________________
દર્શનાવરણીય કર્મના ઉદયથી દર્શન મોહનીયનો ઉદય થાય, દર્શન મોહનીયના ઉદયથી મિથ્યાત્વનો ઉદય થાય અને મિથ્યાત્વના ઉદયથી જીવ પાછો આઠે ય કર્મપ્રવૃતિઓ બાંધે છે. આ પ્રમાણે નરકથી માંડીને વૈમાનિકદેવ સુધીના ર૪ દંડકોમાં એકત્વ, બહુત્વથી આઠ કર્મબંધનો સ્વભાવ જાણવો.
પ્રકૃતિ – જે જેવું બંધાયું તેવું તેનું સ્વરૂપ દર્શાવે છે. આ રીતે પૌદ્ગલિક વર્ગણાને ગ્રહણ કરીને કર્મસ્પર્ધકો જીવ પોતાના ઉપર લાવે છે. તેના બે ઉદ્દેશક આ મુક્તાફળમાં છે.
પ્રથમ ઉદ્દેશકના પાંચ દ્વાર છે– પ્રથમ દ્વારમાં ૨૪ દંડકવર્તી જીવોમાં મૂળ કર્મપ્રકૃતિની સંખ્યાનો સદ્ભાવ બીજા દ્વારમાં સમુચ્ચય જીવો તથા ૨૪ દંડકના જીવો આઠ કર્મની પરંપરાનું સર્જન કેવી રીતે કરે તે વાત દર્શાવી છે. ત્રીજા દ્વારમાં સર્જન કરવાની સામગ્રી જીવ પાસે રાગ-દ્વેષ રૂ૫ ભાવ કર્મની છે. તેના વાવેતરથી આત્મ ધરતી ઉપર કર્મપ્રકૃતિ ઊગી નીકળે છે. ત્યાર પછી ચોથા દ્વારમાં તેના અલ્પ બહુત્વનું માપ કરવામાં આવે છે અને પછી પાંચમા દ્વારમાં તે કર્મનો પાક મબલખ કેટલા પ્રમાણમાં થાય છે તેને વિપાક તરીકે દર્શાવેલ છે. આ રીતે પ્રથમ ઉદ્દેશક પૂર્ણ થાય છે.
ત્યારપછી બીજા ઉદ્દેશકમાં જીવ કૃષીવલે જે પાક નીપજાવ્યો છે, તેના ફણગારૂપ કર્મપ્રકૃતિના ભેદ-પ્રભેદ દર્શાવી જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોના બંધની એક-એક પ્રકૃતિની એકેન્દ્રિયથી લઈને અસંજ્ઞી-સંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવોની બંધ યોગ્ય સ્થિતિ દર્શાવી છે તથા તેના અનુભાગ અને પ્રદેશ બંધ અનેક દષ્ટિકોણથી સમજીને જઘન્ય ઉત્કૃષ્ટ કર્મ સ્થિતિ બાંધવાની કયા જીવની તાકાત કેટલા પ્રમાણમાં હોય છે તેનું વર્ણન તું આ મુક્તાફળ- માંથી શોધી કાઢજે. હવે પછીનું મુક્તાફળ લાવ.. જોઈએ, આપણે તેનું પણ નિરીક્ષણ કરીએ.
હંસ..ચોવીસમું મુક્તાફળ લાવ્યો, ખોલ્યું– ચોવીસમું મુક્તાફળ કર્મબંધબંધક પદ, પોતે જ તેનો અર્થ અક્ષરશઃ કર્યો
કર્ કર્મતણી ગતિ ન્યારી છે. જેણે જાણી તેણે જ જાણી છે, તે જ જ્ઞાની કહેવાયા
મ બે ધ ક
મજબૂરીથી જીવ માત્રને કર્મના ફળ ભોગવવા જ પડે છે. બંકોનર તે જ બની શકે, જે સર્વ સંબંધનું બંધન તોડી નાંખે. ધન છોડ્યા પછી સંયમી જીવે ધર્માભિમુખ સદા બની રહેવું જોઈએ તો જ, કરણ અપૂર્વમાં પ્રવેશી ક્ષપકશ્રેણી ચઢી શકે અને કર્મ ક્ષય કરી શકે
36