________________
[ ૧૮ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
सम्मुच्छिमाणं जहण्णेणं वि उक्कोसेण वि अंगुलस्स असंखेज्जइभागं । गब्भवक्कंतियाणं पज्जत्ताण य जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं तिण्णि गाउयाई । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! મનુષ્યોના ઔદારિકશરીરની અવગાહના કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની છે.
અપર્યાપ્તા મનુષ્યોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. સંમૂર્છાિમ મનુષ્યોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. ગર્ભજ મનુષ્યોની તથા તેના પર્યાપ્તાની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના દારિક શરીરોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનાની પ્રરૂપણા છે, તે ભાવાર્થથી સ્પષ્ટ છે.
કોઈપણ જીવની જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહના તેની ઉત્પત્તિના પ્રથમ સમયે હોય ત્યાર પછી તેમાં ક્રમશઃ વૃદ્ધિ થાય છે.
સચ્ચય ઔદારિક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના– સાધિક એક હજાર યોજનની છે, મધ્યલોકના બધા સમુદ્રો 1000 યોજન ઊંડા છે. તેમાં લવણ સમુદ્રના ગોતીર્થ આદિમાં રહેલા પાનાલ(કમળની નાલ-દાંડી)ની ૧000 યોજનની અવગાહના હોય છે. અન્ય સમુદ્રોમાં આટલી અવગાહનાવાળું ઔદારિક શરીર સંભવિત નથી. સમુદ્રો સિવાય અન્ય દ્રહ, વાવ આદિમાં યથાયોગ્ય અવગાહના થઈ શકે છે. નવ-નવ આલાપકઃ- પૃથ્વીકાયિકથી વનસ્પતિકાયિક પર્વતના પાંચે સ્થાવરમાં પ્રત્યેકના નવ-નવ સૂત્રો છે. (૧) સમુચ્ચય, (૨) સમુચ્ચય અપર્યાપ્તા, (૩) સમુચ્ચય પર્યાપ્તા, (૪) સમુચ્ચય સૂક્ષ્મ, (૫) સૂક્ષ્મ અપર્યાપ્તા, (૬) સૂક્ષ્મ પર્યાપ્તા અને (૭) સમુચ્ચય બાદર, (૮) બાદર અપર્યાપ્તા, (૯) બાદર પર્યાપ્તા. આ જ રીતે વિકસેંદ્રિયના પ્રત્યેકના નવ-નવ આલાપક છે.
આ જ રીતે જળચર, સ્થળચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ અને ખેચર, આ પાંચ પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિયના પ્રત્યેકના નવ-નવ આલાપક થાય છે. મનુષ્યોના ઔદારિક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના – ત્રણ ગાઉની છે. તે દેવકુરુ ઉત્તરકુરુ ક્ષેત્રના મનુષ્યોની અપેક્ષાએ સમજવી જોઈએ.
અહીં સૂત્રમાં કર્મભૂમિ કે અકર્મભૂમિના ભેદની વિવક્ષા વિના ગર્ભજ મનુષ્યોની અવગાહનાનું કથન છે. શ્રી જીવાભિગમ સૂત્રમાં ૧૫ કર્મભૂમિના, ૩૦ અકર્મભૂમિ અને પ૬ અંતરદ્વીપના મનુષ્યોની અવગાહનાનું પૃથક પૃથક કથન છે. કર્મભૂમિના ક્ષેત્રોમાં ભરત-ઐરાવત ક્ષેત્રોમાં છ આરાના પરિવર્તન પ્રમાણે અવગાહનામાં પરિવર્તન થાય છે. કોષ્ટકમાં તેનું કથન કર્યું છે.