________________
બીજી વક્ષસ્કાર
૪૯]
કમળોના નિર્મળ પત્રોના સમૂહ જેવા અર્થાત્ રક્ત, શ્વેત અને નીલવર્ણી, શુભલક્ષણોના યોગથી પ્રશસ્ત, અજિહ્મ– ભદ્રભાવયુક્ત અર્થાત્ નિર્વિકાર, કાંત- સુંદર હોય છે. તેઓની સુંદર પાંપણો-પલકથી યુક્ત, ધવલ, લાંબી-કર્ણાન્તગત, આતામ્ર-આછા લાલ રંગની હોય છે. તેઓની ભ્રમરો– નેણ, ખેંચેલા ધનુષ્યની જેવી સુંદર, થોડી વાંકી, કાળા વાદળોની રેખાની સમાન, પાતળી, સુજાત-શોભનીય હોય છે. તેઓના કાન- સુસંગત, પ્રમાણયુક્ત હોય છે. તેઓના કપોલ– લમણા પુષ્ટ, ઊંચા-નીચા ન હોય તેવા સમાન, મૃષ્ટ-શુદ્ધ હોય છે. તેઓનું લલાટ- ભાલ પ્રદેશ ચોરસ, પ્રશસ્ત, સમ-અવિષમ હોય છે. તેઓનું વદનમુખ શરદઋતુના પૂર્ણમાસી ચંદ્રની જેમ પરિપૂર્ણ, સૌમ્ય- પ્રસન્ન હોય છે. તેઓનું ઉત્તમાંગ– મસ્તક છત્રની જેમ ઉન્નત હોય છે. તેઓના વાળ કાળા, સ્નિગ્ધ-રેશમી, સુગંધિત અને લાંબા હોય છે.
તે સ્ત્રીઓ ૩ર લક્ષણી હોય છે. તે ૩ર લક્ષણો-ચિહ્નો આ પ્રમાણે છે– (૧) છત્ર (૨) ધ્વજા (૩) યજ્ઞ સ્તંભ (૪) સૂપ (૫) માળા (૬) કમંડળ (૭) કળશ (૮) વાપી-વાવડી (૯) સ્વસ્તિક (૧૦) પતાકા (૧૧) યવ (૧૨) મત્સ્ય (૧૩) કાચબો (૧૪) શ્રેષ્ઠરથ (૧૫) મકર ધ્વજ (૧૬) અંક-કાળા તલ (૧૭) થાળ (૧૮) અંકુશ (૧૯) અષ્ટાપદ-ધુતપટ્ટ (૨૦) સુપ્રતિષ્ઠક-સરાવલો (ર૧) મોર (રર) અભિષેક પામતી લક્ષ્મી (૨૩) તોરણ (ર૪) પૃથ્વી (રપ) સમુદ્ર (ર૬) ઉત્તમભવન (૨૭) પર્વત (૨૮) શ્રેષ્ઠ દર્પણ (૨૯) લીલોત્સુક હાથી (૩૦) બળદ (૩૧) સિંહ (૩૨) ચામર. | १७ हंससरिसगईओ, कोइलमहरगिस्सुस्सराओ, कंताओ, सव्वस्स अणुमयाओ, ववगय वलिपलियवंगदुव्वण्णवाहिदोहग्गसोगमुक्काओ, उच्चत्तेण य णराण थोवूण मुस्सियाओ, सभावसिंगार चारु वेसाओ, संगयगय हसिय भणियचिट्ठियविलाससंलाव-णिउणजुत्तोवयास्कुसलाओ, सुंदरथण जहण वयण करचलणणयणलावण्णवण्णरुव-जोव्वणविलासकलियाओ, णंदण वण विवर चारिणीउव्व-अच्छराओ, भरहवासमाणुस-च्छराओ, अच्छेरगपेच्छणिज्जाओ, पासाईयाओ जाव अभिरूवाओ पडिरुवाओ । ભાવાર્થ:- તેઓની(યુગલિક સ્ત્રીની) હંસ જેવી ગતિ, કોયલ જેવો મધુર સ્વર હોય છે, તેઓ કાંતિયુક્ત હોય છે. તેઓ સર્વજનમાન્ય હોય છે. તેઓના શરીર પર ક્યારે ય કરચલી પડતી નથી, વાળ સફેદ થતા નથી અર્થાત્ વૃદ્ધાવસ્થા આવતી નથી. તેઓ હીનાધિક અવયવ, અપ્રશસ્ત વર્ણ, જવરાદિ વ્યાધિ, દુર્ભાગ્યવૈધવ્ય, પતિ, પુત્રના મરણજન્ય અને દારિદ્રજન્ય દુઃખ, શોકથી રહિત હોય છે. તેની ઊંચાઈ પુરુષ કરતા કિંચિત્ ન્યૂન હોય છે. સ્વભાવથી જ તેનો વેષ શૃંગારાનુરૂપ હોય છે. તેઓ સુયોગ્યગતિ, હાસ્ય, વચન, ચેષ્ટા, વિલાસ, શૃંગાર, તેમજ પરસ્પરના વાર્તાલાપમાં નિપુણ હોય છે અર્થાત્ લોકવ્યવહારમાં કુશળ હોય છે. તેઓના સ્તન, જઘન-કટિભાગ, વદન, હાથ, પગ, નયન, લાવણ્ય, રૂપ, યૌવન, વિલાસ(સ્ત્રી યોગ્ય ચેષ્ટાઓ) સુંદર હોય છે. તે સ્ત્રીઓ નંદનવનમાં વિચરણશીલ-વિચરણના સ્વભાવવાળી અપ્સરાઓ જેવી હોય છે, ભારતવર્ષની માનવીય અપ્સરાઓ સમાન શોભતી હોય છે. તેઓ મનુષ્ય લોકના આશ્ચર્યરૂપ હોવાથી લોકો વડે પ્રેક્ષણીય હોય છે, પ્રાસાદીય યાવત મનોજ્ઞ અને મનોહર હોય છે.