________________
શ્રી જંબુદ્રીપ પ્રાપ્તિ સૂત્ર
દઢ સ્નાયુઓથી સારી રીતે બદ્ઘ હોય છે. તેઓના બંને ઉરુ(સાથળ)– કેળના સ્તંભથી વધુ સુંદર સંસ્થાન– વાળા, કોઈ પણ જાતના ઘા આદિના નિશાન વિનાના, સુકુમાર, મૃદુ, માંસલ, અવિરલ-પરસ્પર અડીને રહેલા, સમતુલ્ય પ્રમાણવાળા, સક્ષમ, સુજાતવૃત્ત-શ્રેષ્ઠ ગોળાકાર રૂપે ઉત્પન્ન થયેલા, પુષ્ટ, હંમેશાં અંતર રહિત હોય છે. તેઓની શ્રોણી– કટીનો અગ્રભાગ અક્ષત ધૃતફલકની જેમ શ્રેષ્ઠ આકારયુક્ત, પ્રશસ્ત, વિસ્તીર્ણ, અતિસ્થૂલ હોય છે. તેઓનો કટિ(કમ્પર)નો પૂર્વભાગ– વદન- મુખ કરતાં (૧૨ અંગુલ પ્રમાણથી) દ્વિગુણિત અર્થાત્ ૨૪ અંગુલ પહોળો, માંસલ, સુબદ્ધ, હોય છે. તેઓનું કટિરૂપ મધ્યાંગ– વજ્રરત્ન જેવું મનોહર, સામુદ્રિક શાસ્ત્ર કથિત પ્રશસ્ત ગુણ-લક્ષણયુક્ત, વિકૃત ઉદરથી રહિત અર્થાત્ અલ્પ ઉદરવાળું, ત્રિવલીથી યુક્ત, બળયુક્ત, ગોળાકાર અને તનુ- પાતળું હોય છે. તેની રોમરાજિ– ૠજુ-સરળ, સમ-એક સરખી, સંહિત-પરસ્પર મળેલી, જાતિ-સ્વભાવથી પાતળી, કૃષ્ણ, સ્નિગ્ધસુંવાળી, આદેય-નેત્ર માટે સ્પૃહણીય લલિત-સુંદરતા યુક્ત, સુજાત, સુવિભક્ત-યોગ્ય વિભાગથી સંપન્ન, કાંત-કમનીય, શોભાયમાન, અતિમનોહર હોય છે. તેઓની નાભિ− ગંગા નદીના વમળની જેમ ગોળ, દક્ષિણાવર્ત તરંગની જેમ ગોળ, ઉદય પામતા સૂર્યના કિરણોથી વિકસિત થતાં કમળ સમાન ગૂઢ અને ગંભીર હોય છે. તેઓના ઉદરનો વામ–ડાબો ભાગ- અનુક્ર્મટ-અસ્પષ્ટ, બહાર ન દેખાય તેવો પ્રશસ્ત, પીન-સ્થૂલ હોય છે. તેઓના બંને પાર્શ્વ— પડખા ક્રમશઃ સાંકડા, સંગત-દેહ પ્રમાણને અનુરૂપ, સુંદર રીતે સુજાત-નિષ્પન્ન થયેલા, ઉચિત પ્રમાણમાં સ્કૂલ, જોનારાને આનંદપ્રદ, મનોહર હોય છે. તેઓની દેહયષ્ટિ–સાંઠી અકદંડુક-માંસલ હોવાથી હાડકા ન દેખાય તેવી, સુવર્ણ જેવી કાંતિથી યુક્ત, નિર્મળસ્વાભાવિક અને ઉપરથી લાગતા મેલથી રહિત, સુજાત- દોષ રહિતપણે ઉત્પન્ન, નિરુપહત- જ્વરાદિ રોગ તેમજ દંશાદિ ઉપદ્રવોથી રહિત હોય છે. તેઓના સ્તન– સુવર્ણ કળશની જેમ મનોહર, એક સરખા, પરસ્પર મળેલા, સુંદર અગ્રભાગથી યુક્ત, સમશ્રેણીમાં યુગ્મરૂપે ગોળાકાર, ઉભારયુક્ત, સ્થૂળ, આનંદદાયક અને માંસલ હોય છે. તેઓની બંને ભુજાઓ– બાહુ, સર્પની જેમ ક્રમશઃ નીચેની તરફ પાતળી, ગોપુચ્છની જેમ ગોળાકાર, અવિરલ- એક સરખી, આદેય અને મનોહર હોય છે. તેઓના હાથના નખ— તામ્રવર્ણના હોય છે, અગ્રહસ્ત માંસલ હોય છે. હાથની આંગળીઓ– પુષ્ટ, કોમળ અને ઉત્તમ હોય છે. તેઓની હસ્તરેખાઓ–સ્નિગ્ધ-ચળકતી હોય છે. તેમની હથેળીમાં સુવિભક્ત, સુસ્પષ્ટ, સનિર્મિત સૂર્ય, ચંદ્ર, શંખ, ચક્ર અને સ્વસ્તિકના રેખા ચિહ્નો હોય છે. તેઓનો કક્ષભાગ–બગલ, વક્ષઃસ્થળ, ગુલપ્રદેશ પુષ્ટ, ઉન્નત અને પ્રશંસ્ય હોય છે. તેઓનું ગળું અને કંઠપ્રદેશ- પરિપુષ્ટ, સુંદર હોય છે. તેઓની ગ્રીવા– ડોક, ઉત્તમ શંખ સદશ ત્રણ રેખાયુક્ત, ચાર અંગુલ પ્રમાણવાળી હોય છે. તેમની હડપચી– માંસલ, ઉચિત આકારવાળી અને પ્રમાણોપેત હોય છે. તેઓનો અધરોષ્ઠ– નીચેનો હોઠ દાડમના ફૂલ જેવો લાલ, પુષ્ટ, ઉપરના હોઠ કરતાં લાંબો, કંઈક વળેલો હોવાથી સુંદર, શ્રેષ્ઠ દેખાતો હોય છે. તેઓનો ઉપરનો હોઠ સુંદર હોય છે. તેઓના દાંત- દહીં, જલકણ, ચંદ્ર, કુંદપુષ્પ(મોગરો), વાસંતીની કળી જેવા શ્વેત, પોલાણરહિત, વિમળ હોય છે. તેઓનું તાલુ, જીહ્વા– રક્ત કમળની પાંખડીઓની જેમ લાલ, મૃદુ, સુકુમાર હોય છે. તેઓની નાસિકા– કણેર વૃક્ષની કલિકાની જેમ અકુટિલ, બે ભ્રમરની મધ્યમાંથી નીકળતી, સરળ, ઉત્તુંગ-ઊંચી, અણીયાળી હોય છે. તેઓના નયનો– શરદ ૠતુના નૂતન વિકસિત સૂર્ય વિકાસી પદ્મો, ચંદ્રવિકાસી કુમુદ-ઉત્પલો, કુવલય- નીલોત્પલ, નીલ
૪.