________________
| છત્રીસમું પદ : સમુદ્દઘાત
[ ૩૩૭ ]
સમુદ્યાત થાય છે. જે નૈરયિકો અલ્પ કાળ પૂર્વે જ અવ્યવહાર રાશિમાંથી બહાર નીકળેલા હોય તે નૈરયિકોને યથાસંભવ સંખ્યાતા, અસંખ્યાતા વેદના સમુદ્યાતો પણ થયા હોય છે પરંતુ આવા જીવો અલ્પસંખ્યક જ હોય છે, માટે તેની વિવક્ષા કરી નથી.
ભવિષ્યકાળની અપેક્ષાએ એક-એક નારકીને વેદના સમુદ્રઘાત થાય અથવા ન પણ થાય, કારણ કે કેટલાક નૈરયિકો પૃચ્છા સમય પછી વેદના સમુદ્ઘાત કર્યા વિના જ નરકમાંથી નીકળી મનુષ્ય ભવમાં પણ વેદના સમુદુઘાત કર્યા વિના જ સિદ્ધ થાય છે. તેઓને ભવિષ્ય સંબંધી વેદના સમુદ્યાત થશે નહીં અને જે જીવને થશે, તેને જઘન્ય એક, બે કે ત્રણ ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત, અનંત થશે. મનુષ્ય ભવમાં એક, બે કે ત્રણ વેદના સમુદ્રઘાત કરીને મોક્ષે જનારની અપેક્ષાએ એક, બે કે ત્રણ વેદના સમુદ્રઘાત થશે. સંખ્યાતકાળ સુધી સંસારમાં રહેનારાની અપેક્ષાએ સંખ્યાતા, અસંખ્યાતકાળ સંસારમાં રહેનારાને અસંખ્યાતા અને અનંતકાળ સંસારમાં રહેનારાને અનંતા વેદના સમુઘાતો થશે. આ જ પ્રમાણે ચોવીસ દંડકના જીવોમાં જાણી લેવું જોઈએ. કષાય, મારણાંતિક, વૈકિય, તૈજસ સમુઘાત :- વેદના સમુઘાતની જેમ ૨૪ દંડકના પ્રત્યેક જીવે ભૂતકાળમાં અનંત-અનંત કષાયાદિ સમુઘાત કર્યા હતા અને ભવિષ્યમાં તેના ભવભ્રમણ અનુસાર કોઈક જીવને થશે અને કોઈક જીવને થશે નહીં, જે જીવને થશે તેને જઘન્ય એક, બે કે ત્રણ, ઉત્કૃષ્ટ સંખ્યાતા, અસંખ્યાતા અથવા અનંત થશે. () આહારક સમુઘાત :- કોઈ નૈરયિકને ભૂતકાળમાં આહારક સમુદ્રઘાત થયા છે અને કોઈને થયા નથી. જે નારકીએ પૂર્વ ભવમાં ચૌદ પૂર્વોનું અધ્યયન કર્યું નથી અને કદાચ ચૌદ પૂર્વનું જ્ઞાન કર્યું હોય, તોપણ આહારકલબ્ધિનો અભાવ હોય અથવા તથાવિધ પ્રયોજનના અભાવથી આહારક શરીર કર્યું ન હોય, તેને આહારક સમુદ્યાત થયા નથી અને જેને આહારકલબ્ધિ હોય અને આહારક શરીર બનાવ્યું હોય તેને જઘન્ય એક કે બે અને ઉત્કૃષ્ટ ત્રણ આહારક સમુઘાત થયા હોય છે, પણ ચાર હોતા નથી; કારણ કે જેણે ચાર વાર આહારક શરીર બનાવ્યું હોય તે જીવનિશ્ચિત રૂપે બીજી કોઈ ગતિમાં જતો નથી અને ત્યાર પછી આહારક સમુદ્દઘાત કર્યા વગર જ સિદ્ધિને પ્રાપ્ત કરે છે.
ભવિષ્યકાલમાં કોઈ નૈરયિકને આહારક સમદુઘાત થશે, કોઈકને થશે નહીં, કારણ કે કેટલાક જીવો આહારક સમુદ્યાત કર્યા વિના જ મોક્ષે જાય છે અને જે જીવોને ભવિષ્યમાં આહારક સમુદ્યાત થશે, તેને પણ જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ ચાર આહારક સમુદ્યાત થશે; કારણ કે કોઈ પણ જીવ ભવ-ભવાંતરમાં ચાર વાર જ આહારક સમુદ્યાત કરી શકે છે. તેનાથી વધુ આહારક સમુદ્યાત એક જીવને થશે નહીં. નારકીની જેમ જ મનુષ્ય સિવાયના શેષ ર૦ દંડકના પ્રત્યેક જીવમાં પણ તે જ રીતે જાણવું. મનુષ્યમાં ભૂત-ભવિષ્યકાલીન ચાર-ચાર આહારક સમુદ્યાત સંભવી શકે છે. ચોથીવાર આહારક સમુઘાત કરનાર મનુષ્ય તે જ ભવમાં મોક્ષે જાય છે. (૭) કેવળી સમદુઘાત - મનુષ્યને છોડીને શેષ ૨૩ દંડકના જીવોને ભૂતકાળમાં એક પણ કેવળી સમુદ્રઘાત થયો નથી, કારણ કે કેવળી સમુદ્યાત થયા પછી તે જીવનો મોક્ષ થાય છે. ત્યાર પછી તે જીવનું અન્ય કોઈ પણ ગતિમાં પરિભ્રમણ થતું નથી.
મનુષ્યોમાં કોઈક મનુષ્યને ભૂતકાળમાં(અંતર્મુહૂર્તના ભૂતકાળમાં) કેવળી સમુદ્યાત થયો હોય છે કોઈકને થયો નથી. જે મનુષ્યને થયો હોય તેને એક જ વાર થયો હોય છે, કારણ કે કોઈ પણ જીવને