________________
બીજી વક્ષસ્કાર
૧૧૭
જ સિફાતિ :- ઉત્સર્પિણીકાલના આ બીજા આરામાં કોઈ જીવ સિદ્ધ થતા નથી. ઉત્સર્પિણીકાલનો બીજો આરો, અવસર્પિણીકાલના પાંચમાં આરા જેવો જ હોય છે. અવસર્પિણીકાલના પાંચમાં આરામાં પાંચ ગતિ કહી છે અને અહીં ઉત્સર્પિણીકાલના બીજા આરામાં સિદ્ધ ગતિનો નિષેધ કર્યો છે. અવસર્પિણીકાલના ચોથા આરામાં તીર્થકર વિદ્યમાન હોય છે. પાંચમાં આરામાં તેનું શાસન હોય છે. તેથી ચોથા આરામાં જન્મેલી વ્યક્તિ પાંચમાં આરામાં સિદ્ધ થઈ શકે છે. પરંતુ ઉત્સર્પિણીકાલના બીજા આરામાં તીર્થકર કે તીર્થકરનું શાસન વિદ્યમાન હોતું નથી. તેથી આ આરામાં કોઈ સિદ્ધ થતાં નથી. ઉત્સર્પિણી કાળના બીજા આરામાં રાજ્ય વ્યવસ્થાદિ પ્રવર્તન :- અવસર્પિણીના છઠ્ઠા અને ઉત્સર્પિણીના પ્રથમ આરામાં બિલવાસી મનુષ્ય હોય છે. તેઓમાં રાજ્યાદિ વ્યવસ્થા હોતી નથી. બીજા આરામાં પાંચ પ્રકારના વરસાદના કારણે જમીન રસવતી બનતા, વનસ્પતિ ઉગવાથી બિલવાસી મનુષ્યો બહાર નીકળી, અન્ય ક્ષેત્રોમાં વિચરવા લાગે છે. તે સમયે નગરાદિ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થાદિ અસ્તિત્વમાં આવે છે. નગરાદિ વ્યવસ્થા માટે વૃત્તિકારે ત્રણ કારણ દર્શાવ્યા છે– (૧) કોઈ વ્યક્તિને જાતિસ્મરણજ્ઞાન થાય અને તે જ્ઞાનના આધારે રાજનીતિ આદિ શરૂ કરે (૨) ક્ષેત્રના અધિષ્ઠાયક દેવ કોઈ મનુષ્યને પ્રેરણા-જ્ઞાનાદિ આપી તે વ્યવસ્થા શરૂ કરાવે અથવા (૩) કાલાનુભવ જનિત નિપુણતાથી આ વ્યવસ્થા શરૂ થાય છે. જેમ વૃક્ષાદિને જોઈને બિલવાસી મનુષ્યો સ્વયં ફૂરણાથી જ માંસાહારનો ત્યાગ અને માંસાહાર કરનાર સાથે વ્યવહાર ન રાખવાની નીતિ અપનાવે છે, તેમ કાલપ્રભાવે સર્વ વ્યવસ્થા ગોઠવાય જાય છે. કાલસપ્તતિ ગ્રંથમાં બીજા આરામાં નગરાદિ વ્યવસ્થા કરનાર કુલકર થશે તમે કહ્યું છે. દુષમસુષમા નામનો ત્રીજો આરો :१२७ तीसे णं समाए एक्कवीसाए वाससहस्सेहिं काले वीइक्कते अणंतेहिं वण्ण- पज्जवेहिं जाव परिवड्डेमाणे-परिवड्डेमाणे एत्थ णं दुस्समसुसमा णामं समा काले पडिवज्जिस्सइ समणाउसो ! ભાવાર્થ :- સમયે અનંત વર્ણાદિ પર્યાયો ક્રમશઃ પરિવર્તિત થતાં-થતાં જ્યારે ૨૧,૦૦૦ વર્ષનો બીજો આરો વ્યતીત થશે ત્યારે દુષમસુષમા નામ ત્રીજા આરાનો પ્રારંભ થશે. १२८ तीसेणं भंते ! समाए भरहस्स वासस्स केरिसए आयारभावपडोयारे भविस्सइ?
गोयमा ! बहूसमरमणिज्जे भूमिभागे भविस्सइ, से जहाणामए आलिंगपुक्खरेइ वा जाव कित्तिमेहिं चेव अकित्तिमेहिं चेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે કાળમાં ભરતક્ષેત્રનું સ્વરૂપ કેવું હશે?
ઉત્તર- હે ગૌતમ! તે કાળમાં ભરતક્ષેત્રનો ભૂમિભાગ ઘણો સમતલ અને રમણીય હશે. તે ઢોલકના ચર્મમઢિત ભાગ જેવો સમતલ હશે. યાવત્તે અનેક પ્રકારના કૃત્રિમ-અકૃત્રિમ તૃણ વનસ્પતિઓથી સુશોભિત હશે.