________________
| છત્રીસમું પદઃ સમુદ્યાત
[ ૩૯૧ ]
कम्मगसरीरकायजोगं पि जुजइ; पढमट्ठमेसु समएसु ओरालियसरीरकायजोगं जुंजइ, बिइय-छट्ठ-सत्तमेसु समएसु ओरालियमीसासरीरकायजोगं जुजइ, तइयचउत्थ-पंचमेसु समएसु कम्मगसरीरकायजोगं जुंजइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! કાયયોગનો પ્રયોગ કરતાં કેવળી ભગવાન શું ઔદારિક શરીર કાયયોગનો પ્રયોગ કરે છે, ઔદારિક મિશ્ર શરીર કાયયોગનો પ્રયોગ કરે છે, વૈક્રિયશરીર કાયયોગનો પ્રયોગ કરે છે, વૈક્રિય મિશ્ર શરીર કાયયોગનો પ્રયોગ કરે છે, આહારક શરીર કાયયોગનો પ્રયોગ કરે છે, આહારક મિશ્ર શરીર કાયયોગનો પ્રયોગ કરે છે કે કાશ્મણ શરીર કાયયોગનો પ્રયોગ કરે છે?
ઉત્તર- હે ગૌતમ! કાયયોગના પ્રયોગ કરતાં કેવળી ભગવાન દારિક શરીર કાયયોગનો પણ પ્રયોગ કરે છે, ઔદારિક મિશ્ર શરીર કાયયોગનો પણ પ્રયોગ કરે છે, પરંતુ વૈક્રિય શરીર કાયયોગનો પ્રયોગ કરતા નથી, વૈક્રિય મિશ્ર શરીરકાયયોગનો પ્રયોગ કરતા નથી, આહારક શરીર કાયયોગનો પ્રયોગ કરતા નથી, આહારક મિશ્ર શરીર કાયયોગનો પ્રયોગ કરતા નથી, કાર્મણ શરીર કાયયોગનો પ્રયોગ કરે છે. તેમાં પહેલા અને આઠમા સમયમાં ઔદારિક શરીર કાયયોગનો પ્રયોગ કરે છે, બીજા, છઠ્ઠા અને સાતમા સમયમાં ઔદારિક મિશ્ર શરીર કાયયોગનો પ્રયોગ કરે છે તથા ત્રીજા, ચોથા અને પાંચમા સમયમાં કાર્પણ શરીરકાયયોગનો પ્રયોગ કરે છે. |९० से णं भंते ! तहासमुग्घायगए सिज्झइ बुज्झइ मुच्चइ परिणिव्वाइ सव्वदुक्खाणं अंतं करेइ ? गोयमा ! णो इणढे समढे । से णं तओ पडिणियत्तइ, तओ पडिणियत्तित्ता तओ पच्छा मणजोगं पि जुंजइ, वइजोगं पि जुंजइ, कायजोगं पि
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તથારૂપના સમુઘાતને પ્રાપ્ત કેવળી શું સિદ્ધ, બુદ્ધ, મુક્ત અને પરિનિર્વાણને પ્રાપ્ત થાય છે, શું તેઓ સર્વ દુઃખોનો અંત કરે છે?
ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. પહેલા તેઓ કેવળી સમુદ્રઘાતથી પરિનિવૃત્ત થાય છે. ત્યાર પછી તેઓ મનોયોગનો પ્રયોગ કરે છે, વચનયોગનો પ્રયોગ કરે છે અને કાયયોગનો પણ પ્રયોગ કરે છે. ९१ से णं भंते ! मणजोगं जुजमाणे किं सच्चमणजोगं जुजइ, मोसमणजोगं जुंजइ, सच्चामोसमणजोगं जुंजइ, असच्चामोसमणजोगं जुंजइ ?
गोयमा ! सच्चमणजोगं जुजइ, णो मोसमणजोगं जुजइ, णो सच्चामोसमणजोगं झुंजइ, असच्चामोसमणजोगं पि जुंजइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મનોયોગનો પ્રયોગ કરતા કેવળી ભગવાન શું સત્ય મનોયોગનો પ્રયોગ કરે છે, મૃષા મનોયોગનો પ્રયોગ કરે છે, સત્યામૃષા–મિશ્રમનોયોગનો પ્રયોગ કરે છે કે અસત્યામૃષાવ્યવહારમનોયોગનો પ્રયોગ કરે છે?