ક્ષેત્રને યોજન કહે છે. યોજન માપનો વ્યવહાર ચક્ર ગમનના આધારે નિશ્ચિત્ત થાય છે. તે માપ પ્રમાણાંગુલથી માપવામાં આવે છે.
મારૂત્તિયુગ્મારફ્સ...પોષિર્ :- મગધકુમાર દેવને આધીન કરવા ભરત રાજા અક્રમ પૌષધ-ત્રણ ઉપવાસ સહિત પૌષધ વ્રતનો સ્વીકાર કરે છે. અહીં પૌષધ શબ્દથી શ્રાવકનું ૧૧મું પૌષધ વ્રત સમજવાનું નથી. ચક્રવર્તી આ વ્રત ઐહિક કાર્ય, સાંસારિક કાર્ય માટે કરે છે, તેથી તેને ૧૧મું પૌષધવ્રત કહેવું ઉચિત્ત નથી. અહીં પૌષધવ્રત એટલે વ્રત વિશેષ, અભિગ્રહ ધારણ કર્યો તેમ સમજવું જોઈએ. વૃત્તિકાર જણાવે છે 3- पौषधंनामेहाभिमतदेवता साधनार्थकव्रत विशेषोऽभिग्रह इति यावत्, नन्वेकादशव्रतरुपस्तद्वतः સાંસારિવાવિતનાનીવિત્યાન્ । ચક્રવર્તી સાંસારિક કાર્ય-દેવતાને આધીન કરવા પૌષધરૂપ વિશેષ અભિગ્રહ ધારણ કરે છે. તે પૌષધવ્રતની સદેશ છે પરંતુ પૌષધવ્રત નથી.
આ પ્રસંગ ઉપરથી સ્પષ્ટ થાય છે કે ઐહિક કાર્યની સિદ્ધિ પણ સંવર, તપ આદિ અનુષ્ઠાન પૂર્વક થાય છે. દિવ વધાર્યસિદ્ધિતિ સંવાનુષ્ઠાનપૂર્વિવા । – વૃત્તિ. તેથી જ ચક્રવર્તી ત્રણ દિવસ પર્યંત બ્રહ્મચર્યનું પાલન, મણિ સુવર્ણાદિનો ત્યાગ, શસ્ત્રાદિ તથા સર્વ પાપકારી પ્રવૃત્તિનો ત્યાગ કરે છે.
परमजागरुक पुण्यप्रकृतिकाः संकल्पमात्रेण सिसाधयिषितसुरसाधनसिद्धि निश्वयं जाना બિનયંત્રિતો ।– વૃત્તિ. તીર્થંકર ચક્રવર્તીઓને માગધાદિ દેવોને સાધવા અષ્ટમ પૌષધ કરવાની આવશ્યકતા રહેતી નથી. તીર્થંકરોની ઉત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિના ઉદયે સંકલ્પ માત્રથી માગધાદિ દેવો તેમની આજ્ઞા સ્વીકારી લે છે.