________________
ચેતના બહેન બોલ્યા :- જો હંસ વીરા....! તે અક્ષરશઃ અર્થ જાણી લીધોને? આ મુક્તાફળ અનેક ખૂબીઓથી ભરેલ છે. પેલી કર્મપ્રકૃતિ આઠ છે, તેના બાંધનારા જીવો ૨૪ દંડકના છે. તે જીવો એક જ્ઞાનાવરણીય કર્મ બાંધતા આઠ કર્મપ્રકૃતિ બંધમાંથી કેટલી બાંધે છે, તેનું ગણિત આ પદમાં ભાંગા દ્વારા દર્શાવ્યું છે. બધા જ જીવો કોઈપણ પ્રકૃતિને મુખ્ય-ગૌણ રાખીને સાત, આઠ કર્મ બાંધે છે, પરંતુ વિશિષ્ટતા એક જ છે કે કર્મભૂમિનો ગર્ભજ મનુષ્ય ક્યારેક સાત, આઠ, છ તથા ક્યારેક એક કર્મબાંધે અને ક્યારેક અબંધક પણ થઈ જાય છે.
- હંસ..ભઈલા! આ કર્મબંધના બંધકના પરિણામ ઉપર કેટલું સરસ ગણિત માંડીને જ્ઞાની પુરુષોએ એવી એક મંગલ માનસિક પરિસ્થિતિનું વર્ણન કરી આ મનુષ્ય ભવનું મૂલ્યાંકન કર્યું છે, તેને તું મનન પૂર્વક વાંચીને સર્વવિરતિ ભાવમાં રહી અપ્રમત દશામાં ઝૂલજે અને અબંધ દશાને કેળવજે.
લાવજોઈએ. હવે ૨૫મું મુક્તાફળ. લે ખોલ તેમાંથી જો નીકળ્યું– પચીસમું કર્મબંધ વેદક પદ. કર તેનો અક્ષરશઃ અર્થ, મારા ઉપયોગરૂપી હંસે ઉત્સુક થઈને અર્થ નીચે પ્રમાણે કર્યો
કર્ કર્મનું ફળ જીવ સુખ-દુઃખ રૂપે વેદે છે. મ મહાત્મા પુરુષો ક્યારેય ખેદ કરતા નથી. વે વેદકતા ગુણ ચેતનાનો છે, એમ તું જાણ દ દરેક પળે આત્માનું લક્ષ્ય કરીએ તો નવું કર્મ તીવ્ર બંધાતું નથી.
કર્મવેદ પદનો આવો ભાવવાહી અર્થ સાંભળીને ચેતના બહેને સમજાવ્યું. કર્મવેદ એટલે વેદન કરવું. અનભવ કરવો. એક બાજ કર્મપ્રકૃતિનો બંધ કરવો અને બીજી બાજુ વેદન કરવું, આ બે વાતનું નિર્દેશન કરેલ છે. તેમાં પહેલું જ્ઞાનાવરણીય કર્મ બાંધતા જીવ આઠેય કર્મનું વેદન કરે છે. નારકીથી લઈને તિર્યચ, મનુષ્ય, વૈમાનિક સર્વ દેવો માટે એકવચન અને બહુવચનથી જાણવું. એવી જ રીતે વેદનીય કર્મ છોડીને સાત કર્મોની પૃચ્છા કરવી, કારણ કે વેદનીય કર્મ બાંધતો ગર્ભજ કર્મભૂમિજ મનુષ્યનો એક જીવ અથવા અનેક જીવો સાત-આઠ કે ચાર કર્મ વેદનારા હોય છે. બાકીના દંડકના જીવો આઠ કર્મ વેદનારા હોય છે. એમ આ મુક્તાફળનો સ્વાદ માણતા મનુષ્ય ભવની બલિહારી સમજી લેજે. હવે જોઈએ રમું મુક્તાફળ.