________________
[ ૩૯૪ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
કેવળી સમુદ્યતનું સ્વરૂપ :
પ્રથમ બીજો સમય સમય
ને ત્રીજો સમય
ચોથો સમય
આઠમો સાતમો ૯ સમય સમય
છઠ્ઠો - સમય
પાંચમો સમય
,
* : ' કાકા
*
ક્રમ નામ-- ના-wજ-ક-૧ અનus,
-detail/Et
* *
Tો છે
.
G
-
શરીરાકાર
*
GLE
દંડાકાર પૂર્વ-પશ્ચિમ કપાટાકાર
ઉત્તર-દક્ષિણ કપાટ બનતો મંથનાકાર
સંપૂર્ણ લોકપૂરણ
અવસ્થા
પ્રથમ સમયમાં કેવળી ભગવાન આત્મપ્રદેશોને દંડના આકારમાં ફેલાવે છે. તે દંડની પહોળાઈ અને જાડાઈ શરીર પ્રમાણ અને લંબાઈમાં ઊર્ધ્વલોકાંતથી અધોલોકાંત પર્યત એટલે ચૌદ રજું પ્રમાણ હોય છે. બીજે સમયે તે દંડને પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ ફેલાવે છે, તેથી તે દંડ ચારે દિશામાં લોક પર્યત ફેલાયેલા બે કપાટનો આકાર ધારણ કરે છે* ત્રીજા સમયે લોકાંત પર્યત ફેલાયેલા કપાટરૂપ આત્મપ્રદેશોને ફેલાવીને તે કપાટ વચ્ચેની જગ્યાને પૂરિત કરે છે. ત્યારે તે જ કપાટ પૂરિત મંથાનનો આકાર ધારણ કરે છે. આમ કરવાથી લોકનો અધિકાંશ ભાગ આત્મપ્રદેશોથી વ્યાપ્ત થઈ જાય છે. માત્ર લોકાંતના ખૂણાના પ્રદેશો ખાલી રહે છે. ચોથા સમયે તે ખૂણાના પ્રદેશોને પણ પૂર્ણ કરીને સમસ્ત લોકાકાશના અસંખ્ય પ્રદેશોને આત્મપ્રદેશોથી વ્યાપ્ત કરે છે, કારણ કે આત્માના અસંખ્યાત પ્રદેશો લોકાકાશના પ્રદેશોની સમાન છે. પાંચમા, છઠ્ઠા, સાતમા અને આઠમા સમયે વિપરીત ક્રમથી આત્મપ્રદેશોનો સંકોચ કરીને શરીરસ્થ થઈ જાય છે. [નોંધ: પ્રસ્તુત વિવેચન આગમાનુસાર છે અને આકૃતિ ગ્રંથ પ્રમાણે છે. તેમાં સહજ કંઈક તફાવત દેખાય તો ગુરુગમથી સમજી લેવું. (અર્થાત્ બીજી આકૃતિને કેન્સલ માનવી, ત્રીજીને બીજી અને ચોથીને ત્રીજી આકૃતિ માનવી તથા ચોથી આકૃતિ લોકનિષ્કુટયુક્ત માનવી)]