________________
| છત્રીસમું પદ : સમુદ્દઘાત
[ ૩æ ]
विप्पजहइ, विप्पजहित्ता उजुसेढी पडिवण्णे अफुसमाणगईए एगसमएणं अविग्गहेणं उड्डे गंता सागारोवउत्ते सिज्झइ । ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! શું તથારૂપના તે સયોગી કેવળી સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે યાવત સર્વ દુઃખોનો અંત કરે છે?
ઉત્તર-હે ગૌતમ! તેમ શક્ય નથી. તેઓ સર્વ પ્રથમ સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તાના જઘન્ય મનોયોગથી પણ અસંખ્યાતગુણ હીન મનોયોગનો વિરોધ કરે છે, ત્યાર પછી જઘન્ય યોગવાળા બેઇન્દ્રિય પર્યાપ્તાના વચનયોગથી અસંખ્યાત ગુણહીન બીજા વચનયોગનો નિરોધ કરે છે. ત્યાર પછી જઘન્ય યોગવાળા અપર્યાપ્તા સૂક્ષ્મ પનક જીવના કાયયોગથી અસંખ્યાત ગુણ હીન કાયયોગનો નિરોધ કરે છે. આ પ્રમાણે તે કેવળી ભગવાન આ ઉપાયથી સર્વ પ્રથમ મનોયોગનો વિરોધ કરે છે; મનોયોગનો વિરોધ કરીને વચનયોગનો નિરોધ કરે છે, વચનયોગના નિરોધ પછી કાયયોગનો પણ નિરોધ કરે છે. કાયયોગનો નિરોધ કરીને તેઓ સર્વથા યોગ નિરોધ કરે છે. યોગ નિરોધ કરીને અયોગીપણું પામે છે. ત્યાર પછી તુરંત જ અલ્પ કાળમાં (અ, ઇ, 6, 8, લ) આ પાંચ હસ્વ અક્ષરોના ઉચ્ચારણ જેટલા કાળમાં અસંખ્યાત સમયના અંતર્મુહૂર્ત પ્રમાણ શેલેશીકરણને પામે છે અને તે શૈલેશીકરણના કાળમાં અસંખ્યાતી ગુણ શ્રેણી વડે અસંખ્યાતા કર્મ સ્કંધોનો ક્ષય કરે છે, ક્ષય કરીને વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચાર કર્મોનો એક સાથે ક્ષય કરે છે. એક સાથે ક્ષય કરીને ઔદારિક તૈજસ અને કાર્મણ શરીરનો સર્વ પ્રકારે ત્યાગ કરે છે. ત્યાર પછી જુશ્રેણીને પ્રાપ્ત થયેલો તે મુક્તાત્મા અસ્પૃશદ્ગતિ વડે એક સમયમાં અવિગ્રહગતિથી ઊંચે લોકાંત સુધી જઈને સાકાર ઉપયોગ સહિત સિદ્ધિપદને પામે છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં મોક્ષ પ્રાપ્તિ પૂર્વે થતી સર્વ ક્રિયાઓ- આવર્જીકરણ, કેવળી સમુઘાત, ત્યાર પછી સમુદ્યાતગત કેવળીની યોગપ્રવૃત્તિ, સમુદ્યાતની નિવૃત્તિ પછીની યોગ પ્રવૃત્તિ, યોગનિરોધ અને અંતે મોક્ષ પ્રાપ્તિનું નિરૂપણ છે. આવર્જીકરણ – આવર્જર્તિfમમુવી રિતે મોક્ષનેન તિ આવક તથર આવક્નજરમાં કેવળી સમુદ્યાત પહેલાં અસંખ્યાત સમયના અંતર્મુહૂર્ત કાળ દરમ્યાન જીવ મોક્ષની સન્મુખ થાય છે. તેને આવર્જીકરણ કહે છે. તે કાલ દરમ્યાન તવ ૩યાતિયામ વર્મપુરાણ પ્રોપવ્યાપાર,
વીરાવિશેષઃ | કર્મ પુદ્ગલોનો પ્રક્ષેપ ઉદયાવલિકામાં થાય છે, તેથી તે પ્રક્રિયામાં વિશેષ પ્રકારની ઉદીરણા હોય છે.
પ્રત્યેક મોક્ષગામી જીવો આવર્જીકરણ અવશ્ય કરે છે.
આવકરણને આસિયારા આવશ્યકકરણ પણ કહેવાય છે. મોક્ષ પ્રાપ્તિ પૂર્વે પ્રત્યેક કેવળી ભગવાનને અવશ્ય કરવા યોગ્ય કરણને આવશ્યકકરણ કહે છે. પ્રત્યેક કેવળી ભગવાન કેવળી સમુઘાત કરતા નથી પરંતુ આવર્જીકરણ તો પ્રત્યેક કેવળીને અવશ્ય થાય છે.
જે કેવળી ભગવાન કેવળી સમુઘાત કરવાના હોય, તેઓ આવર્જીકરણ પછી તુરંત જ સમુઘાતનો પ્રારંભ કરે છે.