________________
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
जेणेव बाहिरिया उवट्ठाणसाला, जेणेव चाउग्घंटे आसरहे, तेणेव उवागच्छइ उवागच्छित्ता चाउग्घंटं आसरहं दुरूढे ।
૧૪૨
ભાવાર્થ :- અટ્ટમની તપસ્યા પૂર્ણ થયા પછી ભરતરાજા પૌષધશાળામાંથી બહાર નીકળે છે, બહાર નીકળીને બાહ્ય ઉપસ્થાનશાળામાં આવે છે, આવીને પોતાના કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને તેને આ પ્રમાણે કહે છે— “હે દેવાનુપ્રિયો ! ઘોડા, હાથી, રથ અને ઉત્તમ યોદ્ઘાઓથી યુક્ત ચતુરંગિણી સેનાને શીઘ્ર સુસજ્જ (તૈયાર) કરો અને ચાર ઘંટાવાળા અશ્વરથને તૈયાર કરો". આ પ્રમાણે કહીને રાજા સ્નાનગૃહમાં પ્રવિષ્ટ થાય છે યાવત્ ચંદ્રની સમાન અતિ પ્રિય લાગતા રાજા સ્નાનગૃહમાંથી બહાર નીકળે છે, નીકળીને ઘોડા, હાથી, રથ, બીજા ઉત્તમ વાહનો અને સેનાથી સુશોભિત થઈને, તે રાજા બાહ્ય ઉપસ્થાનશાળાની સમીપે, ચાર ઘંટાવાળો અશ્વ રથ છે ત્યાં આવે અને રથારૂઢ થાય છે.
१७ तए णं से भरहे राया चाउग्घंटं आसरहं दुरूढे समाणे हय-गय-रहपवर- जोहकलियाए सद्धिं संपरिवुडे महया-भडचडगर-पहगरवंद-परिक्खित्ते चक्क रयणदेसिय मग्गे अणेगरायवर-सहस्साणुजायमग्गे महया उक्किट्ठ-सीहणायबोल-कलकलरवेणं पक्खुभिय- महासमुद्दरव भूयं पिव करेमाणे- करेमाणे पुरत्थिमदिसाभिमुहे मागहतित्थेणं लवणसमुद्दं ओगाहइ जाव से रहवरस्स कुप्परा उल्ला ।
ભાવાર્થ :- ત્યાર પછી ભરતરાજા જ્યારે ચાતુર્ઘટ-ચાર ઘંટાવાળા અશ્વ રથ ઉપર આરૂઢ થાય છે, ત્યારે તે રાજા ઘોડા, હાથી, રથ અને પદાતીઓ–સૈનિકો સહિતની ચતુરંગિણી સેનાથી પરિવૃત્ત થાય છે. ચક્ર પ્રદર્શિત માર્ગ પર મોટા મોટા યોદ્ધાઓ અને હજારો મુગટધારી શ્રેષ્ઠ રાજાઓ તેમની પાછળ ચાલે છે. રાજાના આ ગમન સમયે ઉત્કૃષ્ટ સિંહનાદના ધ્વનિ અને કલરવ યુક્ત શબ્દથી એવું લાગે છે કે જાણે વાયુ દ્વારા ક્ષુબ્ધ થયેલો મહાસાગર ઘુઘવાટા કરતો ન હોય ! તે રીતે તેઓ પૂર્વદિશા તરફ આગળ વધતાં, માગધ તીર્થના કિનારેથી રથના ચક્રની નાભિ ભીની થાય તેટલા ઊંડા લવણસમુદ્રમાં પ્રવેશ કરે છે.
१८ से भर राया तुरगे णिगिण्हs, णिगिण्हित्ता रहं ठवेइ, ठवेत्ता धणुं परामुसइ, तएणं तं अइरुग्गय- बालचंद -इंदधणुसंकासं वरमहिस-दरिय-दप्पिय-दढघण-सिंगग्ग-रइय-सारं उरगवर-पवर- गवल-पवर-परहुय-भ्रमरकुल-णीलि-णिद्धधंतधोयपट्टं णिउणोविय- मिसिमिसिंत-मणिरयण- घंटियाजाल-परिक्खित्तं तरुणकिरण-तवणिज्ज-बद्धचिंधं दद्दर-मलयगिरि-सिहर- केसर-चामर- बालद्ध-चंद- चिंधं काल-हरियरत्त-पीय-सुक्किल-बहुण्हारुणि-संपिणद्धजीवं जीवियंतकरणं चलजीवं धणुं - गहिऊण से णरवई उसुं च वरवइरकोडियं वइरसारतोंडं कंचणमणि-कणगरयणधोइट्ठ-सुकयपुंखं अणेगमणिरयण-विविह-सुविरइय-णामचिंधं वइसाहं ठाईऊण ठाणं