________________
એકવીસમું પદઃ અવગાહના સંસ્થાન
| १५
અને તેના પર્યાપ્તા-અપર્યાપ્તા ઔદારિક શરીરોની અવગાહના પણ અંગુલના અસંખ્યાતમા ભાગની છે.
સમુચ્ચય બાદર પૃથ્વીકાયિકો અને તેના પર્યાપ્તા-અપર્યાપ્તાની પણ આ જ પ્રમાણે જાણવી. આ રીતે પૃથ્વીકાયના નવ આલાપક થયા. જેવી રીતે પૃથ્વીકાયિકોના નવ આલાપક થયા તેવી જ રીતે અખાયિકોના, તેજસ્કાયિકોના અને વાયુકાયિકોના પણ નવ-નવ આલાપક કહેવા જોઈએ. |३५ वणस्सइकाइय-ओरालिय-सरीरस्स णं भंते ! केमहालिया सरीरोगाहणा पण्णत्ता ? गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं साइरेगं जोयणसहस्स । अपज्जत्तगाणं जहण्णेणं वि उक्कोसेणं वि अंगुलस्स असंखेज्जइभागं । पज्जत्तगाणं जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, उक्कोसेणं साइरेगं जोयणसहस्सं ।
बायराणं जहण्णेण अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं साइरेगं जोयणसहस्सं। पज्जत्ताण वि एवं चेव । अपज्जत्ताणं जहण्णेण वि उक्कोसेण वि अंगुलस्स असंखेज्जइभागं। सुहुमाणं पज्जत्तापज्जत्ताण य तिण्ह वि जहण्णेण वि उक्कोसेण वि अंगुलस्स असंखेज्जइभागं । भावार्थ:-प्रश्न- भगवन! वनस्पतिजायिौहार शरीरनीसवान। बीछ? 612-3 ગૌતમ! તેની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ(કમળનાલની અપેક્ષાએ) સાધિક એક હજાર યોજનની છે. વનસ્પતિકાયિક અપર્યાપ્તા ઔદારિક શરીરની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે.પર્યાપ્તા વનસ્પતિકાયિક ઔદારિક શરીરની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ સાધિક હજાર યોજનની છે.
સમુચ્ચય બાદર વનસ્પતિકાયિક ઔદારિક શરીરની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગની અને ઉત્કૃષ્ટ સાધિક હજાર યોજનની છે. તેના પર્યાપ્તાની અવગાહના પણ આ જ પ્રમાણે જાણવી જોઈએ. તેના અપર્યાપ્તાની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની જાણવી જોઈએ. સમુચ્ચય સૂક્ષ્મ અને તેના પર્યાપ્તા અને અપર્યાપ્તા, આ ત્રણેયની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. ३६ बेइंदियओरालियसरीरस्स णं भंते ! केमहालिया सरीरोगाहणा पण्णता?
गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं बारस जोयणाई। एवं सव्वत्थ वि अपज्जत्तयाणं अंगुलस्स असंखेज्जइभागं जहण्णेणं वि उक्कोसेण वि । पज्जत्तयाणं जहेव ओहियस्स। एवं तेइंदियाणं तिण्णि गाउयाई। चरिंदियाणं चत्तारि गाउयाइं ।