________________
૨૭૬
પરિચય
એકત્રીસમું પદ
શ્રી પન્નવણા સૂત્ર : ભાગ-૩
આ પદનું નામ સંશીપદ છે.
આ પદમાં સંશી, અસંશી અને નોસંજ્ઞી નોઅસંજ્ઞી, આ ત્રણ પ્રકારમાં જીવોનું વિભાજન છે.
જે જીવો મન સહિત હોય તે સંજ્ઞી; જે મન રહિત હોય તે અસંશી અને સંજ્ઞી હોવા છતાં જે ચિંતન મનન રૂપ મનોવ્યાપારથી રહિત હોય તે નોસંશી નોઅસંશી છે.
પ્રસ્તુતમાં મનપર્યાપ્તિને પૂર્ણ કરવાની યોગ્યતા ધરાવતા જીવોને સંશી કહ્યા છે.
સમુચ્ચય જીવ, ૨૪ દંડકના જીવ અને સિદ્ધજીવ, આ સર્વ જીવોમાં સંશી-અસંજ્ઞી આદિનું કથન આ પદમાં કર્યું છે.
નારકી, ભવનપતિ અને વ્યંતર દેવો સંક્ષી અને અસંશી બંને પ્રકારના છે. જ્યોતિષી અને વૈમાનિક દેવો સંજ્ઞી છે. પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય જીવો અસંજ્ઞી છે. તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યો સંજ્ઞી-અસંજ્ઞી બંને છે. ૧૩–૧૪ ગુણસ્થાનવાળા એટલે કેવળી ભગવાન મનોવ્યાપારથી પર થઈ ગયા હોવાથી નોસંશી નોઅસંજ્ઞી છે. સર્વ સિદ્ધ ભગવંતો અયોગી હોવાથી નોસંજ્ઞી નોઅસંજ્ઞી છે.
܀܀܀܀܀