________________
ત્રીજો વક્ષસ્ટાર
૧૪૧
નવ યોજન પહોળી જગ્યામાં સૈન્ય માટે શ્રેષ્ઠ નગર સદશ નિવાસ રૂ૫ છાવણી નાંખે છે, પડાવ કરે છે, પડાવ કરીને વર્ધકી રત્ન(શ્રેષ્ઠ શિલ્પકારોને બોલાવે છે, બોલાવીને કહે છે કે- “હે દેવાનુપ્રિય! મારા માટે આવાસસ્થાન અને પૌષધશાળાનું શીધ્ર નિર્માણ કરો અને તે કાર્ય પૂર્ણ કરી મને સૂચના આપો“. રાજાનો આ આદેશ સાંભળીને શિલ્પકાર હર્ષિત અને સંતુષ્ટ થાય છે. તે હાથ જોડીને આ પ્રમાણે કહે છે કે- “હે સ્વામી! જેવી આપની આજ્ઞા" એમ કહીને વિનયપૂર્વક રાજાના આદેશને સ્વીકારે છે અને ભરત રાજા માટે આવાસસ્થાન તથા પૌષધશાળાનું નિર્માણ કરે છે, નિર્માણ કરીને રાજાને કાર્ય થઈ ગયાની સુચના आपछे. | १५ तए णं से भरहे राया आभिसेक्काओ हत्थिरयणाओ पच्चोरुहइ पच्चोरुहित्ता जेणेव पोसहसाला, तेणेव उवागच्छइ उवागच्छित्ता पोसहसालं अणुपविसइ अणुपविसित्ता पोसहसालं पमज्जइ पमज्जित्ता दब्भसंथारगं संथरइ संथरित्ता दब्भसंथारगं दुरुहइ दुरुहित्ता मागहतित्थकुमारस्स देवस्स अट्ठमभत्तं पगिण्हइ पगिण्हित्ता पोसहसालाए पोसहिए, बंभयारी, उम्मुक्कमणिसुवण्णे, ववगयमाला-वण्णग-विलेवणे, णिक्खित्त-सत्थमुसले, दब्भसंथारोवगए, एगे अबीए अट्ठमभत्तं पडिजागरमाणे पडिजागरमाणे विहरइ । ભાવાર્થ :- ત્યારપછી ભરતરાજા અભિષિક્ત હસ્તિરત્ન ઉપરથી નીચે ઊતરે છે, નીચે ઊતરીને પૌષધશાળા સમીપે આવીને પૌષધશાળામાં પ્રવિષ્ટ થાય છે, ત્યાં પૌષધશાળાનું પ્રમાર્જન કરે છે. પ્રમાર્જન કરીને અઢી હાથ પ્રમાણ દર્ભ-ડાભનું આસન પાથરે છે, આસન પાથરીને તેના ઉપર બેસે છે, બેસીને માગધતીર્થ કુમારદેવને ઉદ્દેશીને અઠ્ઠમ તપ(ત્રણ દિવસના ઉપવાસ)ને ધારણ કરે છે, ધારણ કરીને પૌષધશાળામાં પૌષધ કરે છે; બ્રહ્મચારી બનીને, મણિ-સુવર્ણમય આભૂષણો શરીર ઉપરથી ઊતારીને શરીર પરના ચંદન આદિ સુગંધિત પદાર્થોના લેપને દૂર કરીને, શસ્ત્ર, મુશળ(સાંબેલુ) વગેરેના સાવધ યોગનું ત્યાગ કરીને દર્ભાસન ઉપર બેસીને ભરત રાજા મગધાધિપતિના ચિંતનમાં એકરૂપ બની, અન્ય સર્વ વ્યાપાર છોડી, એકલા જ સૈન્યાદિની સહાય વિના આત્મબળપૂર્વક અટ્ટમની તપસ્યામાં જાગૃત पनी(३ हिवस) २४ छ. १६ तए णं से भरहे राया अट्ठमभत्तंसि परिणममाणंसि पोसहसालाओ पडिणिक्खमइ पडिणिक्खमित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला तेणेव उवागच्छइ उवागच्छित्ता कोडुंबियपुरिसे सद्दावेइ सद्दावित्ता एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! हयगयरह-पवरजोहकलियं चाउरंगिणिं सेणं सण्णाहेह, चाउग्घंटे आसरहं पडिकप्पेह त्ति कटु मज्जणघरं अणुपविसइ जाव ससिव्व पियदंसणे णरवई मज्जणघराओ पडिणिक्खमइ पडिणिक्खमित्ता हयगयरह-पवरवाहण जाव