________________
૪૦૪
શ્રી પન્નવણા સત્ર: ભાગ-૩
પરિશિષ્ટ-ર :
કર્મ-પરિશીલના
જૈન દર્શનના ચિંતન, મનન અને વિવેચનનો આધાર આત્મા છે. આત્મા ચૈતન્ય સ્વરૂપ, અનંત શક્તિ સંપન્ન, અનંતગુણ સંપન્ન, અરૂપી, શુદ્ધ સ્વતંત્ર દ્રવ્ય છે. દરેક આત્માઓ દ્રવ્યની અપેક્ષાએ એક સમાન છે અને તે પોતાના સ્વરૂપથી સ્વતંત્ર છે.
આત્મા સ્વયં અનંત શક્તિ સંપન્ન અરૂપી શુદ્ધ દ્રવ્ય હોવા છતાં તે શરીરધારી બનીને પરિભ્રમણ કરી રહ્યો છે, સ્વયં અનંત આનંદ સ્વરૂપ હોવા છતાં ક્ષણિક સુખ-દુઃખના દ્રુદ્ધમાં પીસાઈ રહ્યો છે, અજરઅમર હોવા છતાં જન્મ-મરણના ચક્રમાં પરિભ્રમણ કરી રહ્યો છે તેનું કારણ શું છે? આત્માની શક્તિ કુંઠિત શા માટે થઈ છે? જૈન દાર્શનિકોએ તેના કારણનું સંશોધન કરીને તેનું વિસ્તૃત વિવેચન કર્યું છે, આત્માને સંસારમાં પરિભ્રમણ કરાવનાર કર્મ છે. કર્મ જ જન્મ-મરણનું મૂળ છે.
મં ૨ વાર મ સ મૂi | આ જગતની વિચિત્રતાનું, પલટાતી પરિસ્થિતિનું જીવોની વિવિધતાનું મૂળ કારણ કર્મ છે.
અન્ય દાર્શનિકો જગતની વિચિત્રતા કે જીવના સુખના કારણભૂત ઈશ્વરને સ્વીકારે છે, પરંતુ જૈન દર્શનાનુસાર આત્મા કર્મથી સર્વથા મુક્ત થાય, પોતાનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય, તે શુદ્ધ સ્વરૂપી આત્મા જ પરમાત્મ સ્વરૂપ છે, તે જ ઈશ્વર છે અને શુદ્ધાત્મા જગતની વિચિત્રતામાં કે સુખ-દુઃખમાં નિમિત્ત બની શકતા નથી. પોતાની દરેક પરિસ્થિતિ માટે જીવ સ્વયં જવાબદાર છે.
જીવ પોતાના કર્માનુસાર ભિન્ન-ભિન્ન ગતિમાં જન્મ ધારણ કરે છે, જન્મ ધારણ કરીને કર્મ પ્રમાણે જ શરીર, ઇન્દ્રિય, બાહ્ય સંયોગ, અનુકૂળતા-પ્રતિકૂળતા, સુખ-દુઃખ આદિ પામે છે. તે જીવ પોતાના આયુષ્ય પ્રમાણે એક સ્થાનમાં રહે છે અને જ્યારે ત્યાંથી તેનું મૃત્યુ થાય ત્યારે તે સ્થાનમાં કરેલા કર્માનુસાર પુનઃ અન્યત્ર જન્મ થાય છે. આ રીતે જન્મ-મરણનું ચક્ર ચાલ્યા જ કરે છે.
જીવ પોતાના કર્માનુસાર શુભાશુભ ફળ ભોગવે છે અને કર્મોનો સર્વથા નાશ થાય ત્યારે જીવ સુખ-દુઃખ, જન્મ-મરણ આદિ ઢંઢથી મુક્ત થઈ જાય છે. સર્વ કર્મોથી મુક્ત થઈને શુદ્ધ આત્મ સ્વરૂપમાં સ્થિર થવું, તે જ સાધકોનું અંતિમ લક્ષ્ય છે. તેથી જ અધ્યાત્મ સાધનામાં કર્મવિજ્ઞાનની જાણકારી અત્યંત જરૂરી છે.
કર્મ શું છે? આત્મા અને કર્મોનો સંબંધ ક્યારથી થયો છે, ક્યાં સુધી રહેવાનો છે? કર્મબંધ, તેના પ્રકાર, વગેરે વિષયોનું ચિંતન-મનન તે સાધકોની અનુપ્રેક્ષાનો મુખ્યતમ વિષય બને છે. કર્મ -દિય તિ માં . જીવ દ્વારા જે કરાય તે કર્મ. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગના નિમિત્તથી આત્મામાં એક પ્રકારનું પરિસ્પંદન થયા જ કરે છે. આ લોકમાં કાર્મણ વર્ગણાના પુદ્ગલો ભરેલા છે. આત્માના પરિસ્પંદન દરમ્યાન આત્મ અવગાહિત આકાશપ્રદેશો પર રહેલા કાશ્મણ વર્ગણાના પુગલો આત્મા સાથે ક્ષીર-નીરની જેમ એકમેક થઈ જાય, બંધાઈ જાય તેને કર્મ કહે છે. કાર્પણ વર્ગણા–કર્મરજ, પૌલિક છે. તે કાંઈ જ કરી શકતી નથી પરંતુ આત્મા સ્વયં રાગ દ્વેષાદિ વૈભાવિક ભાવોથી કર્મરજને ગ્રહણ કરે છે ત્યારે તે કર્મનું રૂપ ધારણ કરે છે, તે કર્મ પોતાની સ્થિતિ અનુસાર આત્મા