________________
૧૩૬ ]
શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર
प्पमाणमित्तं ओहिणिगरं करेत्ता चंदप्पभ वइर वेरुलियविमलदंडं, कंचणमणिरयणभत्तिचितं, कालागुरूपवस्कुंदुरूक्कतुरूक्कधूक्गंधुत्तमाणुविद्धं च धूमवट्टि विणिम्मुयंतं, वेरुलियमयं कडच्छुयं पग्गहेत्तु पयते, धूवं दहइ, दहेत्ता सत्तट्ठपयाई पच्चोसक्कइ, पच्चोसक्केत्ता वामं जाणुं अंचेइ जाव पणामं करेइ, करेत्ता आउहघरसालाओ पडिणिक्खमइ, पडिणिक्खमेत्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला, जेणेव सीहासणे, तेणेव उवागच्छइ, उवागच्छित्ता सीहासणवरगए पुरत्थाभिमुहे सण्णिसीयइ, सण्णिसित्ता अट्ठारस सेणिप्पसेणीओ सद्दावेइ सद्दावेत्ता एवं वयासीભાવાર્થ:- આ પ્રમાણે ભરતરાજા પોતાની સર્વ પ્રકારની ઋદ્ધિ, ધુતિ, બલ-સૈન્ય અને પરિવારાદિ સમૂહથી યુક્ત થઈને આવે છે, ચક્રરત્ન પ્રતિ પૂર્ણ આદરભાવ સહિત; યથાયોગ્ય સમસ્ત વિભૂષાથી સુસજ્જ, પોતાના સમસ્ત વૈભવ સહિત, વસ્ત્ર, પુષ્પ, ગંધ, અલંકાર અને સર્વ શોભા સહિત; સર્વ વાજિંત્રોના નાદ સહિત તથા મહાદ્ધિ, મહાધુતિ યાવતું એક સાથે વગાડવામાં આવતા શ્રેષ્ઠ વાજિંત્રો- શંખ, ઢોલ, મોટા ઢોલ, ભેરી, ઝાલર, ખરમુખી, મુરજ, મૃદંગ, દુભિના મહાનાદ સહિત તે ભરતરાજા આયુધશાળા સમીપે આવે છે. આવીને ચક્રરત્ન દષ્ટિગોચર થતાં જ દૂિરથી] ચક્રરત્નને પ્રણામ કરે છે. પ્રણામ કરીને
જ્યાં ચક્રરત્ન છે ત્યાં આવે છે. આવીને હાથમાં મોરપીંછ ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને ચક્રરત્નનું પ્રમાર્જન કરે છે, પ્રમાર્જન કરીને દિવ્ય જલધારાથી પ્રક્ષાલન કરે છે, પ્રક્ષાલન કરીને સરસ ગોશીર્ષ ચંદનનો લેપ કરે છે, લેપ કરીને તાજા ઉત્તમ સુગંધિત દ્રવ્યો અને પુષ્પોથી પૂજા કરે છે, પૂજા કરીને તેના ઉપર પુષ્પો, માળાઓ, ગંધ દ્રવ્યો, ચૂર્ણ, વસ્ત્ર અને અલંકારો ચઢાવે છે, પુષ્પાદિ ચઢાવીને તે ચક્રરત્નની સામે ઉજ્જવળ સ્નિગ્ધ, શ્વેત, રત્નમય અક્ષત ચોખાથી અષ્ટમંગલનું આલેખન કરે છે. તે અષ્ટમંગલોના નામ આ પ્રમાણે છે. યથા- સ્વસ્તિક, શ્રીવત્સ, નંદાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન, મત્સ્ય, કળશ અને દર્પણ. અષ્ટ મંગલનું આલેખન કરીને દરેક મંગળ દ્રવ્યના ચિત્રની અંદર આલેખવામાં આવેલા વર્ગો ઉપર ગુલાબ, મોગરા, ચંપક, અશોક, પુન્નાગ, વૃક્ષના પુષ્પો, આમ્રમંજરી, નવમલ્લિકા, બકુલ, તિલક, કણેર, કુંદ, કુબ્બક, ટોરંટક, પત્ર, દમનક વગેરે તાજા, અમ્લાન, સુરભિત અને પાંચ વર્ણના પુષ્પોને રાજા અત્યંત કોમળતાથી પોતાના હાથેથી ગ્રહણ કરીને ચઢાવે છે. આશ્ચર્યકારક રીતે તે પુષ્પોને એટલી માત્રામાં ચઢાવે છે કે તે ચક્રરત્નની ચારેબાજુની ભૂમિમાં પુષ્પોનો જાનુપ્રમાણ(ઘૂંટણ સુધી), ૨૮ અંગુલ પ્રમાણ ઢગલો થઈ જાય છે.
ત્યારપછી ચંદ્રપ્રભમણિ, વજમણિ અને વૈર્યમણિ જેવા વિમલદંડવાળી; સુવર્ણ અને મણિરત્નોથી નિર્મિત; કાલાગુરુ, શ્રેષ્ઠ કુંદરુષ્ક, તુરુષ્ક, લોબાન વગેરે ધૂપના ઉત્તમ પદાર્થની સુગંધથી સુગંધિત; ધૂપની સુગંધ જેમાંથી નીકળતી હોય તેવી ધૂપદાનીને ગ્રહણ કરી; તેમાં ધૂપ કરીને ચક્રને ધૂપ આપે છે. ત્યારપછી રાજા પાછા પગે ચાલીને સાત, આઠ પગલા પાછળ જઈને, ત્યાં પોતાના ડાબા ઘૂંટણને ઊભો રાખીને, જમણા ઘૂંટણને જમીન પર સ્થાપિત કરીને (નોર્ધીની મુદ્રામાં બેસીને) વાવ ચક્રને પ્રણામ કરે છે, પ્રણામ કરીને આયુધશાળામાંથી બહાર નીકળે છે; બહાર નીકળીને બાહ્ય ઉપસ્થાન શાળા-સભાભવનમાં આવે છે અને પૂર્વાભિમુખ સિંહાસન પર વિધિવતુ બેસે છે. બેસીને અઢાર શ્રેણી-પ્રશ્રેણી સર્વ જાતિના