________________
૧૨૦ ]
શ્રી જેબલીપ પ્રાપ્તિ સત્ર
પ્રથમ વિભાગનું સંપૂર્ણ વર્ણન અવસર્પિણીના ત્રીજા આરાના અંતિમ ત્રિભાગની સમાન છે. તે સમાનતામાં જે તફાવત છે તેનો ઉલ્લેખ સૂત્રકારે સુરત રવજ્ઞા, ૩૪માનવા શબ્દથી કર્યો છે.
સમાવિષ-28ષભ દેવ સ્વામીને વર્જિને.. તેની વ્યાખ્યા બે રીતે કરવામાં આવે છે. અવસર્પિણીકાલના વર્ણનમાં, ત્રીજા આરામાં થયેલા ઋષભદેવ સ્વામીએ પુરુષોની ૭ર કળા, સ્ત્રીઓની ૪ કળા, શિલ્પો, કૃષિ વિદ્યા, લેખન વિદ્યા આ સર્વ શીખવાડ્યું, તે પ્રમાણે વર્ણન છે. પ્રસ્તુત ચોથા આરાના વર્ણનમાં અંતિમ તીર્થકર શિલ્પાદિ શીખવાડે તેમ કહેવું ઉચિત નથી. પૂર્વ પ્રવૃત્ત શિલ્પો, પાકાદિ ક્રિયાઓની અનુવૃત્તિ જ હોય છે માટે ઋષભદેવને વર્જિને અર્થાતુ ઋષભદેવ સ્વામીની જેમ શિલ્પો, કળાઓ શીખવવી તેવું વર્ણન ન કરવું અથવા અવસર્પિણીના ત્રીજા આરામાં એક પ્રથમ તીર્થકર ઋષભદેવ થયા તેમ ઉત્સર્પિણીના ચોથા આરામાં એક ભદ્રકૃત નામના ચોવીસમા તીર્થંકર થશે. માટે 'ઋષભદેવ સ્વામી'ના નામ પૂર્વકનું કથન ન કરવું અને ભદ્રકૃત સ્વામી એવા નામથી કથન કરવાનું સૂચન છે.
Gad Rવા :- કુલકરને વર્જિને. અવસર્પિણીકાળમાં અંતિમ ત્રિભાગમાં કુલકર થાય છે. તેઓ કુલમાનવ સમૂહોની રચના કરે છે. તેવી કુલ વ્યવસ્થા ઉત્સર્પિણીના ચોથા આરામાં કુલકરોએ કરવાની રહેતી નથી. તે સર્વ વ્યવસ્થા પૂર્વકાળથી ચાલુ જ હોય છે, તે અપેક્ષાએ સૂત્રકારે "કુલકર વર્જિને" તેવું કથન કર્યું છે. કેટલાક આચાર્યઓનું કથન છે કે
अण्णे पढंति तं जहा-तीसे णं समाए पढमे तिभाए इमे पण्णरस कुलगरा समुप्पज्जिस्संति તન- સુમરું, કેસુ, સીમંત, સીમંધરે, મરે, રહેમંધરે, વિમરવાહો, વહુ, નલ, મિલે, લાખે, પહેબ, મજે, , મે, લે તે વંદેળા તો માગો વધ્યા
તે કાલના પ્રથમ ત્રિભાગમાં પંદર કુલકર થશે– (૧) સુમતિ (૨) પ્રતિશ્રુતિ (૩) સીમંકર (૪) સીમંધર (પ) ક્ષેમકર (૬) ક્ષેમંધર (૭) વિમલવાહન (2) ચક્ષુષ્માન (૯) યશસ્વાન (૧૦) અભિચંદ્ર (૧૧) ચંદ્રાભ (૧૨) પ્રસેનજિત (૧૩) મરુદેવ (૧૪) નાભિ (૧૫) ઋષભ. શેષ વર્ણન તે જ પ્રમાણે જાણવું.
ઠાણાંગ સૂત્રમાં આગામી ચોવીસીના સાત કુલકરનો નામોલ્લેખ છે. (૧) મિત્તવાહન (૨) સુભૂમ (૩) સુપ્રભ (૪) સ્વયંપ્રભ (૫) દત્ત (ડ) સુધર્મ (૭) સુબંધુ.
ઉત્સર્પિણીના ચોથા આરાના પ્રથમ વિભાગમાં કુલકરોના અસ્તિત્વને સ્વીકારનારાઓના મતે આ કુલકરો ત્રણ પ્રકારની દંડનીતિનો પ્રયોગ કરે છે. આ ત્રિવિભાગમાં રાજ્યધર્મ, ગણધર્મ આદિ નાશ પામે છે. ૨૪મા તીર્થંકરના નિર્વાણ પછીનો કાળ મિશ્રકાળ હશે, તે સમયે કલ્પવૃક્ષ ફળ આપવાનો પ્રારંભ કરશે પણ તેનું પ્રમાણ હજી અલ્પ હોવાથી પ્રથમના કુલકર ત્રણે દંડનીતિનો ઉપયોગ કરશે તત્પશ્ચાત્ કાળક્રમે લોકો ભદ્ર પ્રકૃતિના થતાં જશે, કલ્પવૃક્ષો વધુ ફળદાયી થતાં જશે તેમ બે દંડનીતિ અને પછી એક દંડનીતિ કુલકરો અજમાવશે. ચોથા આરાનો અંતિમ ત્રીજા ભાગનો, અંતિમ પલ્યોપમનો આઠમો ભાગ પૂર્ણ થાય ત્યારે સર્વ મનુષ્યો અહમિન્દ્રત્વને પ્રાપ્ત કરશે. તાત્પર્ય એ છે કે અરિષ્ટનામક બારમા ચક્રવર્તીના કુળમાં ઉત્પન્ન કુલકરો રાજધર્માદિ નાશ પામ્યા પછી હકારાદિ દંડનીતિ દ્વારા સમાજ વ્યવસ્થા કરશે. આ