________________
૨૭૪ ]
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૩
છે, પણ જાણતા નથી. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે કેવળી આ રત્નપ્રભા પૃથ્વીને અનાકારોથી જુએ છે, પણ જાણતા નથી ?
ઉત્તર- હે ગૌતમ! જે અનાકાર હોય છે, તે દર્શન હોય છે અને સાકાર હોય છે તે જ્ઞાન હોય છે. તેથી હે ગૌતમ ! એમ કહેવાય છે કે કેવળી આ રત્નપ્રભા પૃથ્વીને અનાકારોથી યાવત જુએ છે પણ જાણતા નથી. આ જ રીતે યાવત્ ઈષ~ાભારાપૃથ્વી, પરમાણુ પુદ્ગલ તથા અનંતપ્રદેશી ઢંધ વગેરે પદાર્થોને જુએ છે, પણ જાણતા નથી. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં કેવળી ભગવાનના સાકાર અને અનાકાર ઉપયોગની સ્વતંત્રતા દર્શાવી છે.
કેવળી ભગવાનને ચાર ઘાતી કર્મોનો ક્ષય થયો છે. તેઓ કેવળજ્ઞાન અને કેવળદર્શન દ્વારા લોકાલોકના સૈકાલિક ભાવોને એક સમય માત્રમાં જાણવાનું અને જોવાનું સામર્થ્ય ધરાવે છે. તેમ છતાં સાકાર-અનાકાર બંને પ્રકારના ઉપયોગનું સ્વરૂપ સ્વતંત્ર હોવાથી કેવળી ભગવાનને પણ છદ્મસ્થ જીવોની જેમ સાકાર અને અનાકાર બંને ઉપયોગ ક્રમશઃ જ હોય છે.
અનાકારોપયોગ દર્શન સ્વરૂપ છે. તે વસ્તુને વિશેષ પ્રકારના આકાર-પ્રકાર રહિત સામાન્યપણે જુએ છે અને સાકારોપયોગ જ્ઞાનરૂપ છે. તે વસ્તુને વિશેષ પ્રકારના આકાર-પ્રકાર સહિત વિશેષપણે જાણે છે. જેમ કે પશુ સમૂહ ઉપર દષ્ટિ પડતાં જોયું કે આ પશુઓ છે, તે અનાકારોપયોગ-દર્શન છે અને આ ગાય છે, કાળી છે, દુધાળી છે, શાંત છે, યુવાન છે તે પ્રમાણે જાણવું, તે સાકારોપયોગ-જ્ઞાન છે.
જે સમયે દર્શનોપયોગ હોય છે, તે સમયે જ્ઞાનોપયોગ હોતો નથી અને જે સમયે જ્ઞાનોપયોગ હોય છે, તે સમયે દર્શનોપયોગ હોતો નથી. કોઈ પણ જ્ઞાની જે સમયે વસ્તુને જુએ છે તે જ સમયે જાણતા નથી અને જે સમયે જાણે છે તે જ સમયે જોતા નથી, તેથી કેવળી ભગવાનને સાકાર અને અનાકાર બંને ઉપયોગ ક્રમિક હોય છે. આગાહિં આદિ પદોનું સ્પષ્ટીકરણ :- (૨) આ - કેવળી ભગવાન આ રત્નપ્રભા પૃથ્વીને આકારો-પ્રકારોથી અર્થાતુ રત્નપ્રભા પૃથ્વીના ત્રણકાંડ છે–ખરકાંડ, પંકકાંડ અને અપૂબહુલકાંડ.બરકાંડના ૧૬(સોળ) ભેદો છે, તેમાંથી એક હજાર યોજનનો વૈડૂર્યકાંડ છે, ઇત્યાદિ આકારો-પ્રકારોથી. (૨) હંયુક્તિઓથી. જેમ કે- આ પૃથ્વીનું નામ રત્નપ્રભા કેમ છે? યુક્તિ દ્વારા તેનું સમાધાન એ છે કે રત્નમયકાંડ હોવાથી તેમાં રત્નોની પ્રભા-કાંતિ છે, તેથી આ પૃથ્વીનું રત્નપ્રભા નામ સાર્થક છે. (૨) ૩૧મદિંઉપમાઓથી, સમાનતાઓથી જાણવું, જેમ કે– વર્ણની અપેક્ષાએ પદ્મરાગમણિ સદશ રત્નમય કાંડની પ્રભા-કાંતિ છે, ઇત્યાદિ. (૪) વિ - દષ્ટાંતોથી, ઉદાહરણોથી જેમ કે- ઘટ, પટથી ભિન્ન છે, તે જ રીતે રત્નપ્રભા-પૃથ્વી, શર્કરા પ્રભા પૃથ્વી આદિ અન્ય નરકમૃથ્વીઓથી ભિન્ન છે, કારણ કે તેના ધર્મો ભિન્ન છે, ઈત્યાદિ. () વાર્દિ- વર્ણ, ગંધાદિ ભેદથી. શુક્લાદિ વર્ણોના ઉત્કર્ષ-અપકર્ષરૂપ સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ અને અનંત ગુણના વિભાગથી તથા ગંધ, રસ અને સ્પર્શના વિભાગથી. (૬) સંવાર્દિસંસ્થાન-આકારોથી. રત્નપ્રભા પૃથ્વીમાં રહેલા ભવનો અને નરકાવાસોની રચનાના આકારોથી. જેમ કે– ભવનો બહારથી ગોળ, અંદરથી ચોરસ, નીચેથી પુષ્કર કર્ણિકાની આકૃતિના છે. નરકાવાસો અંદરથી ગોળ, બહારથી ચોરસ અને નીચે ભુરખ (ખુરપા)ના આકારના છે, ઇત્યાદિ. (૭) પાë પ્રમાણોથી.