________________
બીજો વક્ષસ્કાર
દેવાનુપ્રિયો ! નંદનવનમાંથી શીઘ્ર સરસ, ઉત્તમ ગોશીર્ષ ચંદનના લાકડા લઈ આવો. લાવીને ત્રણ ચિતાઓ બનાવો. એક તીર્થંકર ભગવાન માટે, એક ગણધરો માટે અને એક શેષ સર્વ મુનિઓ માટે. ત્યારે તે ભવનપતિ યાવત્ વૈમાનિકદેવો નંદનવનમાંથી સરસ, ઉત્તમ, ગોશીર્ષ ચંદનના લાકડા લઈ આવ્યા, લાવીને ત્રણ ચિતાઓ બનાવી. એક તીર્થંકર ભગવાન માટે, એક ગણધરો માટે અને એક મુનિઓ માટે.
૯૩
९१ तणं से सक्के देविंदे देवराया आभिओगे देवे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी - खिप्पामेव भो देवाणुप्पिया ! खीरोदगसमुद्दाओ खीरोदगं साहरह । तए णं ते आभिओगा देवा खीरोदगसमुद्दाओ खीरोदगं साहरंति ।
तणं सक्के देविंदे देवराया तित्थयस्सरीरगं खीरोदगेणं ण्हाणेइ, णहाणेत्ता सरसेणं गोसीसवरचंदणेणं अणुलिंपइ, अणुलिंपेत्ता हंसलक्खणं पडसाडयं णियंसेइ, णियंसेत्ता सव्वालंकारविभूसियं करेइ ।
तणं ते भवणवइ जाव वेमाणिया देवा गणहस्सरीरगाइं अणगास्सरीरगाइंपि खीरोदगेणं ण्हावंति, ण्हावेत्ता सरसेणं गोसीसवरचंदणेणं अणुलिंपंति, अणुलिंपेत्ता अहयाइं दिव्वाइं देवदूसजुयलाई णियंसंति, णियंसेत्ता सव्वालंकारविभूसियाई करें |
ભાવાર્થ :- ત્યારપછી દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રે આભિયોગિકદેવોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિયો ! તમે શીઘ્ર ક્ષીરસમુદ્રમાંથી ક્ષીરોદક લાવો. તે આભિયોગિક દેવો ક્ષીરોદક સમુદ્રમાંથી ક્ષીરોદક લાવ્યા.
ત્યારપછી(પોતાના જીત વ્યવહાર અનુસાર)દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રે તીર્થંકરના શરીરને ક્ષીરોદકથી સ્નાન કરાવ્યું. સ્નાન કરાવી સરસ, ઉત્તમ, ગોશીર્ષ ચંદનનો લેપ કર્યો. લેપ કરીને તેમને હંસ જેવાં શ્વેત-વસ્ત્ર પહેરાવ્યાં, વસ્ત્ર પહેરાવીને(શ્રમણ યોગ્ય)સર્વ અલંકારોથી શણગાર્યું. પછી ભવનપતિ યાવત્ વૈમાનિક આદિ દેવોએ ગણધરોનાં શરીરને અને સાધુઓનાં શરીરને ક્ષીરોદકથી સ્નાન કરાવ્યું. સ્નાન કરાવીને તેમને સ્નિગ્ધ, ઉત્તમ ગોશીર્ષ ચંદનનો લેપ કર્યો. લેપ કરીને બે દિવ્ય દેવદૂષ્ય વસ્ત્ર ધારણ કરાવ્યાં. એ પ્રમાણે કરીને સર્વ અલંકારોથી વિભૂષિત કર્યા.
९२ तए णं से सक्के देविंदे देवराया ते बहवे भवणवइ जाव वेमाणिए देवे एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! ईहा- मिग- उस तुरग जाव वणलयपउमलय- भत्तिचित्ताओ तओ सिवियाओ विउव्वह, एगं भगवओ तित्थयरस्स, एगं गणहराणं, एगं अवसेसाणं अणगाराणं, तए णं ते बहवे भवणवइ जाव वेमाणिया तओ सिवियाओ विउव्वंति, एगं भगवओ तित्थयरस्स, एगं गणहराणं,