________________
બીજી વક્ષસ્કાર
| ૧૧૯ |
परिवड्डेमाणे एत्थ णं सुसमदूसमा णामं समा काले पडिवज्जिस्सइ समणाउसो ! ભાવાર્થ - હે આયુષ્યમાન શ્રમણ ગૌતમ! તે સમયે અનંત વર્ણાદિ પર્યાયો પરવર્ધિત થતાં થતાં જ્યારે ૪૨ હજાર વર્ષ ન્યૂન એક ક્રોડાક્રોડી સાગરોપમનો ત્રીજો આરો પૂર્ણ થશે ત્યારે સુષમદુષમા નામના ચોથા આરાનો પ્રારંભ થશે. १३२ सा णं समा तिहा विभजिस्सइ तं जहा- पढमे तिभागे, मज्झिमे तिभागे, पच्छिमे तिभागे । ભાવાર્થ:- તે કાળ ત્રણ ભાગોમાં વિભક્ત થશે, તે આ પ્રમાણે છે– પ્રથમ તૃતીય ભાગ, મધ્યમ તૃતીય ભાગ અને અંતિમ તૃતીય ભાગ. १३३ तीसे णं भंते ! समाए पढमे तिभाए भरहस्स वासस्स केरिसए आयारभावपडोयारे भविस्सइ ?
गोयमा ! बहुसमरमणिज्जे जाय भविस्सइ । मणुयाणं जा चेव ओसप्पिणीए पच्छिमे तिभागे वत्तव्वया सा भाणियव्वा, कुलगरवज्जा उसभसामिवज्जा । तीसे णं समाए पढमे तिभाए रायधम्मे जाव धम्मचरणे य वोच्छिज्जिस्सइ ।
तीसे णं समाए मज्झिमपच्छिमेसु तिभागेसु जा पढममज्झिमेसु वत्तव्वया ओसप्पिणीए सा भाणियव्वा । सुसमा तहेव, सुसमासुसमावि तहेव जाव छव्विहा मणुस्सा अणुसज्जिस्संति जाव सणिच्चारी । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે કાળના પ્રથમ ત્રિભાગમાં ભરતક્ષેત્રનું સ્વરૂપ કેવું હશે?
ઉત્તર- હે ગૌતમ! તેનો ભૂમિભાગ ઘણો સમતલ અને રમણીય હશે. અવસર્પિણી કાળના સુષમદુઃષમ નામના ત્રીજા આરાના અંતિમ તૃતીય વિભાગમાં મનુષ્યોના સ્વરૂપનું જેવું વર્ણન કર્યું છે, તેમાંથી કુલકર અને ઋષભદેવ સ્વામીના વર્ણનને છોડીને, શેષ સર્વ વર્ણન આ આરાના મનુષ્યોને પણ સમજવું. તે કાળના પ્રથમ ત્રિભાગમાં રાજધર્મ, યાવતું ચારિત્રધર્મ વિચ્છિન્ન થશે. આ કાળના મધ્યમ અને અંતિમ ત્રિભાગની વક્તવ્યતા, અવસર્પિણીકાળના પ્રથમ અને મધ્યમ ત્રિભાગની જેવી સમજવી જોઈએ. સુષમા અને સુષમસુષમાકાળ પણ તે જ પ્રમાણે છે. છ પ્રકારના મનુષ્યો આદિનું વર્ણન પૂર્વવત્ જાણવું.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ઉત્સર્પિણી કાળના સુષમદુષમા નામના ચોથા આરાનું સ્વરૂપ વર્ણન છે. આ આરો અવસર્પિણીના ત્રીજા આરાની જેમ બે ક્રોડાક્રોડી સાગરોપમનો છે. આ આરાના ત્રણ વિભાગમાંથી