________________
૨૭૮
શ્રી પન્નવણા સૂત્ર : ભાગ-૩
સંશી નથી, અસંશી નથી, પરંતુ નોસંશી નોઅસંશી છે.
ગાથાર્થ– નારકી, તિર્યંચ, મનુષ્ય, વાણવ્યંતર અને અસુરકુમારાદિ ભવનવાસી દેવો સંક્ષી અને અસંજ્ઞી હોય છે, વિકલેન્દ્રિયો અને એકેન્દ્રિયો અસંશી છે તથા જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો સંજ્ઞી જ છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સમુચ્ચય જીવોમાં, ૨૪ દંડકના જીવોમાં અને સિદ્ધોમાં સંશી, અસંજ્ઞી અને નોસંશી નોઅસંજ્ઞી સંબંધી વિચારણા છે.
સંશી, અસંશી અને નોસંશી નોઅસંશી :– (૧) જે જીવોને ભૂતકાલીન, વર્તમાનકાલીન અને ભવિષ્યકાલીન પદાર્થોની સમ્યક વિચારણા, મનોવૃત્તિ કે વૈચારિક શક્તિ હોય તે સંશી કહેવાય છે. (૨) જેઓમાં વિશિષ્ટ સ્મરણાદિરૂપ મનોવિજ્ઞાન હોય, તે સંજ્ઞી છે. (૩) મન સહિતના જીવો સંશી કહેવાય છે. જેઓ આ પ્રકારના મનોવિજ્ઞાનથી વિકલ(રહિત) હોય તે અસંશી કહેવાય છે અર્થાત્ જેને મનોવૃત્તિનો અભાવ તે અસંશી છે. જેઓ સંશી અને અસંશી બંને પ્રકારોથી અતીત હોય, તેવા કેવળી ભગવાન કે સિદ્ઘજીવો નોસંજ્ઞી નોઅસંશી કહેવાય છે.
સમસ્ત સંજ્ઞી પંચેન્દ્રિય જીવો પર્યાપ્તાવસ્થામાં જ મનનો પ્રયોગ કરે છે, અપર્યાપ્તાવસ્થામાં મનનો પ્રયોગ હોતો નથી. તેમ છતાં સંશી જીવો મનપર્યાપ્તિ પૂર્ણ કરવાના છે, તે જીવો અપર્યાપ્તાવસ્થામાં પણ સંશી કહેવાય છે.
નારકી—દેવતા સંશી જ હોય છે તેમ છતાં અસંશી તિર્યંચ પંચેન્દ્રિય મરીને પ્રથમ નરકના નારકીપણે કે ભવનપતિ તથા વ્યંતર જાતિના દેવપણે ઉત્પન્ન થાય, ત્યારે તેની અપર્યાપ્તાવસ્થામાં મનપર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી તે જીવોમાં પૂર્વભવની અપેક્ષાએ અસંજ્ઞીપણાનું કથન કરવામાં આવે છે. અસંશી તિર્યંચ પંચેન્દ્રિય મરીને બીજીથી સાતમી નરકમાં કે જ્યોતિષી કે વૈમાનિક દેવમાં જતા નથી, તેથી તે સ્થાનોમાં સર્વ જીવો સંજ્ઞી હોય છે. સંશી જીવો મરીને નરક કે દેવલોકમાં જાય ત્યારે તેની અપર્યાપ્તાવસ્થામાં પણ તે લબ્ધિની અપેક્ષાએ સંશી કહેવાય છે.
પાંચ સ્થાવર અને ત્રણ વિકલેન્દ્રિયોને મનનો અભાવ હોવાથી અસંજ્ઞી જ હોય છે.
તિર્યંચ પંચેન્દ્રિય– જલચર, સ્થલચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ અને ખેચર, તે પાંચે પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિય જીવોમાં કેટલાક જીવો સંજ્ઞી અને કેટલાક જીવો અસંજ્ઞી હોય છે. આ રીતે તિર્યંચ પંચેન્દ્રિયમાં બંને પ્રકારના જીવો હોય છે.
મનુષ્યત્વ તેમાં સંમૂર્ચ્છિમ મનુષ્યો એકાંતે અસંશી હોય છે, યુગલિક મનુષ્યો એકાંતે સંશી હોય છે અને કર્મભૂમિના ગર્ભજ મનુષ્યો સંશી હોય છે, તેમાં તેરમા, ચૌદમા ગુણસ્થાનવર્તી મનુષ્યો નોસંજ્ઞી નોઅસંશી હોય છે.
કેવળી ભગવાનને ચિંતન-મનન રૂપ મનોયોગ નથી, તેથી તે સંજ્ઞી નથી તેમ છતાં કોઈ મનઃપર્યવજ્ઞાની કે અનુત્તર વિમાનના દેવોના મનથી પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર આપવા મનોવર્ગણાને તદાકારે પરિણત કરવા રૂપ મનનો પ્રયોગ કરે છે, તે દ્રવ્યમન છે, તેથી તે અસંશી પણ નથી. આ રીતે કેવળી ભગવાન સંશી પણ નથી અને અસંજ્ઞી પણ નથી, તેથી તેમના માટે નોસંજ્ઞી નોઅસંજ્ઞી શબ્દ પ્રયોગ થાય છે. સિદ્ધ જીવો પણ કેવળજ્ઞાની હોવાથી નોસંજ્ઞી નોઅસંજ્ઞી છે.