________________
ત્રીજો વક્ષસ્કાર
[ ૧૩૭]
પ્રજાજનોને બોલાવે છે. બોલાવીને આ પ્રમાણે કહે છે१० खिप्पामेव भो देवाणुप्पिया ! उस्सुक्कं, उक्कर, उक्किटुं, अदिज्जं, अमिज्जं, अभडप्पवेसं, अदंडकोदंडिमं, अधरिमं, गणिया वरणाडइज्जकलियं, अणेग-ताला- यराणुचरियं, अणुद्धयमुइंगं, अमिलायमल्लदामं, पमुइयपक्कीलिय सपुरजणजाणवयं विजयवेजइयं चक्करयणस्स अट्ठाहियं महामहिमं करेह, करेत्ता ममेयमाणत्तियं खिप्पामेव पच्चप्पिणह ।
तए णं ताओ अट्ठारस सेणिप्पसेणीओ भरहेणं रण्णा एवं वुत्ताओ समाणीओ हट्ठाओ जाव विणएणं वयणं पडिसुणेति, पडिसुणित्ता भरहस्स रण्णो अंतियाओ पडिणिक्खौति, पडिणिक्खमित्ता उस्सुक्कं जाव उक्करं अट्ठाहियं महामहिम करेंति य कारवेंति य, करेत्ता कारवेत्ता य जेणेव भरहे राया, तेणेव उवागच्छंति, उवागच्छित्ता जाव तमाणत्तियं पच्चप्पिणंति । ભાવાર્થ :- હે દેવાનુપ્રિયો ! તમે શીધ્ર જકાતનાકા પર લેવાતા રાજ્યકરથી પ્રજાજનોને મુક્ત કરો; સંપત્તિ કે પશુધન પર લેવાતા રાજ્યકરથી મુક્ત કરો અને ખેતી નીપજ, અનાજ વગેરે પર લેવાતા રાજ્યકરથી મુક્ત કરો; અદેય = પ્રજાજનો કર રૂપે કાંઈ આપે નહીં અને અમેય = રાજકર્મચારીઓ કરરૂપે કાંઈ માપે કે ગણે નહીં; પ્રજાજનોના ઘરમાં રાજકર્મચારીઓ પ્રવેશે નહીં; અપરાધી પ્રજાજનને દંડ આપવામાં આવે નહીં તથા અપરાધી રાજકર્મચારીઓને કુદંડ આપવામાં આવે નહીં અર્થાત્ પ્રજાજનો કે રાજકર્મચારીના અપરાધ બદલ દંડરૂપે વસૂલ કરાતી રકમ લેવામાં આવે નહીં; રાજદેણા માફ કરવામાં આવે; ગણિકાઓ, નટપુરુષો પોતાની કળાઓ બતાવે; તાલબજાવનારાઓવાદનવિધિ પ્રમાણે કળા દર્શાવતા મૃદંગોને ઊર્ધ્વ દિશામાં ઉપર રાખીને વાદન કરે; નગરને તાજી પુષ્પમાળાઓથી શણગારવામાં આવે; આ રીતે વિનીતાનગરી અને કોશલ દેશવાસીઓ પ્રમોદિત બની, ક્રિીડા સહિત ચક્રરત્નની ઉત્પત્તિ નિમિત્તે, મહાવિજયના સૂચન રૂપે અણહ્નિકા મહોત્સવ ઊજવે. આ કાર્ય કરીને શીધ્ર મને તે સમાચાર આપો.
ભરતરાજાએ આ પ્રમાણે કહ્યું ત્યારે તે સાંભળીને અઢાર શ્રેણી-પ્રશ્રેણીના પ્રજાજન ખુશ થાય છે થાવતુ વિનયપૂર્વક રાજાનાં વચન શિરોધાર્ય કરે છે. તે પ્રમાણે કરીને રાજાની પાસેથી નીકળે છે. નીકળીને તેઓ રાજાની આજ્ઞાનુસાર અષ્ટાલિકા મહોત્સવ નિમિત્તે નગરીને શુલ્ક મુક્ત કરવી વગેરે વ્યવસ્થા કરે છે અને કરાવે છે. ત્યારપછી ભરતરાજાની સમીપે આવીને તેમને કહે છે કે “આપની આજ્ઞાનુસાર બધી વ્યવસ્થા થઈ ગઈ છે.” આ રીતે ભરત રાજાની આજ્ઞા મુજબ નગરીમાં અણહ્નિકા મહોત્સવ ઉજવાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ચક્રવર્તીના ચક્રરત્નની ઉત્પત્તિ તથા તેની પૂજાવિધિનું વિસ્તૃત વર્ણન છે.