________________
[ ૩૭૦ ]
શ્રી પન્નવણા સુa: ભાગ-૩
માન સમુઘાતથી સમવહત અસુરકુમારો સંખ્યાતગુણા છે, (૩) તેનાથી માયા સમુઘાતથી સમવહત અસુરકુમારો સંખ્યાતગુણા છે અને (૪) તેનાથી લોભ સમુદ્યાતથી સમવહત અસુરકુમારો સંખ્યાતગુણા છે તથા (૫) તેનાથી અસમવહત અસુરકુમારો સંખ્યાતગુણા છે.
આ રીતે થાવવૈમાનિક સુધી સર્વ દેવોના ક્રોધાદિ સમુદ્યાતોનું અલ્પબદુત્વ કહેવું જોઈએ. ५६ पुढविक्काइयाणं भंते ! पुच्छा ?
गोयमा ! सव्वत्थोवा पुढविक्काइया माणसमुग्घाएणं समोहया, कोहसमुग्घाएणं समोहया विसेसाहिया, मायासमुग्घाएणं समोहया विसेसाहिया, लोभसमुग्घाएणं समोहया विसेसाहिया, असमोहया संखेज्जगुणा ।
एवं जाव पंचेदियतिरिक्खजोणिया । मणुस्सा जहा जीवा, णवरं- माणसमुग्घाएणं समोहया असंखेज्जगुणा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! ક્રોધાદિ સમુદ્યાતથી સમવહત અને અસમવહત પૃથ્વીકાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ ! ૧) સર્વથી થોડા માન સમુદુઘાતથી સમવહત પૃથ્વીકાયિકો છે, (૨) તેનાથી ક્રોધ સમુઘાતથી સમવહત પૃથ્વીકાયિકો વિશેષાધિક છે, (૩) તેનાથી માયા સમુઘાતથી સમવહત પૃથ્વીકાયિકો વિશેષાધિક છે અને (૪) તેનાથી લોભ સમુદ્યાતથી સમવહત પૃથ્વીકાયિકો વિશેષાધિક છે તથા (૫) તેનાથી અસમવહત પૃથ્વીકાયિકો સંખ્યાતગુણા છે.
આ રીતે પંચેન્દ્રિય તિર્યંચ સુધીના અલ્પબદુત્વના વિષયમાં જાણવું જોઈએ. મનુષ્યોમાં કષાય સમુદ્યાતના અલ્પબદુત્વ સંબંધી વક્તવ્યતા સમુચ્ચય જીવોની સમાન છે, પરંતુ તેમાં વિશેષતા એ છે કે માન સમુદ્યાતથી સમવહત મનુષ્ય અસંખ્યાતગુણા છે. વિવેચનઃ
પ્રસ્તુત સુત્રોમાં ચાર પ્રકારના કષાય સમુઘાત અને અકષાય સમુઘાતથી સમવહત તથા કોઈ પણ સમુદ્યાતથી અસમવહત સમુચ્ચય જીવ અને ૨૪ દંડકના જીવોનું અલ્પબદુત્વ છે. અકષાય સમદઘાત :- વેદનાદિ છ સમુદ્યાત સકષાયી જીવોને થાય છે, તેથી તે સકષાય સમુઘાત કહેવાય છે અને કેવળી સમુદ્યાત કષાય રહિત વીતરાગી કેવળી ભગવાનને થાય છે, તેથી પ્રસ્તુત અકષાય સમુઘાતથી કેવળી સમુદ્યાતનું ગ્રહણ થાય છે. અકષાય સમુઠ્ઠાત સમુચ્ચય જીવ અને મનુષ્યોમાં જ થાય છે. સમુચ્ચય જીવોમાં– (૧) સર્વથી થોડા અકષાય સમુઘાતથી સમહવત જીવો છે કારણ કે કેવળી સમુદ્દઘાત કરનારા જીવો અત્યંત અલ્પ છે અને તે ક્યારેક જ હોય છે, તેથી તે સર્વથી થોડા છે. (૨) તેનાથી માન સમદુઘાતવાળા જીવો અનંતણા છે, કારણ કે અનંત વનસ્પતિના જીવો પૂર્વભવ સંબંધિત માન કષાયમાં વર્તી રહ્યા છે. (૩) તેનાથી ક્રોધ સમુદ્યાતવાળા જીવો વિશેષાધિક છે કારણ કે માન કષાયી જીવોથી ક્રોધ કષાયી જીવો અધિક હોય છે.