________________
[ ૩૯૮ ]
શ્રી પન્નવણા સૂa: ભાગ-૩
સાસણાય- શાશ્વત અનાગત. ભવિષ્યકાલમાં સદા તે જ સ્થિતિમાં સ્થિત રહે છે, તેનું કારણ સૂત્રકારે દષ્ટાંતથી સમજાવ્યું છે– જે રીતે અગ્નિમાં બળી ગયેલું બીજ ફરીવાર કદાપિ અંકુરિત થતું નથી, તે જ રીતે સિદ્ધોના પુર્નજન્મ ધારણ કરવાના બીજભૂત રાગ-દ્વેષાદિ વૈભાવિક ભાવો શુક્લધ્યાનની અગ્નિમાં ભસ્મીભૂત થઈ ગયા છે, તેથી અનંતકાલ સુધી તે શુદ્ધાત્મામાં કોઈ પણ કર્મરૂપી અંકુર અંકુરિત થતા નથી. પૂર્ણ વિશુદ્ધ થયેલા તે સિદ્ધાત્મા પૂર્ણ વિશુદ્ધ સ્વરૂપે શાશ્વત અનંત કાલ પર્યત તે જ સ્થિતિમાં સ્થિત રહે છે. સિદ્ધ પરમાત્મા ક્યારે ય અવતાર ધારણ કરીને લોકમાં આવતા નથી.
છે છત્રીસમું પદ સંપૂર્ણ છે પન્નવણા ભાગ-૩ સંપૂર્ણ ને પન્નવણા સૂત્ર સંપૂર્ણ