________________
પરિશિષ્ટ-૨ઃ કર્મ પરિશીલન
| ૪૦૫ ]
સાથે રહે છે, પોતાનું ફળ પ્રદર્શિત કરે છે અને ત્યારપછી તે આત્માથી દૂર થઈ જાય છે. આ રીતે તે કર્મરજ આત્મા સાથે સંયોગ સંબંધ બંધાઈને રહે ત્યાં સુધી જ તે પોતાનું ફળ પ્રદર્શિત કરે છે. આત્મા અને કર્મનો સંબંધ :- જે રીતે સોનાની ખાણમાં સુવર્ણ અને માટીનો સંબંધ અનાદિકાલીન હોવા છતાં તેનો અંત જીવના સ્વતંત્ર પુરુષાર્થથી થઈ શકે છે અને એક વાર તેનો અંત થયા પછી પુનઃ કદાપિ તેનો તથા પ્રકારનો સંબંધ થતો નથી.
તે જ રીતે પ્રત્યેક જીવમાં કર્મનો સંબંધ અનાદિકાલીન છે. કર્મ પ્રવાહરૂપે અનાદિકાલથી જીવ સાથે સંબંધિત છે. તેમ છતાં જીવ પોતાના સમ્યક પુરુષાર્થથી તેનો સર્વથા અંત કરી શકે છે અને એક વાર કર્મનો સર્વથા નાશ થયા પછી પુનઃ કદાપિ તેનો સંબંધ થતો નથી. તેથી મુક્ત થયેલા જીવ પુનઃ કદાપિ સંસારમાં જન્મ ધારણ કરતા નથી.
આ રીતે પ્રત્યેક જીવમાં પ્રવાહની અપેક્ષાએ કર્મનો સંબંધ અનાદિ સાત છે અને કોઈ એક ચોક્કસ કર્મની અપેક્ષાએ તે સાદિ-સાંત છે. તેથી આગમકારોએ પ્રત્યેક કર્મની ચોક્કસ કાલમર્યાદાનું કથન કર્યું છે. કર્મબંધના પ્રકારઃ- લોકમાં રહેલી કર્મરજમાં કોઈ ભિન્નતા કે તરતમતા નથી પરંતુ તે કર્મજ જ્યારે આત્મા સાથે બંધાય છે ત્યારે તેમાં ચાર બાબતોનું નિર્માણ થાય છે.
જેમ એક પ્રકારનું ભોજન ભિન્ન-ભિન્ન ધાતુરૂપે શરીરમાં પરિણમન પામે છે તેમ કર્મરજ પણ ચાર પ્રકારના બંધથી ભિન્ન-ભિન્નરૂપે પરિણમન પામે છે. (૧) પ્રતિબંધ:- કર્મની પ્રકૃતિ-સ્વભાવ નિશ્ચિત થવો. જ્ઞાન પર આવરણ કરે તે જ્ઞાનાવરણીય કર્મ, દર્શન પર આવરણ કરે તે દર્શનાવરણીય કર્મ. આ રીતે કર્મનો ભિન્ન-ભિન્ન સ્વભાવ નિશ્ચિત થાય તે પ્રકૃતિબંધ છે. કર્મની મૂળ આઠ પ્રકૃતિ છે અને તેની ઉત્તર પ્રકૃતિ ૧૨૦ છે. (૨) સ્થિતિ બધઃ- કર્મની આત્મા સાથે રહેવાની ચોક્કસ કાલમર્યાદા નિશ્ચિત થવી તે સ્થિતિબંધ છે. જેમ કે જ્ઞાનાવરણીય કર્મની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૩૦ ક્રોડાક્રોડી સાગરોપમની છે. આ રીતે દરેક કર્મોની કાલમર્યાદા ભિન્ન-ભિન્ન હોય છે.
૩) અનુભાગ બંધ - કર્મની ફળ પ્રદાન કરવાની તીવ્ર-મંદ શક્તિ નિશ્ચિત થવી, તે અનુભાગ બંધ છે. (૪) પ્રદેશ બંધ - બંધાતા કર્મ પુદ્ગલોનો જથ્થો, તે પ્રદેશ બંધ છે.
આ ચાર પ્રકારના બંધમાં પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ યોગની શુભાશુભ પ્રવૃત્તિના આધારે તથા સ્થિતિબંધ અને અનુભાગ બંધ જીવના રાગદ્વેષ રૂપ કષાયની તીવ્રતા-મંદતાના આધારે નિશ્ચિત થાય છે.
બીજી રીતે કર્મબંધના બે પ્રકાર છે– (૧) દ્રવ્યબંધ (૨) ભાવબંધ. (૧) દ્રવ્ય બંધ - રાગ-દ્વેષાદિ પરિણામોથી કાર્મણ વર્ગણાના જે પુગલો આત્મા સાથે બંધાય છે, તે કાર્મણ વર્ગણાના પુદ્ગલોનો સંબંધ તે દ્રવ્ય બંધ છે. (૨) ભાવ બંધઃ- કાશ્મણ વર્ગણાના પગલોના સંબંધમાં જે રાગાદિ પરિણામો નિમિત્ત ભૂત બને છે તે રાગાદિ પરિણામો ભાવબંધ છે.
કર્મ આત્મા સાથે બંધાય અને કાલમર્યાદા પૂર્ણ થતાં આત્માથી જુદા થાય, ત્યાં સુધીની ભિન્નભિન્ન દશ અવસ્થાઓ થાય છે. તે દશ અવસ્થાઓ આ પ્રમાણે છે(૧) બંધઃ- રાગ-દ્વેષાદિ પરિણામોથી કાર્મણ વર્ગણાના પુગલોનું આત્મ પ્રદેશો સાથે એકમેક થઈ