________________
એકવીસમું પદ : અવગાહના સંસ્થાન
છે. તેમાં સમુચ્ચય અને તેના પર્યાપ્તા સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ ઔદારિક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના છ ગાઉની છે. સમુચ્ચય સંમૂર્ચ્છિમ અને તેના પર્યાપ્તા સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના અનેક ગાઉની હોય છે. સમુચ્ચય ગર્ભજ તથા તેના પર્યાપ્તા સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિયની ઉત્કૃષ્ટ અવગાહના છ ગાઉની છે.(તેના અપર્યાપ્તાની જઘન્ય અને ઉત્કૃષ્ટ શરીરાવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની હોય છે.)
૧૭
સમુચ્ચય ચતુષ્પદ, તેના પર્યાપ્તા, ગર્ભજ ચતુષ્પદ તથા તેના પર્યાપ્તા ઔદારિક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના છ ગાઉની છે.(તેના અપર્યાપ્તાની પૂર્વવત્ અંગુલના અસંખ્યાતમા ભાગની છે.) સંમૂર્છિમ અને તેના પર્યાપ્તાની ઉત્કૃષ્ટ અવગાહના અનેક ગાઉની છે.
આ જ રીતે સમુચ્ચય ઉરપરિસર્પ, તેના પર્યાપ્તા, ગર્ભજ ઉરપરિસર્પ તથા તેના પર્યાપ્તા ઔદારિક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના એક હજાર યોજનની છે. સંમૂર્છિમ ઉરપરિસર્પ અને તેના પર્યાપ્તા ઔદારિક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના અનેક યોજનની છે.
ભુજપરિસર્પના સમુચ્ચય, ગર્ભજ તથા તે બંનેના પર્યાપ્તા ઔદારિક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના અનેક ગાઉની છે અને સમુચ્ચય સંમૂર્છિમ તથા તેના પર્યાપ્તાની ઉત્કૃષ્ટ અવગાહના અનેક ધનુષની છે. | ३९ खहयराणं ओहिय-गब्भवक्कंतियाणं सम्मुच्छिमाण य तिण्ह वि उक्कोसेणं धणुपुहुत्तं । इमाओ संगहणिगाहाओ ।
जोयणसहस्स छग्गाउयाइं, तत्तो य जोयणसहस्सं । गाउयपुहुत्त भुयए, धणुपुहत्तं च पक्खीसु ॥१॥ जोयणसहस्स गाउयपुहत्त, तत्तो य जोयणपुहुत्तं । दोहं तु धणुपुहुत्तं, सम्मुच्छिमे होइ उच्चत्तं ॥२॥
ભાવાર્થ :- સમુચ્ચય ખેચર તથા તેના ગર્ભજ અને સંમૂર્છિમ, આ ત્રણેયની ઉત્કૃષ્ટ અવગાહના અનેક ધનુષની છે.
ગાથાર્થ– ગર્ભજ જળચરની ઉત્કૃષ્ટ અવગાહના એકહજાર યોજનની, ચતુષ્પદ સ્થળચરની છ ગાઉ, ઉરપરિસર્પની એક હજાર યોજનની, ભુજપરિસર્પની અનેક ગાઉની અને ખેચરની(પક્ષીઓની) અનેક ધનુષની છે.
સંમૂર્છિમ સ્થળચરની એકહજાર યોજનની, ચતુષ્પદ સ્થળચરની અનેક ગાઉની, ઉરપરિસર્પની અનેક યોજનની, ભુજપરિસર્પ અને ખેચરની અનેક ધનુષની ઉત્કૃષ્ટ અવગાહના જાણવી જોઈએ. ४० मणुस्सोरालियसरीरस्स णं भंते ! केमहालिया सरीरोगाहणा पण्णत्ता ?
गोमा ! जहणणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं तिण्णि गाउयाई । अपज्जत्ताणं जहण्णेण वि उक्कोसेण वि अंगुलस्स असंखेज्जइभागं ।