________________
| છત્રીસમું પદઃ સમુદ્દઘાત
૩૯૭ ]
ઉત્તર- હે ગૌતમ! જે રીતે અગ્નિમાં બળેલા બીજમાંથી ફરી અંકુરોની ઉત્પત્તિ થતી નથી, તે જ રીતે સિદ્ધોનાં પણ કર્મ રૂપી બીજ બળી ગયા હોવાથી જન્મરૂપી અંકુરની ઉત્પત્તિ થતી નથી. તેથી તે ગૌતમ ! કહ્યું છે કે સિદ્ધો અશરીરી, સઘન આત્મપ્રદેશોવાળા, દર્શન અને જ્ઞાનથી ઉપયુક્ત, કૃતાર્થ, કર્મરજથી રહિત, નિષ્કપ, અજ્ઞાનાંધકારથી રહિત, પૂર્ણ વિશુદ્ધ થઈને શાશ્વત ભવિષ્ય કાળ સુધી તે જ સ્થિતિમાં રહે છે.
- ગાથાર્થ-સિદ્ધ ભગવાન સર્વ દુઃખોથી મુક્ત થઈ ગયા છે, જન્મ, જરા, મૃત્યુ અને બંધનથી વિમુક્ત થઈ ગયા છે. સુખને પ્રાપ્ત અત્યંત સુખી તે સિદ્ધ ભગવંતો શાશ્વત અને બાધા રહિત થઈને અનંતકાળ સુધી રહે છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં સિદ્ધોનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે.
સર્વ કર્મોથી સર્વથા મુક્ત, શુદ્ધ ચૈતન્યઘન, કેવળજ્ઞાન-કેવળદર્શનયુક્ત, અનંત સુખ સંપન્ન, શાશ્વત કાલપર્યત સિદ્ધ ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત થયેલા આત્માને સિદ્ધ કહે છે. સૂત્રમાં પ્રદર્શિત સિદ્ધોના સ્વરૂપદર્શક વિશેષણો દ્વારા સિદ્ધોનું સ્વરૂપ સ્પષ્ટ થઈ જાય છે અને સિદ્ધો સંબંધી કેટલીક અન્ય દાર્શનિકોની માન્યતાઓનું ખંડન પણ થઈ જાય છે. સારી :- સિદ્ધ ભગવાન કર્મજન્ય સ્થૂલ દારિક શરીર અને સૂક્ષ્મ તૈજસ-કાશ્મણ શરીરથી સર્વથા મુક્ત હોવાથી અશરીરી હોય છે. નવયT - સિદ્ધ થતાં પહેલાં જ શેલેશીકરણ સમયે આત્મપ્રદેશો ઘનીભૂત-નક્કર થઈ જાય છે તેથી સિદ્ધોને જીવઘન કહ્યા છે. સવડા સને ૨ પાળે ય :- સિદ્ધાત્મા કેવળજ્ઞાન અને કેવળદર્શન રૂપ ક્રમશઃ સાકાર અને અનાકારોપયોગ યુક્ત હોય છે. કર્મોનો, મિથ્યાજ્ઞાનનો, સમસ્ત વૈભાવિક ભાવોનો નાશ થાય ત્યારે જ જીવ મુક્ત થાય અને અનંત આત્મગુણો પ્રગટ થાય છે. તેમ છતાં જ્ઞાન અને દર્શન, આ બે ગુણની પ્રધાનતાની અપેક્ષાએ તેઓ જ્ઞાન-દર્શન સહિત તેમજ સાકાર-અનાકાર ઉપયોગ સહિત હોય છે, તે પ્રમાણેનું કથન કર્યું છે.
સિદ્ધ ભગવાન કેવળજ્ઞાન દ્વારા ત્રણે લોકના ત્રણે કાલના સર્વ પદાર્થોને સંપૂર્ણ રીતે જાણે છે અને કેવળ દર્શન દ્વારા તે પદાર્થોને સંપૂર્ણ રીતે દેખે છે. fmરિકા- નિષ્ક્રિતાર્થ, કતાર્થ, સિદ્ધ ભગવાનના સર્વ કાર્યો સિદ્ધ થઈ ગયા છે. તેમને હવે કાંઈ જ કરવાનું શેષ રહેતું નથી, તેથી તેઓ કૃતકૃત્ય અથવા કૃતાર્થ કહેવાય છે.
રયા-કર્મ રજથી રહિત. સિદ્ધો બધ્યમાન અને ઉદયમાન બંને પ્રકારની કર્મરજથી રહિત છે. નીલ- નિષ્કપ. સિદ્ધોમાં કંપન ક્રિયાના કારણભૂત કોઈ પણ અધ્યવસાય કે યૌગિક પ્રવૃત્તિ નથી, તેથી તેમના આત્મપ્રદેશો સંપૂર્ણ રીતે નિષ્કપ હોય છે. વિિિમરા- અજ્ઞાનરૂપ અંધકારથી રહિત.. વિશુદ્ધ- વિજાતીય દ્રવ્યોના સંયોગથી રહિત પૂર્ણ વિશુદ્ધ.